Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

હુબલી હંગામો: ભાજપની મહિલા કાર્યકર્તાએ પોલીસ પર લગાવ્યો કપડાં ફાડવાનો આરોપ

કર્ણાટકના હુબલીમાં ભાજપ કાર્યકર્તા સુજાતા હંડીની ધરપકડ દરમિયાન હંગામો થયો હતો. સુજાતાએ પોલીસ પર કપડાં ફાડવાનો અને ગેરવર્તનનો આરોપ લગાવ્યો છે, જ્યારે પોલીસે આ આરોપોને નકારતા જણાવ્યું કે મહિલાએ જાતે કપડાં ઉતારી ડ્રામા કર્યો હતો. આ ઘટનાને પગલે ભાજપે સિદ્ધારમૈયા સરકાર પર આકરા પ્રહારો કરી રાજ્યમાં 'અઘોષિત ઈમરજન્સી' જેવી સ્થિતિ હોવાનો દાવો કર્યો છે
હુબલી હંગામો  ભાજપની મહિલા કાર્યકર્તાએ પોલીસ પર લગાવ્યો કપડાં ફાડવાનો આરોપ
Advertisement

. ભાજપની મહિલા કાર્યકર્તાને એરેસ્ટ કરતી વખતે હંગામો
. પોલીસ પર મહિલાના કપડાં ફાડવાનો લગાવાયો આરોપ
. પોલીસે મહિલા દ્વારા લગાવાયેલા આરોપોને નકાર્યા

હુબલી: કર્ણાટકના હુબલીમાં ભાજપની એક મહિલા કાર્યકર્તાએ પોલીસ પર શોષણ અને કપડાં ફાડવાનો આરોપ લગાવ્યો છે. હુબલીના કેશવુર પોલીસ સ્ટેશનમાં મહિલાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવાય હતી. તેના પછી પોલીસકર્મીઓએ મહિલાને એરેસ્ટ કરી છે. મહિલાનો આરોપ છે કે જ્યારે તે આનો વિરોધ કરી રહી હતી, ત્યારે તેની સાથે ગેરવર્તન થયું. ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.જેમાં તેને એક બસમાં પુરુષ અને મહિલા પોલીસકર્મી મહિલાને ઘેરીને ઉભા છે.

Advertisement

કૉંગ્રેસ કોર્પોરેટરની ફરિયાદ હતી

એક ન્યૂઝચેનલના અહેવાલ મુજબ, ભાજપના કાર્યકર્તા સુજાતા ઉર્ફે વિજયલક્ષ્મી હંડી અને કૉંગ્રેસના કોર્પોરેટર સુવર્ણા કલાકુંતલા વચ્ચે પહેલેથી જ મતભેદ હતો. કોંગ્રેસ કોર્પોરેટરે મહિલા કાર્યકર્તા વિરુદ્ધ એક ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ફરિયાદ પર કાર્યવાહી કરતા પોલીસે સુજાતાને એરેસ્ટ કરી લીધી હતી. રિપોર્ટ મુજબ, સુજાતા પણ પહેલા કોંગ્રેસમાં હતી અને તાજેતરમાં તે ભાજપમાં સામેલ થઈ છે.

Advertisement

વીડિયોમાં ભાજપના કાર્યકર્તા સુજાતા સાથે કેટલાક પોલીસકર્મીઓ ઉભા છે. એક મહિલા પોલીસકર્મી તેને પકડવાની કોશિસ કરી રહી છે. મહિલા જોરજોરથી બૂમો પાડી રહી છે. એક પુરુષ પોલીસકર્મી પણ મહિલાને શાંત કરાવતો દેખાય રહ્યો છે.

એક મીડિયા અહેવાલ મુજબ, હુબલી-ધારવાડ પોલીસ કમિશનર શશી કુમારે કહ્યુ કે ઘટના ચાલુક્ય નગરમાં બની. કમિશનરે મહિલા દ્વારા લગાવવામાં આવેલા આરોપોને નકાર્યા છે અને કહ્યું કે એરેસ્ટ દરમિયાન સુજાતાએ પોલીસને રોકવાની ઘણી કોશિશ કરી હતી. જ્યારે તેને ગાડીમાં લઈ જવાઈ, ત્યારે તેણે કપડાં પહેરેલા હતા. પરંતુ ગાડીની અંદર જતાં જ તેણે પોતાના કપડાં જાતે ઉતાર્યા અને કપડાં બહાર ફેંકી દીધા. પછી અમારા સ્ટાફે તેને કપડાં લાવીને પહેરાવ્યા.

પોલીસે ક્હ્યું કે એરેસ્ટ દરમિયાન સુજાતાએ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો. તેમણે જણાવ્યું કે એક સબ ઈન્સ્પેક્ટરને ગંભીર ઈજાઓ થઈ છે. તેમણે એ પણ કહ્યું કે મહિલા વિરુદ્ધ 9 મામલા પહેલેથી જ નોંધાયેલા છે. જેમાં 5 ગત વર્ષે જ નોંધાયા છે.

રાજકીય વિવાદ

કર્ણાટકના ધારાસભ્ય અને પૂર્વ ડેપ્યુટી સીએમ આર. અશોકે ટ્વિટ કરીને આખી ઘટનાને વખોડી છે. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે કર્ણાટકના હુબલીમાં એક મહિલા કાર્યકર્તાને નિર્વસ્ત્ર કરવામાં આવી. તેની વિરુદ્ધ કોંગ્રેસ કોર્પોરેટરે ફરિયાદ નોંધાવી હતી. આ દર્શાવે છે કે રાજ્ય સરકાર કોઈ પ્રકારે નફરત ફેલાવવામાં લાગેલી છે. જે પ્રકારે દિવસેને દિવસે આ પ્રકારના મામલા વધી રહ્યા છે, તેનાથી સરકારને શરમ આવવી જોઈએ. કર્ણાટકમાં વિપક્ષી કાર્યકર્તાઓ પર હુમલા વધી રહ્યા છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારે રાજ્યમાં અઘોષિત ઈમરજન્સી લાગુ કરી દીધી છે.

આ ઘટના બાદથી જ રાજકીય વિવાદ તીવ્ર બન્યો છે. ભાજપના નેતાઓએ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની આલોચના કરી અને મામલા પર કડકાઈથી કાર્યવાહી કરવાની માગણી કરી છે.

આ પણ વાંચો:Bangladesh Hindu Attack : બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ હેવાનિયતની પરાકાષ્ઠા કરી પાર, હિન્દુ મહિલા પર દુષ્કર્મ આચર્યુ

Tags :
Advertisement

.

×