PM Modi interview: ભારત-પાક ક્રિકેટ પર PM નરેન્દ્ર મોદીનો ફની જવાબ!
- પીએમ મોદીએ ક્રિકેટ મેચને લઈને કરી વાત
- પરિણામ આપણને કહેશે: પીએમ મોદી
- પીએમ નરેન્દ્ર મોદીનો ફની જવાબ
pm modi interview: ભારત અને પાકિસ્તાન (india vs pakistan)વચ્ચેની ક્રિકેટ સ્પર્ધા આખી દુનિયામાં ફેમસ છે. બંને દેશો વચ્ચેના ઐતિહાસિક, રાજકીય અને લશ્કરી તણાવને ધ્યાનમાં લેતા આ દુશ્મનાવટ વધુ તીવ્ર બને છે. આ પરિસ્થિતિમાં, જ્યારે પણ બંને દેશો વચ્ચે મેચ હોય છે, ત્યારે દરેકની નજર તેના પર ટકેલી હોય છે, જેમાં ફક્ત ક્રિકેટ ફેન્સ જ નહીં પરંતુ પ્રખ્યાત સેલિબ્રિટીઓ અને રાજકારણીઓ પણ ધ્યાનપૂર્વક જુએ છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદી (pm modi interview)પણ આ બાબતમાં અલગ નથી અને હવે વધુ કંઈ બોલ્યા વિના, તેમને સ્પષ્ટપણે કહી દીધું છે કે બંને દેશોની ક્રિકેટ ટીમોમાંથી કઈ વધુ સારી છે.
પીએમ મોદીએ ક્રિકેટ મેચને લઈને કરી વાત
ફેમસ અમેરિકન કોમ્પ્યુટર વૈજ્ઞાનિક લેક્સ ફ્રિડમેનના પોડકાસ્ટમાં, પીએમ મોદીએ ભારત-પાકિસ્તાન ક્રિકેટ પર (pm modi on india vs pakistan cricket team,)પોતાના વિચારો શેર કર્યા. આ પોડકાસ્ટમાં, ફ્રીડમેને રમતગમત વિશે અને ખાસ કરીને ભારતીય અને પાકિસ્તાની ક્રિકેટ ટીમો વિશે સવાલો પૂછ્યા. આને લઈને પીએમ મોદીએ કહ્યું કે રમતગમતનો હેતુ ઉર્જા ભરવાનો હોય છે અને તેઓ તેને માનવ વિકાસના એક સ્વરૂપ તરીકે જુએ છે. તેમને એમ પણ કહ્યું કે તેઓ રમતગમતને બદનામ થતી જોવા માંગતા નથી.
આ પણ વાંચો -PM Modi Podcast: RSSનો જીવન પર શું પ્રભાવ પડ્યો?
પરિણામ આપણને કહેશે: પીએમ મોદી
પણ ભારત અને પાકિસ્તાનમાંથી કઈ ટીમ વધુ સારી છે? આના જવાબમાં પીએમ મોદીએ સ્પષ્ટપણે કહ્યું કે તેઓ ટેકનોલોજીના નિષ્ણાત નથી. છતાં, તેમને પોતાની સ્ટાઈલમાં કહ્યું કે કઈ ટીમ સારી છે. લેક્સ ફ્રિડમેન સાથે વાત કરતા મોદીએ કહ્યું કે “હું કહી શકતો નથી કે રમતની તકનીકો વિશે કોણ સારું છે કે કોણ ખરાબ. હું તેમાં નિષ્ણાત નથી. જે લોકો તેને જાણે છે તેઓ જ મને કહી શકે છે. પરંતુ કેટલાક પરિણામો આપણને કંઈક કહે છે, જેમ કે થોડા દિવસો પહેલા, ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ હતી, તેથી પરિણામ આપણને કહેશે કે કઈ ટીમ સારી છે.
આ પણ વાંચો -Maharana Pratap ના વંશજ અરવિંદ સિંહ મેવાડનું 80 વર્ષની વયે નિધન
ભારતીય ટીમે પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું હતું
હવે તાજેતરનું પરિણામ શું આવ્યું, તે કોઈથી છુપાયેલું નથી. ભારત અને પાકિસ્તાન 23 ફેબ્રુઆરીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટકરાયા હતા. અહીં ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર પાકિસ્તાનને એકતરફી રીતે હરાવ્યું. એ જ રીતે, ગયા વર્ષે T20 વર્લ્ડકપમાં અને તે પહેલાં 2023ના ODI વર્લ્ડકપમાં, ભારતીય ટીમે પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું હતું. દેખીતી રીતે પીએમ મોદીને પણ કઈ ટીમ સારી છે તે વિશે વધુ કહેવાની જરૂર નથી. તેમને પોતાના ફની અંદાજમાં કહ્યું કે હાલમાં પાકિસ્તાની ટીમ ભારતીય ટીમ સામે કંઈ નથી.