Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Prayagraj મહાકુંભમાં જઈ રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો કાળ, બોલેરો અને બસના અકસ્માતમાં 10ના મોત

Bolero and Bus Accident: પ્રયાગરાજમાં એક બોલેરો અને બસના અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં 10 શ્રદ્ધાળુઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
prayagraj મહાકુંભમાં જઈ રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો કાળ  બોલેરો અને બસના અકસ્માતમાં 10ના મોત
Advertisement
  1. બધા શ્રદ્ધાળુઓ લોકો મહાકુંભમાં સ્નાન કરવા જઈ રહ્યાં હતાં
  2. પ્રયાગરાજમાં મોટી રાત્રે 2.30 વાગ્યે મેજા નજીક અકસ્માત થયો હતો
  3. અકસ્માતમાં 10 શ્રદ્ધાળુઓના મોત થયા હોવાનું સામે આવ્યું

Bolero and Bus Accident: યુપીના પ્રયાગરાજમાં બોલેરો બસ સાથે અથડાતા અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 10 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. આ સાથે સાથે 19 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત મોડી રાત્રે 2.30 વાગ્યે પ્રયાગરાજ-મિર્ઝાપુર હાઇવે પર મેજા વિસ્તારમાં થયો હતો. વિગતો એવી પણ સામે આવી છે કે, ટક્કર એટલી ગંભીર હતી કે બોલેરોનો આગળનો ભાગ તૂટી ગયો. ભક્તોને રસ્તા પર ફેંકી દેવામાં આવ્યા. ઘણા શ્રદ્ધાળુઓ બોલેરોમાં ફસાઈ ગયા હતા. બોલેરોમાંથી મૃતદેહ કાઢવામાં પણ 3 કલાક લાગ્યાં હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Mahakumbhના આયોજન અંગે CM યોગીનો અખિલેશ યાદવ પર વળતો પ્રહાર

Advertisement

બસમાં મુસાફરી કરી રહેલા લોકોને ઈજા થઈ

નોંધની છે કે, અત્યારે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી દીધી છે અને શ્રદ્ધાળુઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યાં છે. અકસ્માત બાદ ડીએમ રવિન્દ્ર કુમાર મંધડ અને કમિશનર અને તરુણ ગાબા ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી. બસમાં મુસાફરી કરી રહેલા લોકોને ઈજા થઈ છે. અકસ્માતની ઘટના બનતાની સાથે ઘટના સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યાં હતાં.

Advertisement

આ પણ વાંચો: Mahakumbh 2025 : મહાકુંભમાં બનશે ચાર મોટા વર્લ્ડ રેકોર્ડ

ડ્રાઈવરે બ્રેક લગાવી પરંતુ બોલેરો બસ સાથે અથડાઈ

મળતી વિગતો પ્રમાણે બસના મુસાફરો મધ્યપ્રદેશના રાજગઢના રહેવાસી હતા અને સંગમમાં સ્નાન કરીને વારાણસી જઈ રહ્યા હતા. અકસ્માત મામલે વિગતો આપતા એસપી યમુનાપર વિવેક યાદવે જણાવ્યું હતું કે બોલેરોમાં સવાર બધા મુસાફરો પુરુષો હતા. એટલું જ નહીં પરંતુ બોલેરોની ગતિ વધુ હતી. બસના ડ્રાઈવરે બ્રેક લગાવી પરંતુ બોલેરો બસ સાથે અથડાઈ ગઈ હતી અને મોટો ગંભીર અકસ્માત થયો સર્જાયો હતો.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×