Delhi માં પ્રોપર્ટી ડીલરની ગોળી મારીને હત્યા, 10 રાઉન્ડ ફાયરિંગ, વિસ્તારમાં ભયનો માહોલ
- Delhi માં ક્રાઈમ યથાવત
- બદમાશોએ એક યુવકની ગોળી મારી હત્યા કરી
- પોલીસ હત્યા પાછળના કારણોની તપાસ કરી રહી છે
Delhi Crime: દિલ્હીના પશ્ચિમ વિહારમાં શુક્રવારે સવારે એક પ્રોપર્ટી ડીલરની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જ્યારે તેમના પર હુમલો થયો ત્યારે તેઓ તેમની ફોર્ચ્યુનર કારમાં જીમ જઈ રહ્યા હતા. પોલીસને ઘટનાસ્થળેથી અનેક ગોળા મળી આવ્યા છે. પરિવારનું કહેવું છે કે તેમના દીકરાને કોઈ સાથે દુશ્મની નહોતી. પોલીસ હત્યા પાછળના કારણોની તપાસ કરી રહી છે.
યુવાનની ગોળી મારીને હત્યા
દિલ્હીના પશ્ચિમ વિહારમાં પોતાની કારમાં જીમ જઈ રહેલા એક યુવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતક યુવક ફોર્ચ્યુનર કારમાં જઈ રહ્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસને ઘટનાસ્થળેથી એક ડઝન ખાલી ગોળીઓના ખોખા મળી આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલાખોરોએ ઘણી ગોળીઓ ચલાવી હતી.
આ પણ વાંચો : તહવ્વુર રાણા હાઈ-સિક્યોરિટી સેલમાં બંધ, 12 અધિકારીઓને મળવાની મંજૂરી, 8 એજન્સીઓ પૂછશે સવાલ
યુવક વ્યવસાયે પ્રોપર્ટી ડીલર હતો
આ ઘટના શુક્રવારે સવારે બની હતી. ગોળી વાગતાં યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેના પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. મૃતકના પરિવારના સભ્યોએ જણાવ્યું કે તેમના પુત્રને કોઈ સાથે કોઈ દુશ્મની નહોતી, તે દરરોજ કાર લઈને જીમ જતો હતો. મૃતક યુવકની ઓળખ રાજકુમાર દલાલ તરીકે થઈ છે. તે વ્યવસાયે પ્રોપર્ટી ડીલર હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, જ્યારે યુવક પર હુમલો થયો ત્યારે તે તેના ઘરેથી જીમ જઈ રહ્યો હતો. હુમલાખોરોએ 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું. રાજકુમાર પશ્ચિમ વિહારમાં જ રહેતો હતો. પોલીસ હાલમાં હત્યા પાછળના કારણોની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : Bhopal માં વક્ફ કાયદા વિરુદ્ધ શાંતિપૂર્ણ પ્રદર્શન, મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો ઉગ્ર વિરોધ