પ્રસિદ્ધ કવિ કુમાર વિશ્વાસની પત્નીનું રાજીનામું મંજુર, RPSC ની ભરતીમાં લાગ્યા હતા આરોપ
- ગેહલોત સરકારે મંજુ શર્માને પબ્લીક કમિશનના સભ્ય બનાવ્યા હતા
- તેમના કાર્યકાળ દરમિયાન સબ ઇન્સ્પેક્ટરની ભરતીમાં ગોટાળો સામે આવ્યો
- મંજુ શર્માએ નૈતિકતાના ધોરણે રાજીનામું ધરી દીધું હોવાનું સામે આવ્યું છે
Manju Sharma Resign Accepted : સતત વિવાદમાં રહેતા રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશનના કેસમાં (Rajasthan Public Service Commission Case) એક મોટી અપડેટ સામે આવી છે. પ્રખ્યાત કવિ ડૉ. કુમાર વિશ્વાસના (Known Poet Dr. Kumar Vishwas) પત્ની મંજુ શર્મા (Manju Sharma) એ વિવાદોને કારણે RPSC ના સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું હતું. જેને રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડેએ તે મંજુ શર્માનું (Manju Sharma Resign Accepted) રાજીનામું સ્વીકારી લીધું છે. અગાઉ હાઇકોર્ટે રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશનની કાર્યશૈલી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા, અને સબ ઇન્સ્પેક્ટરની ભરતી પણ રદ કરી હતી. કુમાર વિશ્વાસના પત્ની મંજુ શર્મા પણ પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય હતા. આ સ્થિતિમાં વિવાદ વધતો જોઈને મંજુ શર્માએ રાજીનામું આપ્યું હતું.
મંજુ શર્માએ રાજીનામું કેમ આપ્યું ?
ડૉ. મંજુ શર્મા (Manju Sharma Resign Accepted) એ 01 સપ્ટેમ્બર 2025 ના રોજ રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. આ રાજીનામાનું કારણ તેમણે ભરતી પ્રક્રિયાને લગતા વિવાદો ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, આના કારણે કમિશનની વ્યક્તિગત પ્રતિષ્ઠા અને ગરિમા પ્રભાવિત થઈ રહી છે. આ અંગે સોશિયલ મીડિયા પર ડૉ. કુમાર વિશ્વાસ પર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા.
'કોઈ કેસ ચાલી રહ્યો નથી'
ડૉ. મંજુ શર્માએ (Manju Sharma Resign Accepted) એમ પણ કહ્યું હતું કે, તેમની સામે કોઈપણ તપાસ એજન્સીમાં કોઈ કેસ પેન્ડિંગ નથી, કે તેમને કોઈ પણ કેસમાં આરોપી ગણવામાં આવ્યા નથી. તેમનું માનવું છે કે, જાહેર જીવનમાં કમિશનની નિષ્પક્ષતા, પારદર્શિતા અને ગરિમા તેમના માટે સર્વોપરી છે. નોંધનીય છે કે, ડૉ. મંજુ શર્માને રાજસ્થાનની પાછલી અશોક ગેહલોત સરકારમાં RPSCનું સભ્યપદ મળ્યું હતું, પરંતુ પોલીસ ભરતી પરીક્ષાને કારણે કમિશન પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા, જે પ્રક્રિયામાં ખામીઓને કારણે રદ કરવામાં આવી હતી. આ સ્થિતિમાં, તેમણે નૈતિક ધોરણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
હાઈકોર્ટે આ કેસમાં શું કહ્યું ?
આ કેસમાં હાઈકોર્ટે કહ્યું હતું કે, તેમણે અને અન્ય લોકોએ પરીક્ષાની પવિત્રતા સાથે ચેડા કર્યા હતા. હાઈકોર્ટે 28 ઓગસ્ટના પોતાના આદેશમાં કહ્યું હતું કે, પેપર લીકમાં તેમની સક્રિય ભાગીદારી અથવા જ્ઞાન દ્વારા અને ઇન્ટરવ્યુ પ્રક્રિયાને પ્રભાવિત કરીને, RPSC સભ્યો બાબુ લાલ કટારા, રામુરામ રાયકા, મંજુ શર્મા (Manju Sharma Resign Accepted), સંગીતા આર્ય, જસવંત રાઠી અને ચેરમેન સંજય શ્રોતિયાએ વ્યવસ્થિત અને વ્યાપક રીતે પરીક્ષાની પ્રક્રિયા સાથે ચેડા કર્યા હતા. કોર્ટે મંજુ શર્મા (Manju Sharma Resign Accepted), સંગીતા આર્ય અને જસવંત રાઠી સહિત કમિશનના અન્ય ઘણા સભ્યોની "મિલીભગત અને સંડોવણી"ને "ચિંતાજનક" ગણાવી હતી. ચાર્જશીટ મુજબ, આ સભ્યો કમિશનના સભ્યો વચ્ચે વ્યક્તિગત લાભ માટે થઈ રહેલા વ્યવહારો અને અનિયમિતતાઓથી સંપૂર્ણપણે વાકેફ હતા.
આ પણ વાંચો ----- Viral : લગ્ન માટે માતા-પિતા ના માન્યા તો શું કરશો...! છોટુએ આપ્યો 'સંસ્કારી' જવાબ