Punjab: પંજાબમાં કાયદો-વ્યવસ્થા કથળી, AAP નેતા લક્કી ઓબેરોયની ગોળી મારી હત્યા
- Punjab: પંજાબના જાલંધરમાં કાયદો-વ્યવસ્થા કથળી
- AAP નેતા લક્કી ઓબેરોયને ગોળી મારી હત્યા કરાઈ
- મૉડલ ટાઉનના ગુરુદ્વારા બહાર કર્યો ગોળીબાર
- 5 રાઉન્ડ ગોળીબાર કર્યો હોવાનું આવ્યું સામે
- CCTVના આધારે પોલીસ દ્વારા તપાસ તેજ
Punjab: પંજાબના જાલંધર (Jalandhar) માં આમ આદમી પાર્ટીના નેતા લક્કી ઓબેરોય (Lucky Oberoi) ની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ચોંકાવનારી ઘટના મોડેલ ટાઉન (Model Town) માં ગુરુદ્વારા સાહિબ (Gurudwara Sahib) ની બહાર બની હતી. અજાણ્યા હુમલાખોરોએ લકી ઓબેરોય પર પાંચ ગોળીઓ ચલાવી હોવાના અહેવાલ છે.
ગંભીર હાલતમાં તેમને ખાનગી હોસ્પિટલ (Private hospital) માં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી જાલંધર શહેરમાં ભય અને ગભરાટનું વાતાવરણ સર્જાયું છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, વિસ્તારને ઘેરી લીધો હતો અને તપાસ શરૂ કરી હતી.
Punjab: લકી ઓબેરોયની પત્ની લડી હતી AAP ટિકિટ પર મ્યુનિસિપલ ચૂંટણી
પોલીસ કેસના દરેક પાસાની તપાસ કરી રહી છે અને હુમલાખોરોને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે. અહેવાલો અનુસાર, લકી ઓબેરોયની પત્નીએ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ની ટિકિટ પર મ્યુનિસિપલ ચૂંટણી લડી હતી , પરંતુ તે હારી ગઈ હતી.
આ પણ વાંચો--- Meghalaya Coal Mine Blast : પ્રચંડ વિસ્ફોટમાં 10 શ્રમિકોનાં મોત, રેસ્ક્યુ ચાલુ
લકી ઓબેરોય કેન્ટ વિસ્તારના ઇન્ચાર્જ રાજવિંદર કૌર થીઆડાના નજીકના હોવાનું કહેવાય છે. પોલીસ હાલમાં ઘટનાસ્થળેથી પુરાવા એકઠા કરી રહી છે અને તપાસ ચાલુ છે.
Punjab: શિરોમણી અકાલી દળના પ્રહાર
શિરોમણી અકાલી દળ (Shiromani Akali Dal) ના નેતા સુખબીર સિંહ બાદલે (Sukhbir Singh Badal) પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે આમ આદમી પાર્ટી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીની કહેવાતી "ઝીરો ફીયર" (Zero Fear) સરકાર હેઠળ, પંજાબ રક્તપાતથી લથપથ છે. અને પરિસ્થિતિ એટલી ભયાનક છે કે, શાસક પક્ષના નેતાઓ પણ સુરક્ષિત નથી.
Punjab: પંજાબ સરકાર પર આક્ષેપ
સુખબીર બાદલે કહ્યું કે ફક્ત જાન્યુઆરી 2026 માં જ લગભગ 25 હત્યાઓ થઈ હતી, જ્યારે વર્ષના પહેલા અઠવાડિયામાં 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેમણે કહ્યું કે હત્યાઓ દરેક જગ્યાએ થઈ રહી છે, પછી ભલે તે કોર્ટ પરિસરમાં હોય, બજારોમાં હોય, લગ્ન સમારોહમાં હોય કે ગુરુદ્વારા સાહિબની બહાર હોય. તેમણે પંજાબ પોલીસના "ગુંડાઓ સામેના યુદ્ધ" પર સવાલ ઉઠાવ્યા. તેને અરાજકતા ગણાવતા સુખબીર બાદલે કહ્યું કે મુખ્યમંત્રી ભગવંત માન (Chief Minister Bhagwant Mann) એક દિવસ પણ પદ પર રહેવા માટે અયોગ્ય છે.
આ પણ વાંચો--- RBI Repo Rates: રેપો રેટમાં કોઈ ફેરફાર થયો નથી, જાણો RBI MPCના મુખ્ય નિર્ણયો વિશે


