Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

PM Ujjwala Yojana: મફત ગેસ કનેક્શન માટે ફરી ફોર્મ ભરાવાના શરૂ, આ રીતે કરો અરજી

કેન્દ્ર સરકારની PM ઉજ્જવલા યોજના (3.0) હેઠળ ગરીબ મહિલાઓ માટે મફત ગેસ કનેક્શનના ફોર્મ ફરી શરૂ થયા છે. આ યોજનામાં પાત્ર લાભાર્થીઓને મફત ગેસ સગડી, પ્રથમ સિલિન્ડર અને કનેક્શન બિલકુલ નિઃશુલ્ક મળશે. આ ઉપરાંત, દરેક રિફિલ પર ₹300 ની સબસિડી સીધી બેંક ખાતામાં જમા થશે. રેશન કાર્ડ અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજો સાથે સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકાશે.
pm ujjwala yojana  મફત ગેસ કનેક્શન માટે ફરી ફોર્મ ભરાવાના શરૂ  આ રીતે કરો અરજી
Advertisement
  • PM Ujjwala Yojana હેઠળ ફરી શરૂ થયા ફ્રી ગેસ કનેક્શનના ફોર્મ
  • ગરીબ મહિલાઓને મફત ગેસ કનેક્શન, ચૂલો અને પ્રથમ સિલિન્ડર મળશે
  • દરેક ગેસ રિફિલ પર હવેથી સીધી રૂ.300 ની સબસિડી આપવામાં આવશે
  • સરકાર દેશભરમાં 25 લાખ નવા ગેસ જોડાણો આપવાની તૈયારીમાં
  • આધાર કાર્ડ, રેશન કાર્ડ અને બેંક પાસબુક દ્વારા કરી શકાશે અરજી

PM Ujjwala Yojana :  દેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓ માટે કેન્દ્ર સરકાર તરફથી રાહતના સમાચાર આવ્યા છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (Ujjwala Yojana 3.0) અંતર્ગત નવા આવેદન લેવાની પ્રક્રિયા ફરી શરૂ કરી દેવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને લાકડા અને છાણાના ધુમાડાથી મુક્તિ અપાવી સ્વચ્છ ઇંધણ પૂરું પાડવાનો છે. આ વખતે સરકાર દ્વારા આ યોજનામાં અનેક નવા લાભો પણ ઉમેરવામાં આવ્યા છે.

યોજના અંતર્ગત મળતા લાભો

નવા અપડેટ મુજબ, પાત્રતા ધરાવતી મહિલાઓને મફત એલપીજી ગેસ કનેક્શનની સાથે ફ્રી ગેસ સગડી (ચૂલો) અને પ્રથમ સિલિન્ડર બિલકુલ મફત આપવામાં આવશે. આટલું જ નહીં, હવેથી દરેક ગેસ રિફિલ પર રૂ.300 ની સબસિડી સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

Advertisement

Advertisement

PM Ujjwala Yojana : ઓનલાઇન અરજી કરવાની સરળ રીત

ઉજ્જવલા યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારની મહિલાઓ નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરી શકે છે:

  • સૌથી પહેલા ઉજ્જવલા યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • હોમ પેજ પર "PM Ujjwala Yojana Online Apply" લિંક પર ક્લિક કરો.
  • ફોર્મમાં તમારી વ્યક્તિગત વિગતો અને આધાર કાર્ડ નંબર ભરો.
  • મોબાઈલ નંબર પર આવેલા OTP દ્વારા વેરિફિકેશન કરો.
  • બેંક ખાતાની વિગતો અને IFSC કોડ દાખલ કરી ફોર્મ સબમિટ કરો.

PM Ujjwala Yojana : અરજી માટે જરૂરી દસ્તાવેજો

યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના દસ્તાવેજો હોવા અનિવાર્ય છે, જેના વેરિફિકેશન બાદ જ કનેક્શન મંજૂર કરવામાં આવશે:

  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • બેંક પાસબુક
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો

25 લાખ નવા કનેક્શનનો લક્ષ્યાંક

આ યોજનાનો લાભ એવી મહિલાઓને મળશે જેમના નામે અત્યાર સુધી કોઈ ગેસ કનેક્શન નથી. સરકાર દ્વારા 25 લાખ નવા કનેક્શન આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. કોઈપણ ફરિયાદ કે મૂંઝવણ માટે ઉજ્જવલા સમિતિની પણ રચના કરવામાં આવી છે, જ્યાં નોડલ અધિકારીની મદદ લઈ શકાય છે.

આ પણ વાંચો : EPFO Digital Withdrawal: PFના નાણાં સીધા ATM માંથી નીકળશે, જાણો કેવી રીતે?

Tags :
Advertisement

.

×