Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Raja Raghuvanshi હત્યા કેસમાં પોલીસે કરી આ યુવતીની પૂછપરછ

રાજા રઘુવંશી હત્યા કેસમાં આવ્યું મોટું અપડેટ પોલીસે કેસમાં યુવતીની પૂછપરછ કરી ઓફિસ સ્ટાફમાં એક યુવતી સોનામાં સંપર્કમાં હતી   Raja Raghuvanshi case :રાજા રઘુવંશી હત્યા કેસમાં (Raja Raghuvanshi case)એક મોટી અપડેટ સામે આવી છે. આ કેસની તપાસ કરી...
raja raghuvanshi હત્યા કેસમાં પોલીસે કરી આ યુવતીની પૂછપરછ
Advertisement
  • રાજા રઘુવંશી હત્યા કેસમાં આવ્યું મોટું અપડેટ
  • પોલીસે કેસમાં યુવતીની પૂછપરછ કરી
  • ઓફિસ સ્ટાફમાં એક યુવતી સોનામાં સંપર્કમાં હતી

Raja Raghuvanshi case :રાજા રઘુવંશી હત્યા કેસમાં (Raja Raghuvanshi case)એક મોટી અપડેટ સામે આવી છે. આ કેસની તપાસ કરી રહેલી પોલીસને બીજી યુવતી અંગે માહિતી મળી છે. પોલીસ હવે આ કેસમાં તે યુવતીની પૂછપરછ કરી રહી છે. રાજાના ભાઈ વિપિન રઘુવંશીએ જણાવ્યું હતું કે સોનમના ઓફિસ સ્ટાફમાં એક યુવતી સોનમના સંપર્કમાં હતી અને તેની સાથે સતત વાત કરતી હતી.

Advertisement

Advertisement

આ યુવતી કોણ છે?

વિપિન રઘુવંશીએ જણાવ્યું કે પ્રાચી જૈન નામની આ યુવતી સોનમની ઓફિસમાં રહેતી હતી અને તે સોનમ સાથે વાત કરતી હતી. પોલીસ હવે તેની પૂછપરછ કરી રહી છે કે શું તે સોનમની નજીક હતી અને શું તેને તે ઘટના વિશે કોઈ જાણકારી હતી કે નહીં.

આ પણ  વાંચો -Amit Shah:'દેશમાં અંગ્રેજી બોલતા લોકો ટૂંક સમયમાં શરમ અનુભવશે...'અમિત શાહે કેમ આવું કહ્યું

સંજય વર્માનું 'રહસ્ય' ખુલ્યું

અગાઉ જ્યારે 'સંજય વર્મા'નામના વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ત્યારે બધાને આશ્ચર્ય થયું હતું કે આ વિવાદાસ્પદ કેસમાં આ નવા પાત્રની એન્ટ્રીનો અર્થ શું હતો. જોકે, તપાસ દરમિયાન સ્પષ્ટ થયું કે આ સંજય વર્મા બીજું કોઈ નહીં પણ સોનમનો પ્રેમી રાજ કુશવાહા હતો.સોનમ અને રાજે સાથે મળીને આ કાવતરું ઘડ્યું હતું જેથી કોઈને તેમની વાતચીત પર શંકા ન થાય.લગ્ન નક્કી થયા બાદ સોનમ રાજા સાથે વાત ન કરવાના બહાના શોધતી અને તેની સાથે વાત કરવાનું ટાળતી હતી. તે રાજાને કહેતી કે તેની પાસે સમય નથી, તેની પાસે ઘણું કામ છે પણ તે કલાકો સુધી રાજ સાથે વાતો કરતી હતી.

આ પણ  વાંચો -Maharashtra Rain: મુંબઇમાં ભારે વરસાદને લઇને યલો એલર્ટ, રાયગઢમાં શાળાઓ બંધ

કેવી રીતે થઈ 'રાજા'ની ઓળખ?

રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશીના લગ્ન 11 મેના રોજ થયા હતા. ત્યારબાદ સોનમએ બનાવેલી પ્લાન મુજબ બંને હનીમૂન માટે મેઘાલય પહોંચ્યા. 23 મેના રોજ બંને અચાનક ગુમ થઈ ગયા. 2 જૂનના રોજ રાજાનો મૃતદેહ સોહરા (ચેરાપુંજી) માં વિસાવાડોંગ ધોધ નજીક એક ઊંડી ખાડીમાંથી મળી આવ્યો. મૃતદેહની સ્થિતિ અને પાસેથી મળેલા લોહીથી ખરડાયેલા દાઓ (ચપ્પુ) અને રેઈનકોટથી હત્યાની પુષ્ટિ થઈ. રાજાના જમણા હાથ પરના 'રાજા' ટેટૂ અને કાંડા પરના વોટરપ્રૂફ સ્માર્ટવોચથી મૃતદેહની ઓળખ થઈ હતી.

Tags :
Advertisement

.

×