ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Canada માંથી આવ્યા મોટા સમાચાર, PM જસ્ટિન ટ્રુડો ટૂંકમાં રાજીનામું આપશે

કેનેડામાંથી આવ્યા મોટા સમાચાર જસ્ટિન ટ્રુડો PM પદ પરથી રાજીનામું આપશે ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત કેનેડા (Canada)થી મોટા રાજકીય સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ પોતાના દેશમાં ભારે રાજકીય દબાણનો સામનો કરી રહેલા કેનેડા (Canada)ના...
10:19 AM Jan 06, 2025 IST | Dhruv Parmar
કેનેડામાંથી આવ્યા મોટા સમાચાર જસ્ટિન ટ્રુડો PM પદ પરથી રાજીનામું આપશે ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત કેનેડા (Canada)થી મોટા રાજકીય સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ પોતાના દેશમાં ભારે રાજકીય દબાણનો સામનો કરી રહેલા કેનેડા (Canada)ના...

કેનેડા (Canada)થી મોટા રાજકીય સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ પોતાના દેશમાં ભારે રાજકીય દબાણનો સામનો કરી રહેલા કેનેડા (Canada)ના PM જસ્ટિન ટ્રુડો રાજીનામું આપવા જઈ રહ્યા છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, જસ્ટિન ટ્રુડો સોમવારે અથવા આ અઠવાડિયાની અંદર જ કેનેડા (Canada)ના PM પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, જસ્ટિન ટ્રુડોના કાર્યકાળ દરમિયાન ભારત સહિત અન્ય ઘણા દેશો સાથે કેનેડા (Canada)ના સંબંધો બગડ્યા હતા. ભારતના દૃષ્ટિકોણથી આને સારા સમાચાર માનવામાં આવે છે.

નાયબ PM એ રાજીનામું આપી દીધું...

તાજેતરના સમયમાં કેનેડામાં જસ્ટિન ટ્રુડોના નેતૃત્વવાળી સરકારની લોકપ્રિયતા સતત ઘટી રહી છે. આ પહેલા ટ્રુડો સરકારના સૌથી શક્તિશાળી મંત્રી અને નાયબ PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે પણ રાજીનામું આપી દીધું હતું. આ રાજીનામું ટ્રુડો માટે મોટો ઝટકો માનવામાં આવે છે. તેઓ દેશના નાણામંત્રીનું પદ પણ સંભાળી રહ્યા હતા.

આ પણ વાંચો : Alert : ચીનમાં ફેલાયેલો ખતરનાક HMPV વાયરસ ભારત પહોંચ્યો, 8 મહિનાની બાળકી સંક્રમિત

ટ્રમ્પે ટ્રુડોની મજાક ઉડાવી હતી...

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તાજેતરમાં કેનેડા (Canada)ના PM જસ્ટિન ટ્રુડોની મજાક ઉડાવી હતી. ટ્રમ્પે ટ્રુડોને કેનેડા (Canada)ના ગવર્નર ગણાવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુડોને કેનેડાને અમેરિકાનું 51 મું રાજ્ય બનાવવાની ઓફર કરી હતી. હકીકતમાં, ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે જો કેનેડાની સરકાર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને ત્યાંથી અમેરિકા આવતા ગેરકાયદે ડ્રગ્સના પ્રવાહને રોકવામાં નિષ્ફળ જશે, તો કેનેડા પર 25 ટકા ડ્યુટી (ટેક્સ) લાદવામાં આવશે. ટ્રુડોએ આ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ પ્રકારની ફી કેનેડાની અર્થવ્યવસ્થાને બરબાદ કરશે.

આ પણ વાંચો : બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના યુગનો અંત, ચૂંટણી પંચે શરૂ કરી તૈયારીઓ, જાણો ક્યારે થશે ચૂંટણી

Tags :
canadaCanada pm Justin TrudeauDhruv ParmarGuajrat First NewsGuajratiGuajrati Newsindia canada tensionsJustin TrudeauJustin Trudeau reignationJustin Trudeau resign
Next Article