ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ન્યુઝીલેન્ડમાં શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.8 નોંધાઈ

Earthquake in New Zealand : ન્યુઝીલેન્ડમાં તાજેતરમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.5 નોંધાઈ છે, અને આ ઘટના દેશના દક્ષિણ ટાપુના પશ્ચિમી કિનારે બની હતી, જે વિશે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું છે.
08:07 AM Mar 25, 2025 IST | Hardik Shah
Earthquake in New Zealand : ન્યુઝીલેન્ડમાં તાજેતરમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.5 નોંધાઈ છે, અને આ ઘટના દેશના દક્ષિણ ટાપુના પશ્ચિમી કિનારે બની હતી, જે વિશે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું છે.
Earthquake in New Zealand

Earthquake in New Zealand : ન્યુઝીલેન્ડમાં તાજેતરમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.5 નોંધાઈ છે, અને આ ઘટના દેશના દક્ષિણ ટાપુના પશ્ચિમી કિનારે બની હતી, જે વિશે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું છે. સાથે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, રિક્ટર સ્કેલ પર 6 થી 6.9ની તીવ્રતા ધરાવતો ભૂકંપ ઇમારતોના પાયામાં તિરાડો પેદા કરી શકે તેટલી શક્તિ ધરાવે છે.

ન્યુઝીલેન્ડમાં શક્તિશાળી ભૂકંપનો આંચકો

આજે ન્યુઝીલેન્ડમાં રિક્ટર સ્કેલ પર 6.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જે સ્થાનિક સમય મુજબ બપોરે 2:43 વાગ્યે અનુભવાયો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS)ના જણાવ્યા અનુસાર તેની તીવ્રતા 7.0 સુધી પહોંચી હતી, જ્યારે તેનું કેન્દ્રબિંદુ જમીનથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું, જેના કારણે ઇમારતોના પાયામાં તિરાડો પડવાની અને માળખાકીય નુકસાનની શક્યતા ઊભી થઈ છે, કારણ કે 6 થી 6.9ની તીવ્રતા આવી અસર કરી શકે છે; જિયોનેટના અહેવાલ મુજબ, છેલ્લા 24 કલાકમાં ન્યુઝીલેન્ડના અલગ-અલગ વિસ્તારોમાં 8 ભૂકંપના આંચકા નોંધાયા, જેમાં સવારે નેપિયરમાં 2.7ની નબળી તીવ્રતાનો પહેલો ભૂકંપ આવ્યો હતો, જ્યારે આ મોટા ભૂકંપ બાદ નુકસાન ટાળવા લોકો સતર્ક રહ્યા છે અને અધિકારીઓએ રાહત તેમજ બચાવ કામગીરી માટે તાત્કાલિક પગલાં શરૂ કર્યા છે.

ભૂકંપ શા માટે આવે છે?

ધરતીકંપ એ કુદરતી ઘટના છે જે પૃથ્વીની સપાટી પર થાય છે, મુખ્યત્વે પૃથ્વીની આંતરિક રચનામાં થતા તણાવ અને પ્રવૃત્તિઓને કારણે. ભારતમાં ભૂકંપનું મુખ્ય કારણ હિમાલય ક્ષેત્રમાં થતી ટેક્ટોનિક પ્રવૃત્તિઓ છે. અહીં તણાવ ભારતીય પ્લેટ અને યુરેશિયન પ્લેટ વચ્ચેની અથડામણને કારણે છે. આ જ કારણ છે કે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને ઉત્તર-પૂર્વ ભારત ભૂકંપ પ્રત્યે સંવેદનશીલ છે. મહત્વનું છે કે, ટેક્ટોનિક પ્લેટો વચ્ચે તેમની હિલચાલ, અથડામણ, ઉદય અને પતનને કારણે સતત તણાવ રહે છે. આનાથી ઉર્જા ઉત્પન્ન થાય છે, તેથી જો હળવા ભૂકંપ આવતા રહે, તો આ ઉર્જા મુક્ત થતી રહે છે અને મોટા ભૂકંપની શક્યતા રહે છે. જો આ પ્લેટો વચ્ચેનું તણાવ વધારે હોય, તો ઉર્જા દબાણ પણ વધે છે અને તે ઝડપથી એકસાથે બહાર આવવાનો પ્રયાસ કરે છે, જેના કારણે ક્યારેક ભયંકર ભૂકંપ આવવાની શક્યતા રહે છે.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?

આ પણ વાંચો :   લદ્દાખના કારગિલમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ, જમ્મુ-કાશ્મીરમાં પણ અનુભવાયા આંચકા

Tags :
earthquakeEarthquake in New ZealandGujarat FirstGUJARAT FIRST NEWSHardik Shah
Next Article