ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

'પ્રવેશ વર્મા ખુલ્લેઆમ મહિલાઓને 1100 રૂપિયા વહેંચી રહ્યા છે', કેજરીવાલે મુખ્ય ચૂંટણી કમિશનરને કરી ફરિયાદ

અરવિંદ કેજરીવાલે મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર આપીને ભાજપ નેતા પ્રવેશ વર્માના ઘરે તાત્કાલિક દરોડા પાડવાની અપીલ કરી છે.
04:15 PM Jan 09, 2025 IST | MIHIR PARMAR
અરવિંદ કેજરીવાલે મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર આપીને ભાજપ નેતા પ્રવેશ વર્માના ઘરે તાત્કાલિક દરોડા પાડવાની અપીલ કરી છે.
kejarival

Delhi Assembly elections : દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત થયા બાદ રાજધાની દિલ્હીમાં રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. દિલ્હીના AAPના સંયોજક અરવિંદ કેજરીવાલે મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર આપીને ભાજપ નેતા પ્રવેશ વર્માના ઘરે તાત્કાલિક દરોડા પાડવાની અપીલ કરી છે.

કેજરીવાલે મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર આપ્યો

આજે (ગુરુવારે) આમ આદમી પાર્ટીનું એક પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળ્યું હતુ. સૂત્રોનું કહેવું છે કે, અરવિંદ કેજરીવાલે મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર આપીને ભાજપ નેતા પ્રવેશ વર્માના ઘરે તાત્કાલિક દરોડા પાડવાની અપીલ કરી છે.

DEOને સસ્પેન્ડ અને ટ્રાન્સફર કરવાની પણ માંગ

સૂત્રોના જણાવ્યા અનુસાર, કેજરીવાલે ભાજપ નેતા પ્રવેશ વર્મા પર મહિલાઓમાં ખુલ્લેઆમ 1100 રૂપિયા વહેંચવાનો આરોપ લગાવ્યો છે. તે નોકરીઓનું વચન આપીને લોકો પાસેથી મત માંગી રહ્યા છે અને ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. કેજરીવાલે તાત્કાલિક અસરથી DEOને સસ્પેન્ડ અને ટ્રાન્સફર કરવાની પણ માંગ કરી છે.

આ પણ વાંચો :  દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ચૂંટણી ઢંઢેરામાં આ જાહેરાત થશે!

Tags :
AAP convenorappealingArvind KejriwalChief Election CommissionerDelegationDelhiDelhi Assembly ElectionsElection CommissionGujarat Firsthouse of BJP leaderimmediate raidletterParvesh Vermapolitical situationWritten
Next Article