Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Puneમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ! માસૂમ બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાથી પ્રજાનો આક્રોશ ફાટી નીકળ્યો

પુણેના એક શાંત ગામમાં 4 વર્ષની બાળકી ગુમ થવાની ઘટનાએ અંતે હચમચાવી દેતું સ્વરૂપ ધારણ કર્યું છે. સીસીટીવી ફૂટેજમાં દેખાતા 65 વર્ષીય વૃદ્ધની હેવાનીયતે માનવતા પર અનેક સવાલો ઉભા કર્યા છે. આ મામલે રાજકીય ગરમાવો વધ્યો છે અને સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા છે. શું આરોપીને કાયદાના શિકંજામાં કડક સજા મળશે? ન્યાયની આ લડાઈમાં અત્યારે શું સ્થિતિ છે તે જાણવું જરૂરી છે.
puneમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ  માસૂમ બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાથી પ્રજાનો આક્રોશ ફાટી નીકળ્યો
Advertisement
  • 65 વર્ષીય વૃદ્ધે માસૂમ બાળકીને બનાવી હવસનો શિકાર (Pune Child Rape and Murder)
  • પુણેના નસરપુર વિસ્તારમાં જનતાનો ભારે વિરોધ પ્રદર્શન
  • સુપ્રિયા સુલે અને અનિલ દેશમુખે આરોપીને ફાંસી આપવા કરી માંગ
  • CCTV ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં નરાધમની ધરપકડ
  • ગામમાં તણાવપૂર્ણ સ્થિતિને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

મહારાષ્ટ્રના પુણે (Pune0 જિલ્લામાં માનવતાને શર્મસાર કરતી એક અત્યંત જઘન્ય ઘટના સામે આવી છે. અહીં એક 65 વર્ષીય વૃદ્ધે નિર્દોષ 4 વર્ષની બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી તેની હત્યા કરી દેતા સમગ્ર રાજ્યમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીને કડકમાં કડક સજા (Capital Punishment) કરવાની માંગ ઉઠી રહી છે.

Pune Child Rape and Murder : માનવતાને કલંકિત કરતી ઘટના

પુણે ગ્રામ્ય વિસ્તારમાં બનેલી આ ઘટનામાં, આરોપીએ માસૂમ બાળકીને ખાવા-પીવાની લાલચ આપી પોતાની ઝૂંપડીમાં બોલાવી હતી. ત્યાં બાળકી પર અત્યાચાર ગુજાર્યા બાદ તેની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે બાળકી ગુમ થતા પરિવારે શોધખોળ આદરી અને સીસીટીવી (CCTV Footage) તપાસ્યા. ફૂટેજમાં આરોપી બાળકીને લઈ જતો સ્પષ્ટ દેખાયો હતો.

Advertisement

રાજકીય પ્રતિક્રિયા અને ન્યાયની માંગ

આ મામલે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (Sharad Pawar Group) ના સાંસદ સુપ્રિયા સુલે [Supriya Sule] એ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે આ ઘટનાને અમાનવીય ગણાવતા કહ્યું કે, "મેં પુણે ગ્રામ્યના પોલીસ અધિક્ષક [SP Pune Rural] સાથે વાત કરી છે અને તેમણે ખાતરી આપી છે કે આ જઘન્ય ગુનામાં ગુનેગારને છોડવામાં આવશે નહીં." તેમણે લોકોને સંયમ જાળવવા અને કાયદા પર વિશ્વાસ રાખવા વિનંતી કરી છે.

Advertisement

બીજી તરફ, મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ [Anil Deshmukh] એ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે, મહારાષ્ટ્ર દિવસ [Maharashtra Day] ના અવસરે આવી ઘટના રાજ્ય માટે શરમજનક છે. તેમણે માંગ કરી છે કે આ કેસની સુનાવણી ફાસ્ટ-ટ્રેક કોર્ટ [Fast Track Court] માં થાય અને આરોપીને તાત્કાલિક ફાંસીની સજા આપવામાં આવે.

આ પણ વાંચો: Bargi Dam Accident : કાળજું ચીરી નાખતી ઘટના, મૃત્યુ પણ મા-દીકરાના હેતને અલગ ન કરી શક્યું

Tags :
Advertisement

.

×