ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Hyderabad Rave party માં પોલીસના દરોડા, CM ની નજીકના સંબંધીની ધરપકડ

Telangana માં પોલીસ દ્વારા એક રેવ પાર્ટી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં મુખ્યમંત્રીની નજીકના વ્યક્તિ સહિત 35 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
03:48 PM Oct 27, 2024 IST | KRUTARTH JOSHI
Telangana માં પોલીસ દ્વારા એક રેવ પાર્ટી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં મુખ્યમંત્રીની નજીકના વ્યક્તિ સહિત 35 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
TelanganaCM

હૈદરાબાદ : મોડી રાત્રે દરોડામાં અધિકારીઓએ પાર્ટીમાં હાજર 35 લોકોની અટકાયત કરી હતી. જેમાં 21 પુરુષો અને 14 મહિલાઓનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન વિદેશી દારૂની 10.5 લીટરની સાત બોટલ અને ભારતીય દારૂની 10 બોટલ કે જેના માટે લાયસન્સ નહોતું તે પણ મળી આવી હતી. આ રાજ્યના આબકારી કાયદાનું ઉલ્લંઘન છે.

આ પણ વાંચો : BMW માં આવેલી મહિલાએ દુકાન બહાર એવી હરકત કરી કે VIDEO થયો VIRAL

તેલંગાણાના સાયબરાબાદમાં રેવ પાર્ટીનો પર્દાફાશ થયો છે. હાઈપ્રોફાઈલ દરોડામાં ફાર્મહાઉસમાં રેવ પાર્ટી કરતા 35 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ રેવ પાર્ટીના તાર KTRની નજીકના લોકો સાથે જોડાયેલા છે.

માહિતી અનુસાર, તેલંગાણાના પૂર્વ મંત્રી કેટી રામા રાવ (KTR)ના સંબંધી ગણાતા રાજ પકલાના જનવાડા ફાર્મહાઉસ પર એક હાઈ-પ્રોફાઈલ દરોડામાં ગેરકાયદે દારૂ અને ડ્રગ્સના ઉપયોગનો ખુલાસો થયો છે. આ કાર્યવાહી નરસિંઘી પોલીસ, સ્પેશિયલ ઓપરેશન ટીમ (SOT) અને આબકારી અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. મકિલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત આ ફાર્મહાઉસમાં રેવ પાર્ટીની બાતમી મળતાં દરોડો પાડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Ahmedabad: નારોલ વિસ્તારમાં ગેસ ગળતરની મોટી ઘટના, બે કર્મચારીના મોત

મોડી રાતના દરોડામાં અધિકારીઓએ પાર્ટીમાં હાજર 35 લોકોની અટકાયત કરી હતી. જેમાં 21 પુરુષો અને 14 મહિલાઓનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન વિદેશી દારૂની 10.5 લીટરની સાત બોટલ અને ભારતીય દારૂની 10 બોટલ કે જેના માટે લાયસન્સ નહોતું તે પણ મળી આવી હતી. આ રાજ્યના આબકારી કાયદાનું ઉલ્લંઘન છે.

શંકાના આધારે અધિકારીઓએ પાર્ટીમાં હાજર લોકોનો ડ્રગ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં વિજય મદુરી નામની વ્યક્તિ કોકેઈન પોઝીટીવ મળી આવ્યો હતો. મદુરીને વધુ પરીક્ષણો માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. NDPS એક્ટની કલમ 27 હેઠળ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Panchmahal: મોરવા હડફના ભંડોઇ ગામે 3 યુવકનું વીજ કરંટ લાગતા મોત,પંથકમાં શોકનો માહોલ

ફાર્મહાઉસના માલિક રાજ પકલા સામે લાઇસન્સ વિના દારૂ પીરસવા બદલ આબકારી કાયદાની કલમ 34(A), 34(1) અને કલમ 9 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના બાદ ફાર્મહાઉસમાં ગેરકાયદેસર દારૂ સપ્લાય અને ડ્રગ્સના વપરાશ અંગે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : પ્રજાહિતમાં Gujarat First નો મોટો અહેવાલ! તમારા ઘરે આવતી વસ્તુઓ અસલી છે કે નકલી?

Next Article