ડૉ. રામ મનોહર લોહિયાની જન્મજયંતિ પર વડાપ્રધાને સહિત દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડૉ. રામ મનોહર લોહિયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
- મહિલા શિક્ષણ, સામાજિક સમાનતા અને રાજકીય શુદ્ધતા પર આધારિત લોહિયાજીના વિચારો દરેક માટે પ્રેરણાદાયક
- સામાજિક ન્યાય માટે તેમનું કાર્ય હંમેશા પ્રેરણાદાયી રહેશે.- જે. પી. નડ્ડા
New Delhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે ડૉ. રામ મનોહર લોહિયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ તેમને એક સ્વપ્નદ્રષ્ટા નેતા, પ્રખર સ્વતંત્રતા સેનાની અને સામાજિક ન્યાયના પ્રતીક તરીકે વર્ણવ્યા. X પરની એક પોસ્ટમાં, પીએમ મોદીએ વંચિતોને સશક્ત બનાવવા અને ભારતને મજબૂત બનાવવા માટે લોહિયાના સમર્પણને યાદ કર્યુ હતું.
સ્વપ્નદ્રષ્ટા નેતા અને સામાજિક ન્યાયના પ્રતીકઃ
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ડૉ. રામ મનોહર લોહિયાને તેમની જન્મજયંતિ પર યાદ કરતા કહ્યું. તેઓ એક સ્વપ્નદ્રષ્ટા નેતા, પ્રખર સ્વતંત્રતા સેનાની અને સામાજિક ન્યાયના પ્રતીક હતા. તેમણે પોતાનું જીવન ગરીબોને સશક્ત બનાવવા અને મજબૂત ભારત બનાવવા માટે સમર્પિત કર્યુ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ લોહિયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી અને તેમને ભારતના રાજકીય અને સામાજિક ઇતિહાસના મહાન વ્યક્તિત્વોમાંના એક ગણાવ્યા.
અમિત શાહે લોહિયાજીના વિચારોને પ્રેરણાદાયક ગણાવ્યા
અમિત શાહે ટ્વીટમાં લખ્યું, ડૉ. રામ મનોહર લોહિયાજી ભારતના રાજકીય અને સામાજિક ઇતિહાસના મહાન વ્યક્તિત્વોમાંના એક હતા, જેઓ જીવનભર પોતાના સિદ્ધાંતો અને દેશભક્તિના મૂલ્યો પ્રત્યે સમર્પિત રહ્યા. મહિલા શિક્ષણ, સામાજિક સમાનતા અને રાજકીય શુદ્ધતા પર આધારિત લોહિયાજીના વિચારો દરેક માટે પ્રેરણાદાયક છે. ડૉ. રામ મનોહર લોહિયાજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.
વંચિત વર્ગના ઉત્થાનને પ્રેરણા આપશે- જે. પી. નડ્ડા
કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ ડૉ. રામ મનોહર લોહિયાને તેમની જન્મજયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે, શોષિત અને વંચિત વર્ગના ઉત્થાન અને સામાજિક ન્યાય માટે તેમનું કાર્ય હંમેશા પ્રેરણાદાયી રહેશે.
આ પણ વાંચોઃ Delhi Judge Yashwant Varma : સુપ્રીમ કોર્ટે જસ્ટિસ યશવંત વર્માના ઘરની અંદરનો Video જાહેર કર્યો