ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

BIG NEWS: ગલવાન અથડામણ બાદ PM મોદી પ્રથમવાર જશે ચીન!

PM Modi Visit China: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને શાંઘાઈ સહયોગ સંગઠન શિખર (PM Modi Visit China)સંમેલનમાં ભાગ લેવા ચીન જશે. પૂર્વીય લદ્દાખના ગલવાનમાં બંને દેશોની સેના વચ્ચે 2020માં થયેલી અથડામણ બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી ચીનની મુલાકાત લેશે. તેમનો...
05:17 PM Aug 06, 2025 IST | Hiren Dave
PM Modi Visit China: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને શાંઘાઈ સહયોગ સંગઠન શિખર (PM Modi Visit China)સંમેલનમાં ભાગ લેવા ચીન જશે. પૂર્વીય લદ્દાખના ગલવાનમાં બંને દેશોની સેના વચ્ચે 2020માં થયેલી અથડામણ બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી ચીનની મુલાકાત લેશે. તેમનો...
PM Modi Visit China

PM Modi Visit China: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને શાંઘાઈ સહયોગ સંગઠન શિખર (PM Modi Visit China)સંમેલનમાં ભાગ લેવા ચીન જશે. પૂર્વીય લદ્દાખના ગલવાનમાં બંને દેશોની સેના વચ્ચે 2020માં થયેલી અથડામણ બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી ચીનની મુલાકાત લેશે. તેમનો આ પ્રવાસ ભારત અને ચીન તરફથી દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવે તેવી શક્યતા છે.

SCO શિખર સંમેલનમાં લેશે ભાગ

ચીનમાં 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન SCO (શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન)નું આયોજન થવાનું છે. વડાપ્રધાન મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગે અગાઉ ઓક્ટોબર, 2024માં રશિયામાં બ્રિક્સ શિખર સંમેલનમાં મુલાકાત કરી હતી. ચીનના વિદેશ મંત્રાલય અનુસાર, 20થી વધુ દેશોના નેતા અને 10 આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રમુખ એસસીઓ શિખર સંમેલન અને સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેશે.

ચીન-ભારતનો સંબંધો સુધારવા પ્રયાસ

અમેરિકા દ્વારા એપ્રિલમાં ટેરિફ વૉરની જાહેરાત બાદથી ચીન ભારત સાથે વેપાર સંબંધો સુધારવા માટે પ્રયાસ કરી રહ્યું છે. ભારતે પણ તેને સકારાત્મક સંકેત આપ્યો છે. ચીનની સરકારે અવારનવાર ભારત સાથે વેપાર સંબંધો સુધારવાના નિવેદનો આપ્યા છે. હાલમાં થોડા સમય પહેલાં જ વિદેશ મંત્રી ચીન ગયા હતાં. તેઓ એસસીઓ ફોરેન મિનિસ્ટર્સ મીટિંગમાં ભાગ લેવા બેઈજિંગ ગયા હતાં.

આ પણ  વાંચો -Kinner Kailash Yatra : હિમાચલના કિન્નૌરમાં વાદળ ફાટતા કૈલાશ યાત્રા અટકી, ITBPએ 413 યાત્રાળુઓને બચાવ્યા

SCOનો ઉદ્દેશ્ય શું છે?

SCO ની સ્થાપના પ્રાદેશિક સુરક્ષા, આર્થિક સહયોગ અને સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે. આ ઉપરાંત, આ સંગઠન આતંકવાદ અને અલગતાવાદ સામે સંયુક્ત રીતે લડવા પર પણ ભાર મૂકે છે. વેપાર, રોકાણ અને પરિવહન ક્ષેત્રે સહયોગને પ્રોત્સાહન આપવું એ પણ SCO ના મુખ્ય ઉદ્દેશ્યોમાંનો એક છે.

આ પણ  વાંચો -PM મોદીએ કર્યું Kartavya Bhavan નું ઉદ્ઘાટન, જાણો શું છે ખાસિયત

ગયા વર્ષે પીએમ મોદી અને જિનપિંગ મળ્યા હતા

ગયા વર્ષે ઓક્ટોબરમાં કાઝાનમાં બ્રિક્સ સમિટ દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ મળ્યા હતા. આ બેઠક પછી, ભારત અને ચીને સરહદી તણાવ ઘટાડવાના પ્રયાસો કર્યા. હવે બધાની નજર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ યુદ્ધ વચ્ચે પીએમ મોદી અને શી જિનપિંગની મુલાકાત પર રહેશે.

Tags :
Gujrata FirstPM modi chinapm modi china visitpm modi sco summtpm narendra modisco summit chinaXi Jinping
Next Article