ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PI એ પોતાના જ પોલીસ સ્ટેશનમાંથી 40 લાખ રૂપિયાની ચોરી કરી

કાનપુર પોલીસે એકવાર ફરી પોતાના કારનામાઓના કારણે ચર્ચામાં છે. અહીં ગોવિંદનગર પોલીસ સ્ટેશનનાં માલખાનાથી આશરે 40 લાખ રૂપિયાની રોકડ અને ઘરેણાની ચોરી થઇ ગઇ છે.
10:20 PM Feb 22, 2025 IST | KRUTARTH JOSHI
કાનપુર પોલીસે એકવાર ફરી પોતાના કારનામાઓના કારણે ચર્ચામાં છે. અહીં ગોવિંદનગર પોલીસ સ્ટેશનનાં માલખાનાથી આશરે 40 લાખ રૂપિયાની રોકડ અને ઘરેણાની ચોરી થઇ ગઇ છે.
PI Police

લખનઉ : કાનપુર પોલીસે એકવાર ફરી પોતાના કારનામાઓના કારણે ચર્ચામાં છે. અહીં ગોવિંદનગર પોલીસ સ્ટેશનનાં માલખાનાથી આશરે 40 લાખ રૂપિયાની રોકડ અને ઘરેણાની ચોરી થઇ ગઇ છે. આ અંગે પોલીસ સ્ટેશન પ્રભવારીએ પૂર્વ માલખાના પ્રભારી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

ઉત્તર પ્રદેશમાં કાનપુર પોલીસનો અંદાજ જ અલગ છે. અહીંની પોલીસ કોઇના કોઇ કારણે ચર્ચામાં જ રહે છે. આ વખતે કાનપુર પોલીસની ચર્ચા પોલીસના માલખાનેથી રોકડ અને ઘરેણાના કારણે છે. આ રોકડ તથા ઘરેણા અલગ અલગ કેસ દરમિયાન મળી આવ્યા હતા અને કોર્ટના નિર્ણયના ઇંતજારમાં તેમને માલખાનાની અંદર સુરક્ષીત રાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Champions Trophy 2025: ભારત-પાકિસ્તાન મેચ પહેલાં ટીમ ઈન્ડિયા પર સંકટના વાદળ, આ ખેલાડીની તબિયત લથડી

લાખોની કિંમતના ઘરેણા અને રોકડની ચોરી

લાખો રૂપિયાની કિંમતની રોકડ અને ઘરેણા ગાયબ થઇ ગયા છે. સમાચાર સામે આવતાની સાથે જ પોલીસ સ્ટેશનથી માંડીને પોલીસ મુખ્યમથક સુધી હડકંપ મચી ગયો. તત્કાલ પ્રાથમિક તપાસ થઇ અને હવે પોલીસ સ્ટેશન પ્રભારીએ મલખાના પ્રભારી હેડ મુહર્રિરની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

પીઆઇ વિરુદ્ધ કેસ દાખલ

આ પ્રકારે સામાન ગાયબ કરવા પાછળ પૂર્વમાં માલખાના ઇન્ચાર્જ રહેલા હેડ મુહર્રિર દિશેન ચંદ્ર તિવારીનું નામ સામે આવ્યું છે. ગોવિંદ નગર પોલીસ સ્ટેશન પ્રભારી પ્રદીપ કુમારે હાલ દિનેશની વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે. પોલીસ સુત્રો અનુસાર દિનેશનું થોડા મહિનાઓ પહેલા લખનઉ ટ્રાન્સફર થઇ ગયું હતું. તેઓ અહીંથી જતા તો રહ્યા પરંતુ ત્યાં નવા ઇન્ચાર્જને ચાર્જ નહોતા સોંપી રહ્યા. ખુબ જ મુશ્કેલી બાદ નવા ઇન્ચાર્જને માલખાનાનો ચાર્જ લીધો અને તેમાં રહેલા સામાનને ટેલી કરવામાં આવ્યો ત્યારે આ સમગ્ર ગોટાળાનો ખુલાસો થયો.

આ પણ વાંચો : '21 મિલિયન ડોલર ક્યાં ગયા?', કોંગ્રેસે ટ્રમ્પના દાવા પર PM મોદી પાસેથી માંગ્યો જવાબ

તપાસ સમિતીની રચના

પોલીસના અનુસાર મલખાના ગોવિંદનગર પ્રભારી રહેલા દિનેશ કુમાર તિવારીને પ્રમોશન કરીને લખનઉ મોકલવામાં આવ્યા હતા. ત્યાં તેઓ ચોક પોલીસ સ્ટેશનમાં પીઆઇના પદ પર તહેનાત હતા. પોલીસ સ્ટેશન પ્રભારીએ જણાવ્યું કે, 7 ઓગસ્ટ, 2024 ના રોજ માલખાનાનો ચાર્જ આપવા માટે જ્યારે દિનેશ તિવારી પોલીસ સ્ટેશન આવ્યા અને નવા પ્રભારી અજય કુમારને મલખાનામાં ચાર્જ આપ્યો તેમાં રોકડ અને ઘરેણા રેકોર્ડ કરતા ઓછા હતા. આ અંગે સંપુર્ણ માહિતી એડીસીપી બહસ કુમારને આપવામાં આવી. તેમના આદેશ બાદ દિનેશ જૈન તિવારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને કમિટીની રચના કરવામાં આવી છે. તેમણે જણાવ્યુ્ં કે, આ તમામ માલ અહીં દાખલ 13 કેસ સંબંધિત છે.

આ પણ વાંચો : Train Accident: બાલાસોરમાં પાટા પરથી ઉતરી ટ્રેન, વીજળીના થાંભલા સાથે અથડાઇ ટ્રેન

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsGujarati Samacharlatest newsown police stationPI steals Rs 40 lakhpolice inspectorTrending News
Next Article