ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Punjab Police : કોંગ્રેસના ધારાસભ્ય સુખપાલ ખૈરાની કરી ધરપકડ, જાણો શું છે મામલો

પંજાબમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. માહિતી મળી રહી છે કે, NDPS કેસ હેઠળ પંજાબ કોંગ્રેસના ધારાસભ્ય સુખપાલ ખૈરાના નિવાસસ્થાને આજે સવારે જલાલાબાદ પોલીસે દરોડા પાડ્યા બાદ તેમણે પોલીસ કસ્ટડીમાં લઈ લીધા છે. આ વાતની જાણકારી સુખપાલ ખૈરાએ...
10:58 AM Sep 28, 2023 IST | Hiren Dave
પંજાબમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. માહિતી મળી રહી છે કે, NDPS કેસ હેઠળ પંજાબ કોંગ્રેસના ધારાસભ્ય સુખપાલ ખૈરાના નિવાસસ્થાને આજે સવારે જલાલાબાદ પોલીસે દરોડા પાડ્યા બાદ તેમણે પોલીસ કસ્ટડીમાં લઈ લીધા છે. આ વાતની જાણકારી સુખપાલ ખૈરાએ...

પંજાબમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. માહિતી મળી રહી છે કે, NDPS કેસ હેઠળ પંજાબ કોંગ્રેસના ધારાસભ્ય સુખપાલ ખૈરાના નિવાસસ્થાને આજે સવારે જલાલાબાદ પોલીસે દરોડા પાડ્યા બાદ તેમણે પોલીસ કસ્ટડીમાં લઈ લીધા છે. આ વાતની જાણકારી સુખપાલ ખૈરાએ જ શેર કરી હતી અને જણાવ્યું કે, તેમની સામે ચાલી રહેલ એક જૂના NDPS કેસ હેઠળ દરોડા પાડવામાં આવ્યા છે.

 

ધારાસભ્ય સુખપાલ ખૈરાએ મુખ્યમંત્રી ભગવંત માન સામે આરોપ લગાવતા કહ્યું કે, તેઓ તેમની સામે દુશ્મનાવટ રાખી રહ્યા છે. જણાવી દઈએ કે, આજે સવારે સાડા છ વાગ્યે કાર્યવાહી કરવામાં આવી હતી. જેનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જલાલાબાદ પોલીસે સુખપાલ ખૈરાને ચંદીગઢથી કસ્ટડીમાં લીધો હતો.

 

 

આ મામલે પોલીસનું કહેવું છે કે, સુખપાલ સિંહ ખૈરા વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ મામલો નોંધાયેલો છે, જેના સંબંધમાં કાર્યવાહી કરવામાં આવી છે. ટૂંક સમયમાં તેને જલાલાબાદ લાવીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સુખપાલ સિંહ અને તેનો પુત્ર લાઈવ થયા હતા, જેમાં તેમણે પોલીસને ક્યાં કેસમાં ધરપકડ કરવાની અને ધરપકડ વોરંટ બતાવવાની વાત કરી હતી.

આ  પણ  વાંચો -ભારતની કુલ વસ્તીમાં સતત વધી રહ્યો છે વૃદ્ધોનો આંકડો, 2050માં દર પાંચમાંથી એક વૃદ્ધ હશે

 

Tags :
chandigarhMLA Sukhpal KhairaPunjab NewsPunjab Police
Next Article