Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

POK ભારતનો એક ભાગ,અલગ થયેલા લોકો સ્વેચ્છાએ ભારત પાછા ફરશે

દિલ્હીમાં CII ના વાર્ષિક વ્યાપાર સમિટ યોજાયું રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવું કંપનીઓનો ધર્મ પાંચમી પેઢીના ફાઇટર એરક્રાફ્ટનું નિર્ણાયક પગલું RAJNATH SINGH : POK ભારતનો એક ભાગ છે અને ભૌગોલિક અને રાજકીય રીતે અલગ થયેલા લોકો વહેલા કે મોડા,સ્વેચ્છાએ ભારત...
pok ભારતનો એક ભાગ અલગ થયેલા લોકો સ્વેચ્છાએ ભારત પાછા ફરશે
Advertisement
  • દિલ્હીમાં CII ના વાર્ષિક વ્યાપાર સમિટ યોજાયું
  • રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવું કંપનીઓનો ધર્મ
  • પાંચમી પેઢીના ફાઇટર એરક્રાફ્ટનું નિર્ણાયક પગલું

RAJNATH SINGH : POK ભારતનો એક ભાગ છે અને ભૌગોલિક અને રાજકીય રીતે અલગ થયેલા લોકો વહેલા કે મોડા,સ્વેચ્છાએ ભારત પાછા ફરશે."મેક ઇન ઇન્ડિયા આપણી રાષ્ટ્રીય સુરક્ષામાં આવશ્યક ઘટક છે.ઓપરેશન સિંદૂર દરમિયાન આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં ‘મેક ઇન ઇન્ડિયા’એ મુખ્ય ભૂમિકા ભજવી હતી.તેમ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે (RAJNATH SINGH ATTACK PAKISTAN)દિલ્હી((Delhi))માં કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)ના વાર્ષિક વ્યાપાર સમિટના ઉદ્ઘાટન સમારોહમાં કહ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર ‘એક ભારત શ્રેષ્ઠ, ભારત’ના તેના સંકલ્પ પ્રત્યે પ્રતિબદ્ધ છે.એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) પ્રોગ્રામ એક્ઝિક્યુશન મોડેલ દ્વારા ખાનગી ક્ષેત્રને પ્રથમ વખત જાહેર ક્ષેત્રની કંપનીઓ સાથે મેગા સંરક્ષણ પ્રોજેક્ટમાં ભાગ લેવાની તક મળવાની છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -PM મોદીની સિક્કિમ મુલાકાત રદ, કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજરી આપી, જાણો શું કહ્યું...'

રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવું કંપનીઓનો ધર્મ

રક્ષા મંત્રીએ ભારપૂર્વક ભારતીય ઉદ્યોગને કંપનીના હિતો કરતાં રાષ્ટ્રીય હિતો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે હાકલ કરી છે.જો કંપનીના હિતોનું રક્ષણ કરવું તમારું કર્મ છે.તો રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવું તમારો ધર્મ છે.

આ પણ  વાંચો -Arvind Kejriwal એ હવે કોર્ટનો દરવાજો કેમ ખખડાવ્યો, ED-CBIને મોકલી નોટિસ

પાંચમી પેઢીના ફાઇટર એરક્રાફ્ટનું નિર્ણાયક પગલું

પાંચમી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ બનાવવા માટે AMCA માટે એક્ઝિક્યુશન મોડેલને સંરક્ષણ પ્રધાને એક બોલ્ડ અને નિર્ણાયક પગલું ગણાવ્યું છે. જે સ્થાનિક એરોસ્પેસ ક્ષેત્રને વધુ ઊંચાઈઓ પર લઈ જશે. AMCA હેઠળ પાંચ પ્રોટોટાઇપ વિકસાવવાની યોજના છે ત્યારબાદ શ્રેણીબદ્ધ ઉત્પાદન થશે.

ભારત પાસે દુશ્મનના બખ્તરને ભેદવાની શક્તિ

ઓપરેશન સિંદૂર દરમિયાન મેક ઇન ઇન્ડિયાની સફળતા પર રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, જો રાષ્ટ્રએ સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત ન બનાવી હોત તો આતંકવાદ સામે અસરકારક કાર્યવાહી કરી શક્યા ન હોત. સ્વદેશી પ્રણાલીઓનો ઉપયોગ સાબિત કરે છે કે ભારત પાસે દુશ્મનના કોઈપણ બખ્તરને ભેદવાની શક્તિ છે.

વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન 1. 46,000 કરોડના આંકડાને પાર

દેશની વિકાસ યાત્રામાં સંરક્ષણ ક્ષેત્રની ભૂમિકા મહત્વપૂર્ણ સાબિત થઈ છે. 10-11વર્ષ પહેલાં, આપણું સંરક્ષણ ઉત્પાદન આશરે 43,000 કરોડ રૂપિયા હતું. હવે 1,46,000 કરોડ રૂપિયાના વિક્રમી આંકડાને પાર કરી ગયું છે, જેમાં ખાનગી ક્ષેત્રનો ફાળો 32,000 કરોડથી વધુનો છે. સંરક્ષણ નિકાસ 24,000 કરોડ રૂપિયાના વિક્રમી આંકને વટાવી ગઈ છે. સરંક્ષણ સેવાઓ, શસ્ત્રો લગભગ 100 દેશોમાં પહોંચ્યા છે. ૧૬,૦૦૦ થી વધુ MSME સંરક્ષણ સાથે સપ્લાય ચેઇનની કરોડરજ્જુ બની ગયા છે.

Tags :
Advertisement

.

×