Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

પ્રિયંકા ગાંધીએ ગડકરી સાથે કરી મુલાકાત, મંત્રીએ કહ્યુ- રાહુલ ગાંધીનું કામ કર્યું તમારું નહીં કરું તો...

કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી કૉંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીની સડક સમસ્યાઓ અને કનેક્ટિવિટીને લઈને ગડકરી સાથે મુલાકાત થઈ છે. તેણે મંત્રીની સમક્ષ 6 મુખ્ય સડક યોજનાઓનો પ્રસ્તાવ રજૂ કર્યો અને ક્ષેત્રની જનતાને થનારી સમસ્યાઓથી અવગત કરાવ્યા. આ મુલાકાત દરમિયાન વિકાસના કાર્યોની ચર્ચા તો થઈ, પણ હસી-મજાકનો દોર પણ ચાલ્યો અને તેના કારણે વાતાવરણ ઘણું હળવું જોવા મળ્યું.
પ્રિયંકા ગાંધીએ ગડકરી સાથે કરી મુલાકાત  મંત્રીએ કહ્યુ  રાહુલ ગાંધીનું કામ કર્યું તમારું નહીં કરું તો
Advertisement

. પ્રિયંકા ગાંધીએ ગડકરી સાથે કરી મુલાકાત

.વાયનાડની 6 મુખ્ય સડક યોજનાનો પ્રસ્તાવ કર્યો રજૂ

Advertisement

.વિકાસના કાર્યો સાથે હસી-મજાકનો દોર પણ ચાલ્યો

Advertisement

નવી દિલ્હી: સંસદમાં આજે રાજનીતિની એક બેહદ અને સુખદ તસવીર જોવા મળી. કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સડક પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે તેમની ઓફિસમાં મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન વિકાસના કાર્યોની ચર્ચા તો થઈ, પણ હસી-મજાકનો દોર પણ ચાલ્યો અને તેના કારણે વાતાવરણ ઘણું હળવું જોવા મળ્યું.

ગડકરીનો જવાબ- ભાઈનું કર્યું, બહેનનું નહીં કરું તો..

પ્રિયંકા ગાંધીએ પોતાના સંસદીય વિસ્તાર વાયનાડની સડક સમસ્યાઓ અને કનેક્ટિવિટીને લઈને ગડકરી સાથે મુલાકાત કરી હતી. તેમણે મંત્રી સમક્ષ 6 મુખ્ય સડક યોજનાનો પ્રસ્તાવ રજૂ કર્યો અને ક્ષેત્રની જનતાને થનારી સમસ્યાઓથી અવગત કરાવ્યા. વાતચીત દરમિયાન ગડકરીએ પોતાના ચિર-પરિચિત મજાકિયા અંદાજમાં કહ્યુ કે આના પહેલા રાહુલ ગાંધી સાથે અમેઠીની સડકો સંદર્ભે ચર્ચા થઈ હતી. રાહુલજીનું કામ કર્યું, હવે તમારું નહીં કરું તો લોકો કહેશે કે ભાઈનું કામ કર્યું અને બહેનનું નહીં. ગડકરીની આ વાત પર પ્રિયંકા ગાંધી અને તેમની સાથે આવેલા ડેલિગેશનના સદસ્ય હસી પડયા. આ ક્ષણ સંસદની ગરમાગરમી વચ્ચે પક્ષ-વિપક્ષની વચ્ચે એખ સ્વસ્થ સંવાદ જોવા મળ્યો.

જ્યારે અમારી સરકાર આવશે ત્યારે જોઈ લઈશું... આવું કેમ બોલ્યા પ્રિયંકા ગાંધી

ગડકરીએ પ્રિયંકા ગાંધીને સ્પષ્ટ કર્યું કે તેમના દ્વારા લાવવામાં આવેલી 6 યોજનાઓમાંથી કેટલીક રાજ્ય સરકારને આધિન છે, માટે કેન્દ્ર તેના પર સીધો નિર્ણય લઈ શકે નહીં. જો કે તેમણે કેન્દ્રના આધિન આવનારી અન્ય યોજનાઓ પર સકારાત્મક આશ્વાસન આપ્યું. જ્યારે ગડકરીએ રાજ્ય સરકારના મામલાનો ઉલ્લેખ કર્યો, તો પ્રિયંકા ગાંધીએ પણ ખૂબ આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યો. તેમણે કહ્યુ કે જો આ મામલો રાજ્ય સરકારનો છે, તો કોઈ વાત નથી. જ્યારે રાજ્ય (કેરળ)માં અમારી સરકાર આવશે, ત્યારે અમે તેને જોઈ લઈશું.

ગડકરીએ ખવડાવી ડિશ, નામ કોઈને યાદ નથી

કેન્દ્રીય મંત્રી ગડકરીએ પ્રિયંકાને ખાધા વગર નહીં જવાનો આગ્રહ કર્યો. ગડકરીએ આજે યૂટ્યૂબ પરથી જોઈને ભાતની એક સ્વાદિષ્ટ ડિશ બનાવી હતી. તેમણે પ્રિયંકાને આ ખાવા માટે આગ્રહ કર્યો હતો. ગડકરીએ કક્ષમાં આવનારા તમામ સાંસદોને આજે આ ડિશ સર્વ કરી હતી. મજાની વાત એ છે કે આ ડિશનું નામ કોઈને યાદ રહ્યું નહીં.

આ પણ વાંચો:ROAD ACCIDENT: 5 લાખ દુર્ઘટના...યુદ્ધથી વધારે સડક પર મરે છે લોકો, છલકાયું ગડકરીનું દર્દ

Tags :
Advertisement

.

×