Public Holiday:દિલ્હીમાં આ દિવસે જાહેર રજા જાહેર, LG એ જાહેરનામું બહાર પાડ્યું
- દિલ્હીમાં આ દિવસે જાહેર રજા જાહેર
- LG VK સક્સેનાએ નોટિફિકેશન બહાર પડી
- દિલ્હીમાં 12 ફેબ્રુઆરીએ જાહેર રજા જાહેર
Public Holiday:રાજધાની દિલ્હીમાં 12 ફેબ્રુઆરી 2025 ના રોજ જાહેર રજા (Public Holiday)જાહેર કરવામાં આવી છે. LG VK સક્સેનાએ એક સૂચના જારી કરીને આ માહિતી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ગુરુ રવિદાસ જયંતિ નિમિત્તે દિલ્હી સરકારના તમામ સરકારી કાર્યાલયો, સ્વતંત્ર સંસ્થાઓ (Independent Body) અને જાહેર ઉપક્રમોમાં (Public Undertakings)રજા રહેશે. નોટિફિકેશનમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નવેમ્બર 2024 માં આ પ્રસંગ માટે જાહેર કરાયેલ પ્રતિબંધિત રજા રદ કરવામાં આવી છે.
12 ફેબ્રુઆરીના રોજ જાહેર રજા
ગુરુ રવિદાસ જયંતિ નિમિતે રજા જાહેરાત કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આ આદેશના પાલન કરીને બુધવારે તમામ સરકારી શાળાઓ બંધ રહેશે. જેમાં આવશ્યક સેવાઓ અને કાર્ય કરતા વિભાગો રજાના પ્રોટોકોલ મુજબ તેમનું કાર્ય ચાલુ રાખશે. LG VK સક્સેના દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે. કે ગુરુ રવિદાસ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીમાં આ રજા જાહેર કરવામાં આવી છેતમને જણાવી દઈએ કે મહાશિવરાત્રી નિમિત્તે 26 ફેબ્રુઆરીએ રજા પણ જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો -દિલ્હી પોલીસે 5 બાંગ્લાદેશીઓ સહિત 16 વિદેશી નાગરિકોને દેશનિકાલ કર્યા
બેંકો પણ બંધ રહેશે
વધુમાં જણાવીએ કે RBI એ 12 ફેબ્રુઆરીએ બેંકો માટે રજા જાહેર કરી છે. આ દિવસે પૈસાની લેવડદેવડ ઓનલાઈન કરી શકાય છે. ૧૨ ફેબ્રુઆરી ઉપરાંત 15,19,20,26, અને 28 ફેબ્રુઆરી 2025 ના રોજ પણ બેંકો બંધ રહેશે.
આ પણ વાંચો -Delhi CM News પ્રવેશ વર્માના નામ પર RSS એ લગાવી મહોર! બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી- સૂત્ર
ગુરુ રવિદાસ કોણ હતા?
રવિદાસ દેશના મહાન સંતોમાંના એક હતા. ગુરુ રવિદાસનો જન્મ ઉત્તર પ્રદેશના વારાણસીમાં એક મોચી પરિવારમાં થયો હતો. તેમના જન્મ વિશે એક દોહા પણ છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે સંત રવિદાસનો જન્મ માઘ મહિનાની પૂર્ણિમાના દિવસે થયો હતો. જેને ધ્યાનમાં રાખીને, દર વર્ષે આ તારીખે ગુરુ રવિદાસ જયંતિ ઉજવવામાં આવે છે.