રેલવે ફૂડની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ, દાળમાંથી નીકળ્યો વંદો
- વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ખોરાકમાં વંદો, મુસાફરોમાં રોષ
- રેલવેના ખોરાકની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
- સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો
Shocking News : છેલ્લા ઘણા દિવસોમાં ખાણી-પીણીમાંથી જીવ જંતુ મળી આવવાની ઘટનાઓ જોવા મળી છે. આવા કિસ્સાઓનું સતત પુનરાવર્તન જોવા મળી રહે છે. તાજેતરના એક કિસ્સામાં, ટ્રેનના ખોરાકમાં વંદો (Cockroach) મળવાની ઘટના બહાર આવી છે, જે સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ઘટના શિરડીથી મુંબઈ તરફ જતી વંદે ભારત એક્સપ્રેસમાં બની હતી. એક પરિવારે આ ઘટનાઓને સોશિયલ મીડિયા પર શેર કરી છે, જે ત્વરિત રીતે ફેલાઈ ગઈ છે.
શું છે સમગ્ર મામલો?
આ ઘટના શિરડીથી મુંબઈ માટે જઇ રહેલી વંદે ભારત એક્સપ્રેસની છે. રિકી જેસવાણી નામના મુસાફરે ટ્રેનમાં ખોરાકનો અનુભવ X પર શેર કર્યો છે. તેમણે લખ્યું કે, ટ્રેનના ખોરાકમાં એક વંદો (Cockroach) મળ્યો હતો. તેમના દ્વારા શેર કરેલા ફોટા અને વીડિયોમાં IRCTCને ટેગ કરવામાં આવ્યું છે, જેમાં તેમણે આ માટે નોંધાવેલા ફરિયાદ અને દૂષિત ખોરાકની તસવીરોનો સમાવેશ કર્યો છે. વીડિયોમાં જેસવાણીનો પુત્ર ભારતીય રેલવે અધિકારીને ખોરાકની ગુણવત્તા અંગે ફરિયાદ કરતા જોવા મળે છે. રિકી તેમના વીડિયોમાં જણાવે છે, "હું દહીં ખાઈ ન શક્યો. જ્યારે હું જમી રહ્યો હતો અને દાળ મારા મોંઢામાં હતી, ત્યારે મારા કાકીએ મને કહ્યું કે, તેમા એક વંદો (Cockroach) મળ્યો છે. મારા 80 વર્ષના દાદા પણ આ ખોરાક ખાઇ રહ્યા હતા. શું તમે આ જ ખોરાક ખાઓ છો?"
IRCTCએ શું આપ્યો જવાબ?
આ મામલે IRCTCએ વાનખેડકરની પોસ્ટનો જવાબ આપતા જણાવ્યું કે સર્વિસ પ્રોવાઈડર પર દંડ લગાવવામાં આવ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે, તમને થયેલી અસુવિધા બદલ માફ કરશો.
આ પણ વાંચો: Hyatt Hotel : મોંઘીદાટ હયાત હોટેલમાં બેદરકારીનો પુરાવો! સંભારમાંથી નીકળ્યો વંદો, થઈ કડક કાર્યવાહી