PM મોદીની મહાકુંભ મુલાકાત થઇ શકે છે રદ્દ, 5 ફેબ્રુઆરીએ જવાના હતા પ્રયાગરાજ
- પીએમ મોદી 5 ફેબ્રુઆરીએ મહાકુંભની લેવાના હતા મુલાકાત
- શાહી સ્નાન બાદ તેઓ સંતો સાથે પણ મુલાકાત કરવાના હતા
- 4 કલાક સુધી તેઓ મહાકુંભમાં જ વિતાવવાના હતા
PM Modi Mahakumbh Visit : પીએમ મોદી હાલ પૂરતું તેમની મુલાકાત મુલતવી રાખે તેવી શક્યતા છે. ભવિષ્યમાં પરિસ્થતિ અનુસાર તેમની મુલાકાતની તારીખો જાહેર કરવામાં આવી શકે છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
પીએમ મોદી 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં કરવાના હતા સ્નાન
PM Modi Mahakumbh Visit: મહાકુંભમાં ભાગદોડની દુર્ઘટના બાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 5 ફેબ્રુઆરીએ પ્રસ્તાવિત પ્રયાગરાજ મુલાકાત રદ થઈ શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પીએમ મોદી હવે 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં સ્નાન કરવા નહી જાય. સુત્રો અનુસાર પીએમ મોદી હાલ પુરતી પોતાની મુલાકાત રદ્દ કરી શકે છે. આ અંગે ભવિષ્યે પરિસ્થિતિની સાનુકુળતા હોય તો મહાકુંભની મુલાકાત લે તેવી શક્યતાઓ છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
આ પણ વાંચો : ક્રિકેટના ઇતિહાસમાં આવી રીતે કોઇ નહીં થયું હોય આઉટ! વીડિયો જોઇને હસી હસીને લોટપોટ થઇ જશો
મહાકુંભમાં થયેલી ભાગદોડ બાદ મુલાકાત રદ્દ થવાની શક્યતા
મહાકુંભમાં થયેલા મોટા અકસ્માત બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજ મહાકુંભની મુલાકાત લેવાના હતા તે રદ્દ કરી દેવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, તેમની મુલાકાત 5 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેઓ મહાકુંભમાં તેઓ સ્નાન પણ કરવાના હતા અને સંતો મહંતો સાથે મુલાકાત પણ કરવાના હતા અને પ્રયાગરાજમાં ચાર કલાકથી વધુ સમય માટે રોકાવાના પણ હતા.
બુધવારે મહાકુંભમાં થયેલી ભાગદોડમાં થયા હતા 30 લોકોના મોત
બુધવારે (29 જાન્યુઆરી, 2025) પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાવસ્યાના દિવસે થયેલી ભાગદોડમાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જ્યારે 60 વધારે લોકો ઘાયલ થયા હતા. મૌની અમાવાસ્યાની આગલી રાત્રે સંગમ સંકુલમાં મોટી સંખ્યામાં લોકો સૂતા હતા. તે જ સમયે, વહેલા સ્નાન માટે આવેલી ભીડ બેકાબૂ થઈ ગઈ અને બેરિકેડ તોડીને ઘાટ તરફ આગળ વધવા લાગી અને ત્યાં સૂતેલા લોકોને કચડી નાખ્યા હતા.
આ પણ વાંચો : Ahmedabad : જાતીય સતામણીનાં આરોપ બાદ પ્રોફેસર વિરુદ્ધ GTU ની કડક કાર્યવાહી!