ગુપ્ત માહિતીના આધારે મધરાત્રિએ કાર્યવાહી
પુણે પોલીસ (Pune Police) ને માહિતી મળી હતી કે, લોણીકંદ પોલીસ સ્ટેશન (Lonikand Police Station) વિસ્તારના તુલાપુર (Tulapur) ખાતે આવેલા એક ખાનગી બંગલામાં ગેરકાયદેસર પાર્ટી ચાલી રહી છે. માહિતી મળતા જ ક્રાઈમ બ્રાન્ચની વિશેષ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. સંયુક્ત પોલીસ કમિશનર (ક્રાઈમ) ગૌહર હસન (Gauhar Hasan) ના જણાવ્યા અનુસાર, 15 અધિકારીઓ અને 65 પોલીસ કર્મચારીઓની ટીમે 7 જૂન 2026ની વહેલી સવારે લગભગ 2:30 વાગ્યે સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પાર્ટીમાં કુલ 156 લોકો હાજર હોવાનું સામે આવ્યું હતું, જેમાં 107 પુરુષો અને 49 મહિલાઓનો સમાવેશ થાય છે.
21 વર્ષથી ઓછી ઉંમરના યુવકો પણ હાજર (Pune Rave Party Raid)
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે પાર્ટીમાં હાજર 3 વ્યક્તિઓની ઉંમર 21 વર્ષથી ઓછી હતી. આ ઉપરાંત દારૂ પીરસવા માટે આપવામાં આવેલી પરમિટ (Liquor Permit) માત્ર 6 જૂન 2026ની રાત્રે 11:30 વાગ્યા સુધી જ માન્ય હતી. તેમ છતાં પરમિટની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ પાર્ટી ચાલુ રાખવામાં આવી હતી, જે નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે.
દારૂ, ગાંજો અને પ્રતિબંધિત હુક્કા ફ્લેવર મળ્યા
દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી આશરે 3 ગ્રામ ગાંજો (Cannabis) જપ્ત કર્યો હતો. સાથે જ 3 અલગ-અલગ કન્ટેનરમાં રાખવામાં આવેલા 10 પ્રતિબંધિત હુક્કા ફ્લેવર (Hookah Flavours) પણ કબજે કરવામાં આવ્યા હતા. પોલીસને સ્થળ પરથી અંદાજે ₹9.22 લાખની કિંમતનો દારૂ (Liquor Stock) પણ મળી આવ્યો હતો. આ ઉપરાંત કેટલીક શંકાસ્પદ સામગ્રી મળી આવી હતી, જે ડ્રગ્સ (Drugs) ના ઉપયોગ સાથે સંબંધિત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ તમામ સામગ્રીને વધુ તપાસ માટે ફોરેન્સિક લેબોરેટરી (Forensic Laboratory) માં મોકલી આપવામાં આવી છે.
પાર્ટીના આયોજકોની ઓળખ
તપાસમાં આ સમગ્ર કાર્યક્રમના મુખ્ય આયોજકો તરીકે આઈમાન શેખ (Aiman Sheikh) અને યશ ચૌધરી (Yash Choudhary) ના નામ સામે આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ બંને અનુક્રમે બ્લેઝ એન્ટરટેઈનમેન્ટ (Blaze Entertainment) અને સ્ટાર લાઈટ એન્ટરટેઈનમેન્ટ (Star Light Entertainment) સાથે સંકળાયેલા છે. પોલીસ હાલ બંને આયોજકો તેમજ પાર્ટીમાં હાજર રહેલા અન્ય લોકોની પૂછપરછ કરી રહી છે. પાર્ટીના આયોજન, પરમિટની શરતોના ભંગ અને અન્ય સંભવિત કાયદાકીય ઉલ્લંઘનો અંગે વિગતવાર તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો : Maharashtra : TCS બાદ WIPRO માં પણ ધર્માંતરણ..! મહિલા કર્મચારીએ લગાવ્યા ગંભીર આરોપ