ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM Modi જશે મોરેશિયસ, રાષ્ટ્રીય દિવસ સમારોહમાં બનશે ચીફ ગેસ્ટ

PM Modi 12 માર્ચે મોરેશિયસની મુલાકાત કરશે મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે કુલ વસ્તીના 70 ટકા ભારતીય મૂળના PM Modi Mauritius visit:PM Modi 12 માર્ચે મોરેશિયસના (PM Modi Mauritius visit)પ્રવાસે જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બે દિવસીય મુલાકાત દરમિયાન...
04:40 PM Mar 09, 2025 IST | Hiren Dave
PM Modi 12 માર્ચે મોરેશિયસની મુલાકાત કરશે મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે કુલ વસ્તીના 70 ટકા ભારતીય મૂળના PM Modi Mauritius visit:PM Modi 12 માર્ચે મોરેશિયસના (PM Modi Mauritius visit)પ્રવાસે જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બે દિવસીય મુલાકાત દરમિયાન...
PM Modi Mauritius visit

PM Modi Mauritius visit:PM Modi 12 માર્ચે મોરેશિયસના (PM Modi Mauritius visit)પ્રવાસે જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બે દિવસીય મુલાકાત દરમિયાન ભારત અને મોરેશિયસ વચ્ચે વેપાર, ક્ષમતા નિર્માણ અને સરહદ પારના નાણાકીય ગુનાઓ સામે લડવા માટે અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે. પીએમ મોદી 12 માર્ચે મુખ્ય અતિથિ તરીકે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં હાજરી આપવા માટે મોરેશિયસની મુલાકાત લેશે.

અનેક કરારો પર હસ્તાક્ષર કરાશે

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ શનિવારે એક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે ક્ષમતા નિર્માણ, દ્વિપક્ષીય વેપાર, નાણાકીય ગુનાઓ અટકાવવા અને નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા સંબંધિત અનેક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ મુલાકાત બંને દેશોને દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવાની અને આગામી મહિનાઓ અને વર્ષોમાં સહયોગને નવી દિશા આપવાની તક પૂરી પાડશે. મોરેશિયસને ભારતનો નજીકનો દરિયાઈ પડોશી ગણાવતા, વિદેશ સચિવે કહ્યું કે ભારતને મોરેશિયસનો પ્રાથમિક વિકાસ ભાગીદાર બનવાનો ગર્વ છે.

આ પણ  વાંચો -UP કેબિનેટ વિસ્તરણ... PM મોદી અને CM યોગી મળ્યા,એક કલાક ચાલ્યું મંથન

કુલ વસ્તીના 70 ટકા ભારતીય મૂળના

તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે. પીએમ મોદીની મુલાકાત દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોની એક ટુકડી અને ભારતીય નૌકાદળનું એક જહાજ પણ મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં ભાગ લેશે.ઉલ્લેખનીય છે કે પશ્ચિમ હિંદ મહાસાગરમાં સ્થિત એક ટાપુ દેશ, મોરેશિયસ, ભારતનો લાંબા સમયથી અને નજીકનો ભાગીદાર રહ્યો છે. આ નિકટતાનું એક મુખ્ય કારણ એ છે કે મોરેશિયસની કુલ 12 લાખ વસ્તીમાંથી લગભગ 70 ટકા ભારતીય મૂળના છે.

Tags :
Mauritius National Day celebrationspm modiPM Modi Mauritius visit
Next Article