Modi-Putin Call : ટ્રમ્પ સાથે મુલાકાત બાદ પુતિને PM મોદીને લગાવ્યો ફોન, જાણો શું થઈ વાતચીત
- PM Modi એ રશિયાના રાષ્ટ્રપતિ સાથે ફોન પર કરી વાત (Modi-Putin Call)
- ટ્રમ્પ સાથેની મુલાકાત અંગેની માહિતી આપી
- ભારતના મક્કમ વલણ પર ભાર મૂક્યો
Modi-Putin Call: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે ભારતના PM Modi સાથે ફોન (Modi-Putin Call) પર વાત કરી હતી. આ વાતચીતમાં પુતિને નરેન્દ્ર મોદીને શુક્રવારે અલાસ્કામાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની મુલાકાત અંગેની માહિતી આપી હતી. પુતિનનો આ ફોન કોલ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે આજે રાત્રે યુરોપિયન નેતાઓ ઝેલેન્સકી સાથે વોશિંગ્ટનમાં ટ્રમ્પને મળવા જઈ રહ્યા છે.
PM મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી
PM મોદીએ સોશિયલ મીડિયા x પર પોસ્ટ કરતાં લખ્યું કે, "મારા મિત્ર, રાષ્ટ્રપતિ પુતિનનો તેમના ફોન કોલ અને અલાસ્કામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની તાજેતરની મુલાકાત વિશે માહિતી શેર કરી. જે બદલ તેમનો આભાર. ભારતે યુક્રેન વિવાદના શાંતિપૂર્ણ ઉકેલ માટે સતત હાકલ કરી છે. આ મુદ્દે તમામ પ્રયાસોને સમર્થન આપ્યું છે. હું આગામી દિવસોમાં અમારા સતત આદાનપ્રદાનની આશા કરું છું."
ભારતના મક્કમ વલણ પર ભાર મૂક્યો
PM મોદીએ સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતના મક્કમ વલણ પર ભાર મૂક્યો હતો. બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગના અનેક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી છે. બંને નેતાઓ ભવિષ્યમાં પણ સંપર્કમાં રહેવા સંમત થયા છે.
આ પણ વાંચો -PM મોદીના નિવાસસ્થાને યોજાશે મહત્વની બેઠક, 7 કેન્દ્રીય મંત્રીઓ રહેશે હાજર!
ભારત રશિયાનો મોટો ખરીદદાર દેશ
યુરોપિયન યુનિયનને સાથે રાખીને ઝેલેન્સકી આજે રાત્રે વોશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પને મળી રહ્યા છે. ભારત અને રશિયાની મિત્રતા અને વેપાર સહયોગને કારણે અમેરિકાએ તાજેતરમાં ભારત પર ભારે ટેરિફ લાદ્યો છે. જો આ યુદ્ધ સમાપ્ત થાય તો ભારત સામે લાદવામાં આવેલા ટેરિફનો અંત પણ આવી શકે છે. ભારત રશિયાનો મોટો ખરીદદાર દેશ છે. એટલે આ મીટિંગ બાદ યુરોપિયન નેતાઓએ લીધેલા નિર્ણયની અસર રશિયા તેમજ ભારત પર પણ પડી શકે છે.