ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Prayagraj: અંબાણી પરિવારની ચાર પેઢીએ મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું, જુઓ આ તસવીરો

Prayagraj: મુકેશ અંબાણીએ આજે તેમની માતા, પુત્રો અને પૌત્રો સાથે પ્રયાગરાજમાં મહાકુંભના પવિત્ર પ્રસંગે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું.
08:12 PM Feb 11, 2025 IST | VIMAL PRAJAPATI
Prayagraj: મુકેશ અંબાણીએ આજે તેમની માતા, પુત્રો અને પૌત્રો સાથે પ્રયાગરાજમાં મહાકુંભના પવિત્ર પ્રસંગે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું.
Mukesh Ambani family
  1. મહાકુંભના પવિત્ર પ્રસંગે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું
  2. અંબાણી પરિવારની ચાર પેઢીએ આધ્યાત્મિક યાત્રામાં ભાગ લીધો
  3. નિરંજનિ અખાડાના સ્વામી કૈલાશાનંદ ગિરિજી મહારાજે ગંગા પૂજા કરાવી

Prayagraj: પ્રયાગરાજમાં અત્યારે કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યાં છે. આમાં મુકેશ અંબાણીએ આજે તેમની માતા, પુત્રો અને પૌત્રો સાથે પ્રયાગરાજમાં મહાકુંભના પવિત્ર પ્રસંગે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. મુકેશ અંબાણીએ તેમની માતા કોકિલાબેન, પુત્રો આકાશ અને અનંત, પુત્રવધુઓ શ્લોકા અને રાધિકા, પૌત્ર-પૌત્રીઓ પૃથ્વી અને વેદા તથા બહેનો દીપ્તિ સલગાંવકર અને નીના કોઠારી સાથે સ્નાન કર્યું. તેમની સાથે અંબાણીના સાસુ પૂનમબેન દલાલ અને સાળી મમતાબેન દલાલ પણ હાજર રહ્યા હતાં.

આ પણ વાંચો: મહામંડલેશ્વર પદ માટે મમતા કુલકર્ણી પાસેથી આટલા લાખ રૂપિયા માંગવામાં આવ્યા હતા

અંબાણી પરિવારે પ્રસાદી અને લાઈફ જેકેટ્સનું વિતરણ કર્યું

અંબાણી પરિવારની ચાર પેઢીએ ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમસ્થળે લાખો શ્રદ્ધાળુઓ સાથે આ આધ્યાત્મિક યાત્રામાં ભાગ લીધો હતો. નિરંજનિ અખાડાના સ્વામી કૈલાશાનંદ ગિરિજી મહારાજે ગંગા પૂજા કરાવી હતી. તે પછી અંબાણી પરિવારે પરમાર્થ નિકેતન આશ્રમના સ્વામી ચિદાનંદ સરસ્વતી મહારાજ સાથે મુલાકાત કરી હતી. આશ્રમમાં અંબાણી પરિવાર દ્વારા પ્રસાદી અને લાઇફ જૅકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું.

આ પણ વાંચો: Mahakumbh : કાશીમાં ભક્તોનો ધસારો... રસ્તાઓ, ઘાટ, મંદિરો પર બધે ભીડ લાગી

‘તીર્થયાત્રી સેવા’ દ્વારા મહાકુંભના શ્રદ્ધાળુઓની સેવા કરાય છે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તેની ‘તીર્થયાત્રી સેવા’ દ્વારા મહાકુંભના શ્રદ્ધાળુઓની સેવા કરી રહી છે. આ સર્વસમાવિષ્ટ પહેલનો ઉદ્દેશ્ય યાત્રીઓની સુખાકારી અને કુંભ મેળાના આ મહાસંગ્રહમાં તેમની યાત્રાને સુગમ બનાવવાનો છે. ‘વી કેર’ ફિલોસોફી અનુસાર, રિલાયન્સ શ્રદ્ધાળુઓ માટે પૌષ્ટિક ભોજન (અન્ન સેવા), વ્યાપક આરોગ્યસુવિધા, સલામત પરિવહન અને કનેક્ટિવિટી સહિતની વિવિધ સેવાઓ પ્રદાન કરી રહી છે. કંપની દ્વારા વધુ સુવિધાઓમાં પવિત્ર નદીમાં સુરક્ષા, આરામદાયક વિશ્રામ ઝોન, સ્પષ્ટ માર્ગદર્શન અને પ્રશાસન, પોલીસ અને લાઇફગાર્ડ્સ માટે સહાયતાની વ્યવસ્થા સામેલ છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Ambani FamilyGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top Newsholy bathLatest Gujarati NewsMahakumbh-2025mukesh ambani familyMukesh Ambani in MahakumbhMukesh Ambani in PrayagrajPrayagraj
Next Article