Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Pratik Yadavના મોતનું ખુલ્યું રહસ્ય, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

સમાજવાદી પાર્ટીના દિગ્ગજ પરિવારના પુત્ર પ્રતીક યાદવના અચાનક નિધનથી સમગ્ર ઉત્તર પ્રદેશ સ્તબ્ધ છે. 38  વર્ષના ફિટનેસ પ્રેમી પ્રતીકનું હૃદય કયા સંજોગોમાં થંભી ગયું, તે હવે મેડિકલ રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે. લોહીના ગંઠાઈ જવાની પ્રક્રિયા (Blood Clotting) અને ફેફસાંમાં ફેલાયેલા ચેપે કેવી રીતે જાન લીધી અને વિસેરા રિપોર્ટ હવે કયા નવા રહસ્યો ખોલશે, તે જાણવા આ અહેવાલ ચોક્કસ વાંચો.
pratik yadavના મોતનું ખુલ્યું રહસ્ય  પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
Advertisement
  • પલ્મોનરી નસોમાં બ્લોકેજને કારણે પ્રતીકનું  હૃદય અને શ્વસનતંત્ર બંધ થયું (Pratik Yadav Post-mortem)
  • વધુ તપાસ માટે હૃદય, ફેફસાંના નમૂના અને વિસેરા સુરક્ષિત રખાયા
  • શરીર પર મળેલી તમામ ઈજાઓ મૃત્યુ પહેલાની હોવાની પુષ્ટિ

ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતા અપર્ણા યાદવ (Aparna Yadav) ના પતિ અને સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવના પુત્ર પ્રતીક યાદવ (Pratik Yadav) ના પોસ્ટમોર્ટમ રિપોર્ટ (Post-mortem Report) માં તેમના મૃત્યુનું ચોક્કસ કારણ સામે આવ્યું છે. સપા પ્રમુખ અખિલેશ યાદવના નાના ભાઈના આકસ્મિક અવસાનથી રાજકીય જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.

Pratik Yadav Post-mortem:  પ્રતીક યાદવની મોતનું કારણ

તબીબી અહેવાલ મુજબ, પ્રતીક યાદવના શરીરમાં લોહીનો ગંઠાઈ (Blood Clot) ગયો હતો. આ ગંઠાઈ શરીરના નીચેના ભાગથી ઉપર તરફ ફેલાઈ હતી, જેના કારણે ફેફસાંમાં ગંભીર ચેપ (Lung Infection) લાગ્યો હતો. પલ્મોનરી નસોમાં લોહી જામી જવાને કારણે હૃદય અને શ્વસનતંત્રએ અચાનક કામ કરવાનું બંધ કરી દીધું હતું, જેને પરિણામે 'કાર્ડિયાક અરેસ્ટ' (Cardiac Arrest) થયો હતો.

Advertisement

Advertisement

વિસેરા રિપોર્ટની રાહ

ડોક્ટરોએ વધુ ઝીણવટભરી તપાસ માટે હૃદય અને ફેફસાંના કેટલાક નમૂનાઓ સાચવી રાખ્યા છે. આ ઉપરાંત, શરીરના મહત્વના અંગો (Visera) ને રાસાયણિક વિશ્લેષણ માટે સુરક્ષિત કરી પોલીસને સોંપવામાં આવ્યા છે. રિપોર્ટમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે શરીર પર જોવા મળેલી તમામ ઈજાઓ 'પ્રી-મોર્ટમ' (Pre-mortem injuries) હતી, એટલે કે મૃત્યુ પહેલાની હતી.

પ્રતીક યાદવનું વહેલી સવારે થયું મોત

૩૮ વર્ષીય પ્રતીક યાદવનું નિધન બુધવારે સવારે, 13 May, 2026 ના રોજ થયું હતું. સવારે અંદાજે 5:00 વાગ્યે તેમને લખનૌની સિવિલ હોસ્પિટલ (Civil Hospital, Lucknow) માં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં પહોંચતા પહેલા જ તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. હોસ્પિટલના ડાયરેક્ટર જી.સી. ગુપ્તા (G.C. Gupta) એ પુષ્ટિ કરી હતી કે તેમને 'બ્રોટ ડેડ' જાહેર કરવામાં આવ્યા હતા.

શોકાતુર અખિલેશ યાદવ

ભાઈના અવસાનના સમાચાર મળતા જ અખિલેશ યાદવ (Akhilesh Yadav) કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (KGMU) ના શબઘર પહોંચ્યા હતા. ભાવુક થઈને તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, પ્રતીક તેના સ્વાસ્થ્ય બાબતે ખૂબ જ જાગૃત હતો અને એકદમ ફિટ હતો. મેં પોતે પણ તેને ઘણીવાર પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા ટકોર કરી હતી.

આ પણ વાંચો:  Prateek Yadav Net Worth : 5 કરોડની લેમ્બોર્ગિની અને લક્ઝરી જીમના માલિક, જાણો શાનદાર લાઈફસ્ટાઈલ અને નેટવર્થ

Tags :
Advertisement

.

×