ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પ્રશાંત કિશોરે સીઝફાયર પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- આપણે તેને વધુ 2 દિવસ ચાલુ રાખવા દેવુ જોઈતુ હતુ

પ્રશાંત કિશોરે કહ્યું કે સેનાને ઓપરેશન સિંદૂર માટે વધુ બે દિવસનો સમય આપવો જોઈતો હતો. તેમણે કહ્યું કે આપણે પાકિસ્તાનને હરાવી રહ્યા હતા અને જો પાકિસ્તાન સીઝફાયર ઈચ્છતું હતું તો આપણે કેમ તૈયાર થયા?
02:10 PM Jun 01, 2025 IST | MIHIR PARMAR
પ્રશાંત કિશોરે કહ્યું કે સેનાને ઓપરેશન સિંદૂર માટે વધુ બે દિવસનો સમય આપવો જોઈતો હતો. તેમણે કહ્યું કે આપણે પાકિસ્તાનને હરાવી રહ્યા હતા અને જો પાકિસ્તાન સીઝફાયર ઈચ્છતું હતું તો આપણે કેમ તૈયાર થયા?
PK raised questions on ceasefire gujarat first

Prashant Kishor: જન સૂરાજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોરે ઓપરેશન સિંદૂર (Operation Sindoor)બાદ પાકિસ્તાન સાથેના સીઝફાયર પર સવાલ ઉઠાવ્યા છે. પ્રશાંત કિશોરે કહ્યું કે જ્યારે આપણે પાકિસ્તાનને હરાવી રહ્યા હતા તો આપણે તેમની સાથે સીઝફાયર કેમ કર્યુ. સેનાને ઓપરેશન માટે વધુ બે દિવસનો સમય આપવો જોઈતો હતો.

બિહારના પૂર્વ ચંપારણમાંથી ચૂંટણી વ્યૂહરચનાકાર બનેલા પીકેએ કહ્યું, 'મેં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરનું નિવેદન વાંચ્યું છે, જેઓ શિક્ષિત અને સમજદાર વ્યક્તિ છે. તેમણે કહ્યું કે સીઝફાયર પાકિસ્તાનની પહેલ પર કરવામાં આવ્યું હતુ. હું વિચારી રહ્યો છું કે જો પાકિસ્તાન સીઝફાયર ઈચ્છે છે તો તેનો મતલબ કે સેના બરાબર કામ કરી રહી છે. આપણે પાકિસ્તાનને હરાવી રહ્યા હતા અને જો પાકિસ્તાન સીઝફાયર ઇચ્છતું હતું તો આપણે શા માટે સંમત થયા?'

સેનાને વધુ 2 દિવસ આપવા જોઈતા હતા

પ્રશાંત કિશોરે કહ્યું કે સેનાને આ ઓપરેશન માટે વધુ 2 દિવસ આપવા જોઈતા હતા. તેમણે કહ્યું, 'જો પાકિસ્તાન સીઝફાયર ઇચ્છતું ન હતું, તો તે જે દાવો કરી રહ્યા છે તે ખોટો છે... જ્યારે પાકિસ્તાન બેકફૂટ પર હતું અને તમારી પાસે સીઝફાયરની ભીખ માંગી રહ્યું હતું, ત્યારે તમે સીઝફાયર કેમ કર્યું? આ તમારી સામે છે, તેઓ જે કહી રહ્યા છે તે ખોટું છે.'

પાકિસ્તાનને પાઠ ભણાવવો જોઈતો હતોઃ પીકે

પીકેએ કહ્યું કે ભારતીય સેના અને જનતા બંનેએ પહેલેથી જ પોતાનું મન બનાવી લીધું હતું. સરકારે સાયરન વગાડીને મોકડ્રીલ પણ કરી હતી, આવી સ્થિતિમાં ભારતીય સેનાને તેનું ઓપરેશન ચાલુ રાખવાની અને પાકિસ્તાનને પાઠ ભણાવવાની મંજૂરી આપવી જોઈતી હતી.

આ પણ વાંચો :  Bihar : પતિ, પત્ની ઔર વોના કિસ્સામાં આખી પંચાયત સામે સેથામાં સિંદૂર પૂર્યુ

ટ્રમ્પ પર ભરોસો કેમ?

જનસુરજના સંસ્થાપક કહે છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સીઝફાયરનો શ્રેય લીધો છે, કદાચ તેમને શાંતિ પુરસ્કારની અપેક્ષા હોય. આ દરમિયાન, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ ફક્ત તેમના વિદેશ પ્રધાન એસ જયશંકર પર વિશ્વાસ કરશે. તેમણે કહ્યું, 'આપણે ટ્રમ્પ પર કેમ વિશ્વાસ કરવો જોઈએ? અમને અમારા વિદેશ મંત્રી પર વિશ્વાસ છે.'

પાકિસ્તાને ભારતને સીઝફાયરની વિનંતી કરી

પહેલગામ આતંકવાદી હુમલાનો જવાબ આપવા માટે, ભારતીય દળોએ 6-7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર ચલાવ્યું, જેમાં તેઓએ પાકિસ્તાનની સરહદમાં પ્રવેશ કર્યો અને 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આ ઓપરેશનમાં 100થી વધુ આતંકીઓ પણ માર્યા ગયા હતા. પાકિસ્તાને સૈન્ય કાર્યવાહી કરીને બદલો લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય દળોએ તેના 11 એરબેઝને નષ્ટ કરી દેતાં તેની તમામ તૈયારીઓ વ્યર્થ ગઈ. એટલું જ નહીં તેની લાહોર સ્થિત એર ડિફેન્સ સિસ્ટમ પણ નષ્ટ કરી દેવામાં આવી હતી. જે બાદ પાકિસ્તાનના DGMOએ ભારતીય DGMOને ફોન કરીને સીઝફાયરની વિનંતી કરી હતી.

આ પણ વાંચો :  Lucknow : સપા સાંસદ પ્રિયા સરોજ અને ક્રિકેટર રિંકુ સિંહના લગ્નની તારીખ નક્કી થઈ, આ દિવસે લેશે સાત ફેરા

Tags :
Cease fire DebateGujarat Firstindia pakistan ceasefireIndia Strikes BackIndian-ArmyjaishankarMihir Parmarnational securityOperation SindoorPakistan Back footPK On CeasefirePrashant Kishor
Next Article