Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

ગાઢ ધુમ્મસ અને ઠંડીને ધ્યાને રાખતા આ રાજ્યમાં 13 જાન્યુઆરી સુધી શાળાઓમાં રજા

પંજાબના શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સે ટ્વીટર પર લખ્યું કે, ગાઢ ધુમ્મસ અને તીવ્ર ઠંડીને કારણે, તેમણે રાજ્યભરની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે. આ નિર્ણય પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નિર્દેશ પર લેવામાં આવ્યો હતો. આ પગલું વિદ્યાર્થીઓ અને શાળાના કર્મચારીઓના સ્વાસ્થ્ય અને સલામતીને સુનિશ્ચિત કરવા માટે લેવાયું છે. શાળાઓ 14 જાન્યુઆરી, 2026 ના રોજ ફરી ખુલશે.
ગાઢ ધુમ્મસ અને ઠંડીને ધ્યાને રાખતા આ રાજ્યમાં 13 જાન્યુઆરી સુધી શાળાઓમાં રજા
Advertisement
  • ઉત્તરભારતમાં ઠંડી અને ગાઢ ધુમ્મસનો કહેર જારી
  • પંજાબમાં શાળાઓમાં 13 જાન્યુઆરી સુધી રજાની જાહેરાત
  • હવામાનની સ્થિતીને ધ્યાને રાખીને પગલું ભરવામાં આવ્યું

Schools Are Closed In Punjab Due To Cold And Fog : ઉત્તર ભારતમાં આવતા પંજાબના શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સે ગાઢ ધુમ્મસ અને તીવ્ર ઠંડીને કારણે રાજ્યની તમામ શાળાઓમાં ૧૩ જાન્યુઆરી સુધી રજા જાહેર કરી છે. તમામ સરકારી, સહાયિત, માન્ય અને ખાનગી શાળાઓમાં 13 જાન્યુઆરી સુધી વર્ગો સ્થગિત રહેશે. હવામાન વિભાગ (IMD) એ 7 - 9 જાન્યુઆરી સુધી પંજાબમાં ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરી છે. લઘુત્તમ તાપમાન લગભગ 7 ડિગ્રી સુધી ઘટવાની ધારણા છે. પંજાબના શિક્ષણ મંત્રીએ તેમના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર તેમના નિર્ણયની માહિતી શેર કરી છે.

Advertisement

મુખ્યમંત્રી માનના નિર્દેશ પર લેવાયેલ નિર્ણય

પંજાબના શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સે ટ્વીટર પર લખ્યું કે, ગાઢ ધુમ્મસ અને તીવ્ર ઠંડીને કારણે, તેમણે રાજ્યભરની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે. આ નિર્ણય પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નિર્દેશ પર લેવામાં આવ્યો હતો. આ પગલું વિદ્યાર્થીઓ અને શાળાના કર્મચારીઓના સ્વાસ્થ્ય અને સલામતીને સુનિશ્ચિત કરવા માટે લેવાયું છે. શિક્ષણ મંત્રીએ પુષ્ટિ કરી હતી કે, શાળાઓ 14 જાન્યુઆરી, 2026 ના રોજ ફરી ખુલશે. સાથે જ એમ પણ કહેવામાં આવ્યું છે કે, જો આગામી દિવસોમાં ધુમ્મસ અને ઠંડીની સ્થિતિ વધુ ખરાબ થશે, તો શાળાની રજાઓ લંબાવવામાં આવી શકે છે.

Advertisement

પંજાબના હવામાનને લઇને IMD ની આગાહી

હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, આજે પંજાબમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 13.4 ડિગ્રી સેલ્સિયસ અને 7.6 ડિગ્રી સેલ્સિયસ હતું. આજે સવારની શરૂઆત પણ ગઈકાલ જેટલી જ ગાઢ ધુમ્મસથી થઈ હતી. આજે ગઈકાલ કરતાં વધુ ઠંડી હતી. મહત્તમ તાપમાનમાં 5.3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો હતો. IMD એ આગામી પાંચ દિવસ માટે હવામાન આગાહી જારી કરી છે, જે મુજબ 7 - 9 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસ ચાલુ રહી શકે છે, અને આગામી પાંચ દિવસમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની ધારણા છે.

આ પણ વાંચો -------  Dr. Nusrat Parveen નોકરીમાં જોડાયા, મુખ્યમંત્રીએ હિજાબ ખેંચતા વિવાદ સર્જાયો હતો

Tags :
Advertisement

.

×