પરંપરાગત ‘બુટી ડિઝાઇન’ અને તુષાર રેશમ: જાણો પીએમ મોદીની લાલ બોર્ડરવાળી Dhoti પાછળનો ખાસ સંદેશ
- PM મોદીએ લાલ બોર્ડરવાળી તુસાર સિલ્કની Dhoti અને બ્લોક પ્રિન્ટવાળો સ્કાફ પહેર્યો
- PM મોદીના પહેરવેશમાં દેખાઈ બર્ધમાન અને સેરામપુરની સદીઓ જૂની કળા
- PM મોદી બંગાળી સંસ્કૃતિના રંગમાં રંગાયા
- PM મોદી ના ‘ધ્યુતિ-પંજાબી’ લુકે દિલ્હીમાં જમાવી રંગત
- વિજય બાદ પીએમ મોદીએ બંગાળી પહેરવેશથી સૌને ચોંકાવ્યા
PM Modi Bengali Style Dhoti: પશ્ચિમ બંગાળ (West Bengal), અસમ (Assam) અને પુડુચેરી (Puducherry) માં ભારતીય જનતા પાર્ટી (BJP) ના શાનદાર વિજય બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (Narendra Modi) જ્યારે દિલ્હી (Delhi) સ્થિત પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા, ત્યારે સૌની નજર તેમના પહેરવેશ પર અટકી ગઈ હતી. આ માત્ર એક વિજય સરઘસ નહોતું, પરંતુ બંગાળની ભવ્ય સંસ્કૃતિનું સન્માન કરતું એક મજબૂત ફેશન સ્ટેટમેન્ટ (Fashion Statement) પણ હતું.
જાણો શું છે તેની ખાસિયત
વડાપ્રધાન નરેન્દ્રભાઇમોદીએ આ પ્રસંગે સફેદ રંગનો કુર્તો, જેને બંગાળમાં 'પંજાબી' (Punjabi) કહેવામાં આવે છે, અને લાલ બોર્ડરવાળી તુસાર સિલ્કની (Tussar Silk) ધોતી, જેને ત્યાં 'ધ્યુતિ' (Dhyuti) તરીકે ઓળખવામાં આવે છે, તે પહેરી હતી. તેમના લુકની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેમણે ધોતીના છેડાને કુર્તાના ખિસ્સામાં એવી રીતે ટક (Tuck) કર્યો હતો, જે રીતે બંગાળના પુરુષો વર્ષોથી પરંપરાગત રીતે પહેરતા આવ્યા છે.
બંગાળની પ્રાચીન બ્લોક પ્રિન્ટ અને તેની વિશેષતા
ગળામાં નાખેલો કોટનનો સ્કાફ (Cotton Scarf), જેના પર પરંપરાગત 'બુટી ડિઝાઇન' (Buti Design) કંડારેલી હતી, તે બંગાળની કલા પ્રત્યેનો તેમનો લગાવ દર્શાવતો હતો. આ ઉપરાંત, ધોતી પર જોવા મળતો બ્લોક પ્રિન્ટ (Block Print) એ પશ્ચિમ બંગાળના બર્ધમાન (Burdwan) અને સેરામપુર (Serampore) ના હસ્તકલાના વારસાને જીવંત કરી રહ્યો હતો. આ પ્રિન્ટ 1800ના દાયકાથી બંગાળની ઓળખ રહી છે, જેમાં લાકડાના બ્લોક્સનો ઉપયોગ કરીને જ્યામિતિય રેખાઓ અને પશુ-પક્ષીઓની આકૃતિઓ તૈયાર કરવામાં આવે છે.
શું છે તુષાર સિલ્કની ખાસિયત?
વડાપ્રધાને પહેરેલી તુસાર સિલ્કની ધોતી પણ અત્યંત વિશિષ્ટ હતી. આ જંગલી રેશમ (Wild Silk) મુખ્યત્વે બિહાર (Bihar) અને ઝારખંડ (Jharkhand) ની સાથે બંગાળમાં ઉત્પાદિત થાય છે. ગરમીમાં આરામદાયક અને વજનમાં હળવું હોવા છતાં, આ ફેબ્રિક તેના કડક ટેક્સચરને કારણે એક રાજવી ઠાઠ આપે છે. મોદીનો આ અંદાજ બંગાળની જનતા સાથે સીધો ભાવનાત્મક સંબંધ બાંધવાનો એક પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: પરંપરાગત બંગાળી પહેરવેશમાં વડાપ્રધાનની એન્ટ્રી, જોવા મળ્યો સંસ્કૃતિ અને શૈલીનો અનોખો સંગમ


