Poonch Attack : હવે આતંકીઓની ખેર નહીં, સેનાએ બનાવ્યો માસ્ટર પ્લાન
પુંછ ટેરર એટેક-જમ્મુ-કાશ્મીરના પુંછ વિસ્તારમાં શનિવારે સેનાના કાફલા પર થયેલી આતંકી ઘટના બાદ સુરક્ષાદળોને તપાસમાં જાણવા મળ્યું કે આ હુમલામાં આતંકીઓએ સ્ટીકી બોમ્બનો ઉપયોગ કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે લશ્કરના આતંકવાદીઓએ સેનાની ટ્રક પર 36 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ટ્રકમાંથી બે ગ્રેનેડ પિન પણ મળી આવી છે.
ઉલ્લેખનીય છે કે, હુમલાની મોડસ ઓપરેન્ડી ગયા વર્ષે કટરામાં થયેલા આતંકી હુમલા સાથે મેળ થાય છે. આતંકવાદીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન માટે સેના, રાજ્ય પોલીસ અને અર્ધલશ્કરી દળોના 2000 કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. સ્ટીકી બોમ્બ એ વિસ્ફોટક ઉપકરણો છે જેનો ઉપયોગ વાહનો પર હુમલો કરવા માટે થાય છે.આને રિમોટ વડે ઉડાવી શકાય છે અથવા ટાઈમર દ્વારા સેટ કરી શકાય છે.
આતંકવાદીઓને પકડવા માટે ઓપરેશન 2000 કમાન્ડો
આતંકવાદીઓના કાયરતાપૂર્ણ કૃત્ય પછી તેમને પાઠ ભણાવવા માટે સેના, રાજ્ય પોલીસ અને અર્ધલશ્કરી દળો દ્વારા પુંછમાં એક વિશાળ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અને આ સર્ચ ઓપરેશન માટે લગભગ 2000 કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે.
કટરા હુમલા સાથે મેલ થાય છે પુંછ અટેક
સૂત્રોના જણાવ્યા અનુસાર ફોરેન્સિક ટીમે આર્મીની ટ્રક પર ફાયર કરવામાં આવેલી 36 રાઉન્ડ ગોળીઓ સહિત તમામ સેમ્પલ એકત્ર કર્યા છે. સેનાના જવાનોને ટ્રકમાંથી બે ગ્રેનેડ પિન પણ મળી આવી છે. સેનાના જવાનને બહાર કાઢનારા ત્રણ પેરામેડિક્સના નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા. ઉપરાંત, હુમલાની મોડસ ઓપરેન્ડી ગયા વર્ષે કટરામાં થયેલા હુમલા જેવી જ જણાય છે.
હુમલાની ઉચ્ચ સ્તરીય તપાસ માટે ટીમો પહોંચી હતી
આ આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. દરેક વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. NIA બાદ હવે જમ્મુ-કાશ્મીર પોલીસની રાજ્ય તપાસ એજન્સી ઘટના સ્થળે પહોંચી છે. આ ટીમમાં ડીએસપી રેન્કના અધિકારીઓની સાથે SIAની ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.