Prime Minister Modi એ બાબાસાહેબ અને વકફ એક્ટ મુદ્દે કોંગ્રેસ પર કર્યા વાકપ્રહાર, હિસારમાં સંબોધી જાહેરસભા
- હરિયાણામાં વડાપ્રધાને કોંગ્રેસ પર કર્યા આકરા વાકપ્રહાર
- કોંગ્રેસના તુષ્ટિકરણથી મુસ્લિમ સમાજને નુકસાનઃ PM
- નવા કાયદાથી Waqfની પવિત્ર ભાવનાનું સન્માનઃ PM
- ગરીબ આદિવાસીઓની જમીનની લૂંટ બંધ થશેઃ PM
Haryana: Prime Minister Modi આજે હરિયાણાની મુલાકાતે છે. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ પર વડાપ્રધાને હરિયાણા રાજ્યને અનેક વિકાસકાર્યોની ભેટ આપી છે. હરિયાણાના હિસાર ખાતે વડાપ્રધાને એક જનસભાને સંબોધી છે. તેમણે આ સંબોધનમાં કોંગ્રેસના રાજકારણ અને કાર્યપદ્ધતિ પર આકરા સવાલો કર્યા છે. તેમણે Babasaheb Ambedkar અને Waqf Act મુદ્દે કોંગ્રેસના અગ્રણીઓ પર આકરા વાકપ્રહાર કર્યા છે.
કોંગ્રેસને સાચી હમદર્દી હોય તો મુસ્લિમ અધ્યક્ષ બનાવેઃ PM
Prime Minister Modi કહ્યું કે, કોંગ્રેસ પોતાને મુસ્લિમોની રક્ષક ગણાવે. જો કોંગ્રેસ સાચે જ મુસ્લિમોની શુભેચ્છક હોય તો પાર્ટીમાં 50 ટકા મુસ્લિમોને સ્થાન કેમ નથી આપતા ? કોંગ્રેસે કોઈ મુસ્લિમને પાર્ટી પ્રમુખ કેમ નથી બનાવ્યા? જો તમે મુસ્લિમોના એટલા જ શુભેચ્છક છો, તો કોઈ મુસ્લિમને પાર્ટી પ્રમુખ બનાવો. આખા દેશમાં Waqfના નામે લાખો હેક્ટર જમીન છે. જો તેનો પ્રામાણિકપણે ઉપયોગ કરવામાં આવ્યો હોત, તો મુસ્લિમોને પંચર થયેલી સાયકલ રિપેર કરવાની જરૂર ન પડી હોત. આનો ફાયદો ફક્ત ભૂ-માફિયાઓને જ થયો. આ માફિયાઓ આ કાયદા દ્વારા ગરીબોની જમીન લૂંટી રહ્યા હતા. સેંકડો વિધવા મુસ્લિમ મહિલાઓએ ભારત સરકારને પત્રો લખ્યા, ત્યારે જ સરકારે આ ફેરફાર કર્યો. નવા કાયદા હેઠળ, આ Waqf બોર્ડ ભારતના કોઈપણ ખૂણામાં કોઈપણ આદિવાસીની જમીન, કોઈપણ આદિવાસીના ઘરને સ્પર્શી શકશે નહીં. નવી જોગવાઈઓ વકફની પવિત્ર ભાવનાનું પણ સન્માન કરશે. મુસ્લિમ સમાજના ગરીબ પરિવારો, મહિલાઓ, ખાસ કરીને મુસ્લિમ વિધવાઓને તેમના અધિકારો મળશે. તેમનું ભવિષ્ય સુરક્ષિત રહેશે.
આ પણ વાંચોઃ B. R. Ambedkar : ડૉ. આંબેડકરના પત્રકારત્વનું 'સાંસ્કૃતિક યોગદાન'
કોંગ્રેસે Babasaheb નું અપમાન કર્યુઃ PM
Prime Minister Modi એ કોંગ્રેસે કેવી રીતે Babasaheb નું અપમાન કર્યુ છે તે જણાવતા કહ્યું કે, વોટબેન્કને ખુશ કરવા કોંગ્રેસે વક્ફને બંધારણથી ઉપર રાખ્યું અને બાબા સાહેબનું અપમાન કર્યુ હતું. વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસના તુષ્ટિકરણથી મુસ્લિમ સમુદાયને પણ નુકસાન થયું છે. 2014 પછી, બાબા સાહેબના વિચારો લોકો સુધી પહોંચાડવા માટે અમે ઘણા પગલાં લીધા છે. બાબાસાહેબ જ્યાં પણ રહેતા હતા તે સ્થાનોની કોંગ્રેસે ઉપેક્ષા કરી હતી. અમારી સરકારે Babasaheb ની યાદમાં તેમની સાથે જોડાયેલા સ્થળોનું ધ્યાન રાખ્યું અને તેમનો વિકાસ કર્યો. અમે આ સ્થળોને પંચ તીર્થ તરીકે વિકસાવ્યા છે. વડાપ્રધાને કહ્યું કે, મારું સૌભાગ્ય છે કે થોડા દિવસો પહેલા મને નાગપુર જઈને બાબાસાહેબને શ્રદ્ધાંજલિ આપવાનો મોકો મળ્યો. કોંગ્રેસના લોકો સામાજિક ન્યાયની મોટી મોટી વાતો કરે છે. કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકર અને ચૌધરી ચરણ સિંહજીને ભારત રત્ન આપ્યો ન હતો. બાબા સાહેબને ભાજપના શાસન દરમિયાન ભારત રત્ન મળ્યો હતો. ભાજપના શાસન દરમિયાન ચૌધરી ચરણ સિંહને પણ ભારત રત્ન આપવામાં આવ્યો હતો.
#WATCH | Hisar, Haryana | PM Modi says, "There are lakhs of hectares of land in the name of Waqf. If benefits from Waqf properties had been given to the needy, it would have benefitted them. But on land mafia benefitted from these properties ...The loot of the poor will stop with… pic.twitter.com/U61bZN6u8P
— ANI (@ANI) April 14, 2025
બાબાસાહેબનો સંદેશ અમારી સરકારની 11 વર્ષની સફર માટે પ્રેરણાદાયીઃ PM
વડાપ્રધાને કહ્યું કે, મિત્રો, આજનો દિવસ આપણા બધા માટે, સમગ્ર દેશ માટે અને ખાસ કરીને દલિતો, પીડિતો, વંચિતો, શોષિતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ તેમના જીવનની બીજી દિવાળી છે. આજે બંધારણના ઘડવૈયા Babasaheb Ambedkar ની જન્મજયંતિ છે. તેમનું જીવન, તેમનો સંઘર્ષ, તેમનો સંદેશ આપણી સરકારની 11 વર્ષની સફર માટે પ્રેરણારૂપ બન્યો છે. દરેક દિવસ, દરેક નિર્ણય, દરેક નીતિ Babasaheb Ambedkar ને સમર્પિત છે. તેમણે કહ્યું કે, શૌચાલયના અભાવે પછાત સમાજ સૌથી ખરાબ સ્થિતિમાં હતો. અમારી સરકારે 11 કરોડથી વધુ શૌચાલય બનાવીને વંચિતોને તેમના અધિકારો આપ્યા. મિત્રો, કોંગ્રેસના સમયમાં, SC, ST, OBC માટે બેંકોના દરવાજા પણ ખુલતા નહોતા. વીમો, લોન, મદદ - આ બધી બાબતો સપના જેવી હતી, પરંતુ હવે જન ધન ખાતાના સૌથી મોટા લાભાર્થી મારા વંચિત ભાઈઓ અને બહેનો છે. અમારા SC, ST, OBC ભાઈઓ અને બહેનોના ખિસ્સામાં બેન્કના કાર્ડ જોવા મળે છે. જે અત્યાર સુધી અમીરોના ખિસ્સામાં હતા.
આ પણ વાંચોઃ karnataka : 5 વર્ષની બાળકી પર બળાત્કારનો પ્રયાસ કર્યા પછી હત્યા, આરોપી એન્કાઉન્ટરમાં ઠાર