Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે રાષ્ટ્રપતિએ નોંધાવ્યો વિરોધ, જાણો શું કહ્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 8 એપ્રિલ 2025ના સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય સામે તીવ્ર વાંધો ઉઠાવ્યો છે, જેમાં રાજ્યપાલો અને રાષ્ટ્રપતિ માટે વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા બિલો પર નિર્ણય લેવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે રાષ્ટ્રપતિએ નોંધાવ્યો વિરોધ  જાણો શું કહ્યું
Advertisement
  • સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે રાષ્ટ્રપતિએ નોંધાવ્યો વિરોધ
  • બિલની ડેડલાઈન તથા પાવર મુદ્દે પૂછ્યા 14 સવાલો
  • 8 એપ્રિલે સુપ્રીમે બિલ પર નિર્ણય મુદ્દે આપ્યો હતો નિર્ણય
  • નિર્ણયને બંધારણના મૂલ્યો, વ્યવસ્થા વિરૂદ્ધ ગણાવ્યો
  • અનુચ્છેદ 143(1) હેઠળ સુપ્રીમ કોર્ટને પૂછ્યા 14 સવાલો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (President Draupadi Murmu) એ 8 એપ્રિલ 2025ના સુપ્રીમ કોર્ટ (Supreme Court) ના ઐતિહાસિક નિર્ણય સામે તીવ્ર વાંધો ઉઠાવ્યો છે, જેમાં રાજ્યપાલો અને રાષ્ટ્રપતિ (Governors and the President) માટે વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા બિલો પર નિર્ણય લેવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ આ નિર્ણયને બંધારણીય મૂલ્યો (constitutional values) અને પ્રણાલીઓની વિરુદ્ધ ગણાવ્યો અને તેને બંધારણની મર્યાદાઓનું અતિક્રમણ ગણાવ્યું. આ મામલે સ્પષ્ટતા મેળવવા માટે, રાષ્ટ્રપતિએ બંધારણની કલમ 143(1) હેઠળ સુપ્રીમ કોર્ટ (Supreme Court) ને 14 મહત્વપૂર્ણ બંધારણીય પ્રશ્નો મોકલીને અભિપ્રાય માંગ્યો છે, જેનો ઉપયોગ ભાગ્યે જ થાય છે.

સુપ્રીમ કોર્ટનો નિર્ણય: બિલો પર સમય મર્યાદા

સુપ્રીમ કોર્ટની બેન્ચ, જેમાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને આર. મહાદેવનનો સમાવેશ હતો, તેમણે 8 એપ્રિલ 2025ના રોજ એક નોંધપાત્ર ચુકાદો આપ્યો. આ ચુકાદામાં જણાવાયું કે રાજ્યપાલે વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલ પર 3 મહિનાની અંદર નિર્ણય લેવો જોઈએ, એટલે કે બિલને મંજૂર કરવું, પુનર્વિચારણા માટે પરત મોકલવું અથવા રાષ્ટ્રપતિને આગળ મોકલવું. જો વિધાનસભા બિલને ફરીથી પસાર કરે, તો રાજ્યપાલે એક મહિનાની અંદર સંમતિ આપવી જરૂરી છે. આ ઉપરાંત, જો બિલ રાષ્ટ્રપતિને મોકલવામાં આવે, તો તેમણે પણ 3 મહિનાની અંદર નિર્ણય લેવો જોઈએ. કોર્ટે એમ પણ જણાવ્યું કે જો બિલ આ સમયગાળામાં પેન્ડિંગ રહે, તો તેને 'મંજૂર' ગણવામાં આવશે.

Advertisement

રાષ્ટ્રપતિનો વિરોધ: બંધારણીય ભાવનાનું ઉલ્લંઘન

રાષ્ટ્રપતિ મુર્મુએ આ નિર્ણયને બંધારણની ભાવના અને જોગવાઈઓની વિરુદ્ધ ગણાવ્યો. તેમણે દલીલ કરી કે બંધારણની કલમ 200 (રાજ્યપાલની સત્તાઓ) અને કલમ 201 (રાષ્ટ્રપતિની સત્તાઓ)માં બિલો પર નિર્ણય લેવા માટે કોઈ સમય મર્યાદા નિર્ધારિત નથી. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના વિવેકાધીન નિર્ણયો સંઘીય માળખું, રાષ્ટ્રીય સુરક્ષા, કાયદાઓની એકરૂપતા અને સત્તાઓના વિભાજન જેવા જટિલ પરિબળો પર આધારિત હોય છે. તેમણે 'મંજૂર'ની વિભાવનાને પણ નકારી કાઢી, જણાવતાં કે આવું માનવું બંધારણીય વ્યવસ્થાને નબળી પાડે છે અને રાષ્ટ્રપતિ તથા રાજ્યપાલની સત્તાઓને મર્યાદિત કરે છે.

Advertisement

તમિલનાડુ મુદ્દો અને પોકેટ વીટો

આ વિવાદનું મૂળ તમિલનાડુ સરકારે રાજ્યપાલ આર.એન. રવિ દ્વારા બાકી બિલોને મંજૂરી ન આપવા સામે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં રહેલું છે. સુપ્રીમ કોર્ટે રાજ્યપાલના નિર્ણયને ફગાવી દીધો અને સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રપતિને 'પોકેટ વીટો'નો અધિકાર નથી, એટલે કે તેઓ બિલ પર નિર્ણયને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખી શકતા નથી. કોર્ટે એમ પણ જણાવ્યું કે કલમ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો ન્યાયિક સમીક્ષાને આધીન છે. આ નિર્ણયના પગલે, રાષ્ટ્રપતિ મુર્મૂએ તમિલનાડુ મુદ્દાને ધ્યાનમાં રાખીને 14 પ્રશ્નો સાથે સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય માંગ્યો.

  • જ્યારે રાજ્યપાલ સામે બંધારણના અનુચ્છેદ 200 હેઠળ કોઈ બિલ રજૂ કરવામાં આવે છે, તો તેમની સામે બંધારણીય વિકલ્પ શું હોય છે?
  • શું રાજ્યપાલ ભારતના બંધારણના અનુચ્છેદ 200 હેઠળ કોઈ બિલને રજૂ કર્યા બાદ તેના પર ઉપલબ્ધ તમામ વિકલ્પોનો પ્રયોગ કરતા સમયે મંત્રીપરિષદ દ્વારા આપવામાં આવેલી સહાયતા અને સલાહ અનુસરવા બંધાયેલા છે?
  • શું રાજ્યપાલ દ્વારા ભારતના બંધારણના અનુચ્છેદ 200 હેઠળ બંધારણીય વિવેકાધિકારનો ઉપયોગ વાજબી છે?
  • શું ભારતના બંધારણનો અનુચ્છેદ 361 ભારતના બંધારણના અનુચ્છેદ 200 હેઠળ રાજ્યપાલના કાર્ય સંબંધિત ન્યાયિક સમીક્ષા પર પૂર્ણ પ્રતિબંધ લગાવે છે?
  • બંધારણીય રીતે નિર્ધારિત સમય મર્યાદા અને રાજ્યપાલ દ્વારા સત્તાના ઉપયોગની રીતની ગેરહાજરીમાં, શું ભારતના બંધારણના અનુચ્છેદ 200 હેઠળ રાજ્યપાલ દ્વારા સમય મર્યાદા લાદી શકાય છે અને તમામ સત્તાના ઉપયોગની રીત ન્યાયિક આદેશો દ્વારા નિર્ધારિત કરી શકાય છે?
  • શું ભારતના બંધારણના અનુચ્છેદ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા બંધારણીય વિવેકાધિકારનો ઉપયોગ વાજબી છે?
  • બંધારણીય રૂપે નિર્ધારિત સમય મર્યાદા અને રાષ્ટ્રપતિ દ્વારા શક્તિના પ્રયોગની રીતના અભાવમાં શું ભારત બંધારણના અનુચ્છેદ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા વિવેકાધિકારનો ઉપયોગ કરવા માટે ન્યાયિક આદેશોના માધ્યમથી સમયમર્યાદા લગાવી શકાય અને ઉપયોગની રીત નક્કી કરી શકાય?
  • રાષ્ટ્રપતિની શક્તિને નિયંત્રિત કરનારી બંધારણીય યોજનાના પ્રકાશમાં શું રાષ્ટ્રપતિને ભારતના બંધારણના અનુચ્છેદ 143 હેઠળ સંદર્ભના માધ્યમથી સુપ્રીમ કોર્ટની સલાહ લેવા અને રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિની સંમતિ માટે બિલને સુરક્ષિત રાખવા અથવા સુપ્રીમ કોર્ટની સલાહ લેવાની જરૂર છે?
  • શું ભારતના બંધારણના અનુચ્છેદ 200 અને અનુચ્છેદ 201 હેઠળ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિના નિર્ણયો કાયદા ઘડ્યા પહેલાના તબક્કે ન્યાયી છે? શું બિલ કાયદો બને તે પહેલાં તેના વિષય-વસ્તુ પર ન્યાયિક નિર્ણય લેવો સ્વીકાર્ય છે?
  • શું ભારતના બંધારણના અનુચ્છેદ 142 હેઠળ રાષ્ટ્રપતિ/રાજ્યપાલની બંધારણીય સત્તાઓ અને આદેશોનો ઉપયોગ કોઈપણ રીતે બદલી શકાય છે?
  • શું રાજ્ય વિધાનસભા દ્વારા બનાવવામાં આવેલો કાયદો ભારતના બંધારણની કલમ 200 હેઠળ રાજ્યપાલની સંમતિ વિના લાગુ કરી શકાય તેવો કાયદો છે?
  • ભારતના બંધારણના અનુચ્છેદ 145(3)ની જોગવાઈને ધ્યાને લઈને, શું માનનીય ન્યાયાલયની કોઈપણ ખંડપીઠ માટે એ જરૂરી નથી કે, તે પહેલાં નક્કી કરે કે, તેમની સામે કાર્યવાહીમાં સામેલ પ્રશ્ન એવી પ્રકૃતિનો છે જેમાં બંધારણની વ્યાખ્યાના રૂપે કાયદાના મહત્ત્વપૂર્ણ પ્રશ્ન સામેલ છે અને તેમાં ઓછામાં ઓછા પાંચ ન્યાયાધીશો નિર્ધારિત કરે?
  • શું ભારતના બંધારણની કલમ 142 હેઠળ સુપ્રીમ કોર્ટની સત્તાઓ પ્રક્રિયાગત કાયદાની બાબતો સુધી મર્યાદિત છે કે ભારતના બંધારણની કલમ 142 એવા નિર્દેશો/આદેશો જારી કરવા સુધી વિસ્તરે છે જે બંધારણ અથવા અમલમાં રહેલા કાયદાની હાલની મૂળ અથવા પ્રક્રિયાગત જોગવાઈઓથી વિપરીત અથવા અસંગત છે?
  • શું ભારતના બંધારણના અનુચ્છેદ 131 હેઠળ કેસના માધ્યમથી દૂર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે વિવાદ દૂર કરવા માટે સુપ્રીમ કોર્ટને કોઈ અન્ય અધિકાર ક્ષેત્ર રોકે છે?

આ પ્રશ્નોનો હેતુ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની બંધારણીય સત્તાઓ, ન્યાયિક દખલ અને સંઘીય માળખાની સ્પષ્ટતા મેળવવાનો છે.

આ પણ વાંચો :  Chief Justice Of India : જસ્ટિસ બીઆર ગવઈ બન્યા દેશના 52માં CJI

Tags :
Advertisement

.

×