Punjab : પઠાણકોટમાં ભારતીય વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરનું કરાયું ઈમરજન્સી લેન્ડિંગ, કોઈ જાનહાનિ નહીં
- પંજાબના પઠાણકોટમાં ભારતીય વાયુસેનાના Apache helicopter નું ઈમરજન્સી લેન્ડિંગ
- ઈમરજન્સી લેન્ડિંગનું કારણ અને જાનહાનિ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર નથી કરાઈ
- માત્ર 1 સપ્તાહમાં 2 વખત અપાચે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું
Punjab : પઠાણકોટના નાંગલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હાલેડ ગામમાં ભારતીય વાયુસેનાના અપાચે હેલિકોપ્ટર (Apache helicopter) નું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ લખાય છે ત્યાં સુધી જાનમાલના નુકસાનની કોઈ માહિતી મળી નથી. બીજી તરફ વાયુસેનાના અધિકારીઓ પણ અપાચે હેલિકોપ્ટરના ઈમરજન્સી લેન્ડિંગ વિશે કોઈ કંઈ પણ કહેવા તૈયાર નથી. નાનકડા હાલેડ ગામમાં અપાચે હેલિકોપ્ટરના ઈમરજન્સી લેન્ડિંગથી ચકચાર મચી ગઈ છે.
એક સપ્તાહમાં 2 વાર ઈમરજન્સી લેન્ડિંગ
આજે પઠાણકોટના નાંગલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હાલેડ ગામમાં ભારતીય વાયુસેનાના અપાચે હેલિકોપ્ટર (Apache helicopter) નું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. જો કે અઠવાડિયા અગાઉ પણ અપાચે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ થઈ ચૂક્યું હતું. જેમાં ઉત્તર પ્રદેશના સહારનપુરમાં ટેકનીકલ ખામીને કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ગતરોજ અમદાવાદમાં થયેલ ગમખ્વાર વિમાન દુર્ઘટનામાં તૂટી પડેલ એર ઈન્ડિયાનું વિમાન બોઈંગ કંપનીનું હતું. અપાચે હેલિકોપ્ટરની નિર્માતા કંપની પણ બોઈંગ છે. માત્ર 7 જ દિવસમાં 2 વખત અપાચે હેલિકોપ્ટરના ઈમરજન્સી લેન્ડિંગને લીધે બોઈંગ કંપની પર સવાલો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચોઃ Ahmedabad Plane Crash: વિમાન દુર્ઘટના સ્થળે એક નહીં પણ બે ચમત્કાર... આગના ગોળા વચ્ચે પણ ભગવદ ગીતા બચી ગઈ
ઈમરજન્સી લેન્ડિંગ થયું તે સ્થળે અફરાતફરી મચી
6 જૂનના રોજ ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના ચિલકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના નદીના કિનારે અપાચે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનાના 1 સપ્તાહ બાદ આજે 13મી જૂને બીજી વાર ભારતીય વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરનું પંજાબના પઠાણકોટના નાંગલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હાલેડ ગામમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ લેન્ડિંગ સ્પોટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો છે. નાનકડા હાલેડ ગામના લોકો લેન્ડિંગ સ્પોટ પર પહોંચી ગયા છે. જો કે ભારતીય વાયુ સેના તરફથી આધિકારીક રીતે કોઈ નિવેદન કરવામાં આવ્યું નથી.
-વાયુસેનાના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ
-અપાચે હેલિકોપ્ટરનું નંગલપુરના હલેડ પાસે લેન્ડિંગ
-પઠાણકોટ એરબેઝથી હેલિકોપ્ટરે ભરી હતી ઉડાન
-હેલિકોપ્ટર લેન્ડિંગની ઘટનામાં કોઈ નુકસાન નહીં
-વાયુસેના દ્વારા ઈમરજન્સી લેન્ડિંગ અંગે તપાસ@IAF_MCC #IAF #ApacheHelicopter #EmergencyLanding… pic.twitter.com/AIokIbReTe— Gujarat First (@GujaratFirst) June 13, 2025
ગતરોજ થયેલ ગમખ્વાર વિમાન દુર્ઘટના
ગત રોજ ગુરુવારે Air India ની લંડન જતી ફ્લાઈટ અમદાવાદથી ટેકઓફ થયા બાદ માત્ર ગણતરીની સેકન્ડ્સમાં જ ક્રેશ થઈ હતી. જેમાં વિમાનમાં સવાર 242 માંથી 241 પેસેન્જર્સ મૃત્યુ પામ્યા હતા. આ વિમાન બી. જે. મેડિકલ હોસ્પિટલની હોસ્ટેલ સાથે ટકરાતા હોસ્ટેલમાં હાજર રહેલા લોકોના પણ મૃત્યુ થયા હતા. છેલ્લે મળતી માહિતી અનુસાર ગુરુવારે થયેલા આ ગમખ્વાર અકસ્માતમાં કુલ 265 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.