Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

PM Modi એ Giorgia Meloni ને ગિફ્ટ કરી ‘મેલોડી’, ઈટાલીના વડાપ્રધાને કહ્યું આભાર મોદીજી, જુઓ Video

આંતરરાષ્ટ્રીય રાજકારણના મંચ પર ઘણીવાર ગંભીર ચર્ચાઓ વચ્ચે કેટલીક એવી રસપ્રદ પળો સર્જાય છે, જે આખી દુનિયાનું ધ્યાન ખેંચી લે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈના વિદેશ પ્રવાસે સોશિયલ મીડિયા પર એક જોરદાર રોમાંચ પેદા કર્યો છે. એક ખાસ વૈશ્વિક મુલાકાત દરમિયાન તેમણે ઈટાલીના વડાપ્રધાનને અનોખી ભેટ આપી છે. જેનો વીડિયો સાશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે.
pm modi એ giorgia meloni ને ગિફ્ટ કરી ‘મેલોડી’  ઈટાલીના વડાપ્રધાને કહ્યું આભાર મોદીજી  જુઓ video
Advertisement
  • PM Modi gift Giorgia Meloni: વડાપ્રધાન મોદીની અનોખી ભેટ
  • વડાપ્રધાન મોદીએ ઈટાલી પ્રવાસ દરમિયાન ડિપ્લોમસીનો નવો અંદાજ રજૂ કર્યો
  • ઈટાલીના વડાપ્રધાન મેલોને ખાસ પ્રકારની સ્વીટ ભેટ આપી
  • આ મીઠી ભેટની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ
  • બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોને આ અનોખા રાજદ્વારી અંદાજથી એક નવી ઊંચાઈ મળી

PM Modi gift Giorgia Meloni: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ઈટાલીના પ્રવાસે છે. વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની (Giorgia Meloni) ની મુલાકાતો હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે પીએમ મોદીએ ઇટાલીના પ્રમુખને એક અત્યંત ખાસ અને મીઠી સરપ્રાઈઝ આપીને સૌને ચોંકાવી દીધા છે. તેમણે મેલોનીને ખાસ ડિઝાઇન કરેલી ચોકલેટ ગિફ્ટ કરી છે. આ ચોકલેટ બોક્સ પર બંને નેતાઓની લોકપ્રિયતા સાથે જોડાયેલો એક ખાસ સંદેશ પણ લખેલો જોવા મળ્યો છે. આ ભેટ બંને નેતાઓ વચ્ચેની મિત્રતા અને ભારત- ઇટાલી સંબંધોની હૂંફને પ્રતિબિંબિત કરે છે.

PM Modi gift Giorgia Meloni _GUJARAT 1

Advertisement

PM Modi gift Giorgia Meloni: મેલોનીએ માન્યો આભાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભેટ કરીને એ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. પ્રત્યોત્તરમાં ઈટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ પણ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારતીઓએ ખૂબ પસંદ કર્યો છે. મેલોનીના સહજ સ્વભાવની પ્રશંસા કરી છે. નોંધનીય છે કે, પ્રધાનમંત્રી મોદી હાલમાં તેમના પાંચ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં ઇટાલી પહોંચ્યા છે, જ્યાં બંને નેતાઓ વેપાર, સંરક્ષણ અને વ્યૂહાત્મક સહયોગ જેવા મુદ્દાઓ પર વાતચીત કરે તેવી અપેક્ષા છે.

Advertisement

આ પણ વાંચો---- Dehradun ની Hospital માં લાગી ભીષણ આગ, આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ

આ અગાઉ પણ વિવિધ આંતરરાષ્ટ્રીય મંચ પર પીએમ મોદી અને જ્યોર્જિયા મેલોનીની સેલ્ફી અને વીડિયો ખૂબ લોકપ્રિય થયા છે. ઇટાલીના પીએમ પણ સોશિયલ મીડિયા પર સક્રિય રહીને ભારત સાથેની દોસ્તીના ફોટા શેર કરતા રહે છે. આ ખાસ ચોકલેટ ગિફ્ટ આપતી વખતના હાવભાવ દર્શાવે છે કે બંને દેશોના વડાઓ વચ્ચે સત્તાવાર સંબંધો ઉપરાંત એક શાનદાર વ્યક્તિગત બોન્ડિંગ (Personal Bonding) પણ છે.

ભારત અને ઈટાલીના દ્વિપક્ષીય સંબંધો મજબૂત

આ મીઠી સરપ્રાઈઝની સાથે બંને દેશો વચ્ચે મહત્ત્વની દ્વિપક્ષીય બેઠક (Bilateral Meeting) પણ યોજાઈ હતી. આ હાઈ-લેવલ બેઠકમાં વેપાર, ટેકનોલોજી અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા અંગે ગંભીર ચર્ચા થઈ હતી. વર્ષ 2026 માં ભારત અને ઈટાલી વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર (Bilateral Trade) પણ નવી ઊંચાઈ પર પહોંચ્યો છે. આ અનોખી ભેટના કારણે વૈશ્વિક મીડિયામાં પણ ભારતની સોફ્ટ ડિપ્લોમસી (Soft Diplomacy) ના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

આ પણ વાંચો---- BRICS Summit 2026: વૈશ્વિક રાજકારણમાં મોટા સમાચાર! 7 વર્ષ પછી ભારત આવશે ચીન રાષ્ટ્રપતિ! PM મોદી અને પુતિન સાથે થશે મુલાકાત

 

Tags :
Advertisement

.

×