PM બતાવે કે કોની સામે સરેન્ડર કર્યું?, ભારત- પાક સીઝફાયર મુદ્દે ગૌરવ ગોગાઈના પ્રહાર
- લોકસભામાં સોમવારે ઓપરેશન સિંદૂર પર ચર્ચા
- કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર
- 100 દિવસ બાદ પણ કેમ ન પકડાયા આતંકવાદી
Operation Sindoor : લોકસભામાં સોમવારે ઓપરેશન સિંદૂર (Operation Sindoor)પર ચર્ચા શરૂ કરવામાં આવી છે. ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ (Congress MP Gaurav Gogoi)કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહાર કર્યા હતા અને પહલગામ આંતકી હુમલાની જાણકારી છુપાવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, 'રાજનાથ સિંહે ઘણી બધી જાણકારી આપી પરંતું, એ ન જણાવ્યું કે પાકિસ્તાનથી આવેલા આતંકવાદી પહેલગામ ઘૂસ્યા જ કેવી રીતે? રાષ્ટ્રહિતમાં આ સવાલ કરવો અમારૂ કર્તવ્ય છે.
મંત્રીએ ઘણું બધું કહ્યું, પરંતુ જવાબ ન આપ્યો કે, ઘૂસ્યા જ કેવી રીતે?
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંસદમાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાન સામે ચલાવવામાં આવેલા ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી. જોકે, ત્યારબાદ કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ તેમના પર મૂળ સવાલનો જવાબ ન આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, 'આ સૂચના યુદ્ધનો યુગ છે. મંત્રીએ ઘણું બધું કહ્યું, પરંતુ જવાબ ન આપ્યો કે, ઘૂસ્યા જ કેવી રીતે અને ત્યાં હાજર 26 લોકોની હત્યા કરી નાંખી?'
100 દિવસ બાદ પણ કેમ ન પકડાયા આતંકવાદી?: ગૌરવ ગોગોઈ
આ વિશે વધુ વાત કરતા ગોગોઈએ કહ્યું કે, 'રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું હતું કે, અમે સરકારની સાથે છીએ અને સરકારે પાકિસ્તાનને મજબૂત રીતે જવાબ આપવો જોઈએ. પરંતુ હવે લોકો એ પણ જાણવા ઈચ્છે છે કે, 100 દિવસ બાદ પણ એ પાંચ આતંકવાદીઓને સરકાર પકડી કેમ નથી શકી? આ આતંકવાદીને કોઈકે તો જાણકારી આપી હશે અને લોકોએ મદદ પણ કરી હશે, પરંતુ સરકાર હજુ સુધી તેનો જવાબ નથી આપી શકી.'
આ પણ વાંચો-OPERATION SINDOOR રોકવા અંગે રાજનાથસિંહનું મોટું નિવેદન, કહ્યું, 'લક્ષ્ય પ્રાપ્ત કર્યા, પછી...'
જો પાકિસ્તાન ઘૂંટણિયે પડવા તૈયાર હતું તો પીએમ કેમ અટક્યા: ગોગોઈ
ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન લોકસભામાં બોલતા કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું, 'આખો દેશ અને વિપક્ષ પીએમ મોદીને ટેકો આપી રહ્યા હતા. અચાનક 10 મેના રોજ ખબર પડી કે સીઝફાયર થયું છે. શા માટે? અમે પીએમ મોદી પાસેથી જાણવા માંગીએ છીએ કે જો પાકિસ્તાન ઘૂંટણિયે પડવા તૈયાર હતું, તો તમે કેમ અટક્યા અને કોની સામે આત્મસમર્પણ કર્યું? અમેરિકન રાષ્ટ્રપતિએ 26 વાર કહ્યું કે, તેમણે ભારત અને પાકિસ્તાનને યુદ્ધવિરામ જાહેર કરવા દબાણ કર્યું. આજે અમે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ પાસેથી જાણવા માંગીએ છીએ કે આપણા કેટલા ફાઇટર પ્લેન તોડી પાડવામાં આવ્યા. આપણે આ વાત ફક્ત જનતાને જ નહીં પરંતુ આપણા સૈનિકોને પણ જણાવવી પડશે, કારણ કે તેમને પણ જૂઠું કહેવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો -supreme court : કૂતરાઓની સમસ્યા એટલી ગંભીર બની કે ખુદ સુપ્રીમ કોર્ટે કેસ હાથમાં લેવો પડ્યો
ઓપરેશન સિંદૂર પર વિશેષ ચર્ચા
ગૌરવ ગોગોઈએ કહ્યું કે, 'વિપક્ષે ઓપરેશન સિંદૂર પર વિશેષ ચર્ચાની માંગ આ સવાલ પૂછવા માટે જ કરી હતી. સરકારે જવાબદારી લેવી જોઈએ, ન કે જમ્મુ-કાશ્મીના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા પાછળ સંતાવું જોઈએ.' નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ સિન્હાએ થોડા સમય પહેલાં જ પહેલગામ હુમલાને લઈને સુરક્ષામાં નિષ્ફળતા કહેવાતી આ ઘટનાની નૈતિક જવાબદારી લીધી હતી.
આ પણ વાંચો -Patna : 'સર્ટિફિકેટમાં શ્વાનનો ફોટો...', બિહારના ડોગ બાબુના રહેઠાણનું પ્રમાણપત્ર થયું વાયરલ
અમુક શક્તિ ખોટી માહિતી ફેલાવે છે.
કોંગ્રેસ નેતાએ પોતાના ભાષણમાં કહ્યું કે, 'પહલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર બાદ અમુક શક્તિઓ ખોટી જાણકારી ફેલાવવામાં કામ કરી રહી હતી.' બાદમાં ગોગોઈએ વડાપ્રધાન મોદી પર પણ પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ પહેલગામ હુમલાના સમયે સાઉદી અરેબિયાથી પોતાની યાત્રા પૂરી કરી અને બાદમાં પ્રભાવિત વિસ્તારોમાં જવાની બદલે બિહારમાં રાજકીય ભાષણ આપવા જતા રહ્યા. ફક્ત અમારા નેતા રાહુલ ગાંધી જ પ્રભાવિત લોકોને ત્યાં મળવા ગયા હતા. જોકે, સત્તાધારી ગઠબંધનના સભ્યોએ સતત તેમને ચૂપ કરાવવાનો પ્રયાસ કર્યો.
બૈસરનમાં એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે પહોંચવામાં 1 કલાક લાગ્યો: ગોગોઈ
ગૌરવ ગોગોઈએ કહ્યું, 'પહેલગામ હુમલાને 100 દિવસ થઈ ગયા છે, પરંતુ આ સરકાર તે 5 આતંકવાદીઓને પકડી શકી નથી. આજે તમારી પાસે ડ્રોન છે, પેગાસસ છે, ઉપગ્રહો છે, CRPF, BSF, CISF છે અને સંરક્ષણમંત્રી થોડા દિવસ પહેલા ત્યાં ગયા હતા, પરંતુ હજુ પણ તે લોકોને પકડી શક્યા નથી. એમ્બ્યુલન્સને બૈસરન પહોંચવામાં લગભગ 1 કલાક લાગ્યો, જ્યાં હુમલો થયો હતો. સેના પગપાળા આવી. હું તે દ્રશ્ય ભૂલી શકતો નથી જ્યારે એક માતા અને તેની પુત્રીએ એક ભારતીય સૈનિકને જોયો; તેઓ રડવા લાગ્યા. તેમને લાગ્યું કે બૈસરનમાં લોકોને મારનાર સૈનિકનો ગણવેશ પહેરેલો આતંકવાદી તેમની રાહ જોઈ રહ્યો છે. સૈનિકે કહેવું પડ્યું કે તે ભારતીય છે, અને તમે સુરક્ષિત છો. ત્યાંના લોકોમાં આટલો ભય હતો. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લોકોના આ ડર પર એક શબ્દ પણ બોલવો જોઈતો હતો.