Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Uttarkashi Tunnel Rescue : શ્રમિકો માટે એરલિફ્ટની તૈયારી, ચિનૂક હેલિકોપ્ટર તૈનાત, AIIMS એલર્ટ પર

ઉત્તરાખંડના સિલ્ક્યારા-ડડલગાંવ ટનલમાં 12 નવેમ્બરથી ફસાયેલા 41 મજૂરો થોડીવારમાં બહાર આવશે. SDRFની ટીમ સ્ટ્રેચર અને ગાદલા સાથે ટનલની અંદર પહોંચી ગઈ છે. ટનલની અંદર એમ્બ્યુલન્સ પણ પહોંચી રહી છે. NDRFની ટીમ 17 દિવસથી ફસાયેલા 41 મજૂરોને ટનલમાંથી બહાર કાઢશે. ટનલની...
uttarkashi tunnel rescue    શ્રમિકો માટે એરલિફ્ટની તૈયારી  ચિનૂક હેલિકોપ્ટર તૈનાત  aiims એલર્ટ પર
Advertisement

ઉત્તરાખંડના સિલ્ક્યારા-ડડલગાંવ ટનલમાં 12 નવેમ્બરથી ફસાયેલા 41 મજૂરો થોડીવારમાં બહાર આવશે. SDRFની ટીમ સ્ટ્રેચર અને ગાદલા સાથે ટનલની અંદર પહોંચી ગઈ છે. ટનલની અંદર એમ્બ્યુલન્સ પણ પહોંચી રહી છે. NDRFની ટીમ 17 દિવસથી ફસાયેલા 41 મજૂરોને ટનલમાંથી બહાર કાઢશે. ટનલની નજીક એક બેઝ હોસ્પિટલ છે. જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવશે. આ પછી મજુરો માટે એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે. તેમને 30-35 કિમી દૂર ચિન્યાલીસૌડમાં લઈ જવામાં આવશે. ત્યાં 41 બેડની વિશેષ હોસ્પિટલ બનાવવામાં આવી છે. એમ્બ્યુલન્સ સાથે સ્પેશિયલ ડોકટકર પણ રહેશે. જો કોઈપણ મજૂરની સ્થિતિ વધુ ખરાબ લાગે છે, તો તેને તાત્કાલિક એરલિફ્ટ કરીને ઋષિકેશ AIIMS લઈ જવામાં આવશે.

Advertisement

8 મીટરે પહોંચ્યા છીએ- NDMAના સભ્ય

Advertisement

NDMAના સભ્ય લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈને જણાવ્યું કે 24 કલાકથી ઓછા સમયમાં 10 મીટર જેટલુ મેન્યુઅલી કામ કરવામાં આવ્યુ હતું. હાલ 58 મીટર સુધી પહોંચી ગયા છીએ. ઓગર મશીનના પ્રેશરથી કામગીરી કરવામાં આવી રહી છે. રેટ માઇનર્સ, નિષ્ણાંતો તથા આર્મી એન્જિનિયર્સ મળીને કામ કરી રહ્યા છે. તેઓના સહકારથી 58 મીટર સુધી ખોદકામ કરવામાં સફળ રહ્યા છીએ.

58 મીટરે પહોંચ્યા છીએ- NDMAના સભ્ય

NDMAના સભ્ય લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈને જણાવ્યું કે 24 કલાકથી ઓછા સમયમાં 10 મીટર જેટલુ મેન્યુઅલી કામ કરવામાં આવ્યુ હતું. હાલ 58 મીટર સુધી પહોંચી ગયા છીએ. ઓગર મશીનના પ્રેશરથી કામગીરી કરવામાં આવી રહી છે. રેટ માઇનર્સ, નિષ્ણાંતો તથા આર્મી એન્જિનિયર્સ મળીને કામ કરી રહ્યા છે. તેઓના સહકારથી 58 મીટર સુધી ખોદકામ કરવામાં સફળ રહ્યા છીએ.

NDRFની ટીમ ટનલની અંદર પહોંચી

એક્યુરેટ કોંક્રીટ સોલ્યુશન્સના એમ.ડી અક્ષત કાત્યાલે જણાવ્યુ કે પાઈપને કોઈપણ અડચણ વિના ખૂબ જ સાવધાનીપૂર્વક અંદર ધકેલવામાં આવી છે. હાલ સફળતા પૂર્વક પાઇપ પસાર થઈ ગઈ છે. શ્રમિકોને બચાવવાનું કામ શરૂ થઈ ગયું છે. . NDRF ની ટીમો અંદર પ્રવેશી છે. ત્યાં જઇને 3 ફ્રેઝમાં શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવશે. પહેલા તો સ્થિતિ શું છે તે જોશે અને ત્યારબાદ શ્રમિકો બચાવવા માટે મોકડ્રીલ કરશે. આમ 3-4 ફેઝ બાદ એક રેમ્પ બન્યા બાદ શ્રમિકોને બહાર કાઢવામાં આવશે.

ટનલની અંદર બનાવી અસ્થાયી હોસ્પિટલ

બચાવ કામગીરીને કારણે ટનલની અંદર અસ્થાયી તબીબી સુવિધાનો વિસ્તાર કરવામાં આવ્યો છે. ફસાયેલા શ્નમિકોને બહાર કાઢ્યા બાદ આ સ્થળે આરોગ્ય પ્રશિક્ષણ આપવામાં આવશે. કોઈપણ સમસ્યાના કિસ્સામાં આરોગ્ય વિભાગ દ્વારા 8 પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે અને તબીબો અને નિષ્ણાતોની ટીમ તૈનાત કરવામાં આવી છે.

આ  પણ  વાંચો - એમ્બ્યુલન્સ માટે ગ્રીન કોરિડોર તૈયાર, NDRF દોરડા અને સ્ટ્રેચર સાથે ટનલમાં પ્રવેશી…

Tags :
Advertisement

.

×