વિદેશમાં ભારતીયોના Civic Sense પર ઉઠ્યા સવાલ! IPS અધિકારી અને ઉદ્યોગપતિ હર્ષ ગોયેન્કાએ વ્યક્ત કરી ચિંતા
Questions raised on the civic sense of Indians : ભારતીયોની Civic Sense ને લઇને છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. સોશિયલ મીડિયામાં એવા ઘણા વીડિયો મળી જશે જેમા ભારતીયોના વિદેશમાં Civic Sense પર સવાલો ઉભા થયા છે. ઘણા વીડિયોમાં તમે જોયું હશે કે કેટલાક ભારતીય પ્રવાસીઓ (Indian Tourists) વિદેશી એરપોર્ટ, ટ્રેન, સુપરમાર્કેટ અને જાહેર સ્થળોએ અયોગ્ય વર્તન કરતા જોવા મળે છે. આ પ્રકારની ઘટનાઓને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી (Image of India) પર નકારાત્મક અસર પડી રહી છે. જેને લઇને ઓડિશા (Odisha) કેડરના વરિષ્ઠ IPS અધિકારી (IPS Officer) અને એડિશનલ ડીજીપી (Additional DGP) અરુણ બોથરાએ ચિંતા વ્યક્ત કરી છે.
વાયરલ વીડિયોએ વધારી ચિંતા
તાજેતરમાં વિયેતનામ (Vietnam), અમેરિકા (United States) અને યુરોપના (Europe) વિવિધ દેશોમાંથી કેટલાક વીડિયો સામે આવ્યા હતા. આ વીડિયોમાં કેટલાક ભારતીયો જાહેર સ્થળોએ અચાનક નૃત્ય (Dance) કરતા, મોટેથી વાતો કરતા અને આસપાસના લોકોને અસુવિધા થાય તે રીતે વર્તન કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર આવા વીડિયો ઝડપથી વાયરલ થયા બાદ આ મુદ્દે ચર્ચા તેજ બની છે.
IPS અરુણ બોથરાએ કરી કડક કાર્યવાહી કરવાની માંગ
ઓડિશા (Odisha) કેડરના વરિષ્ઠ IPS અધિકારી (IPS Officer) અને એડિશનલ ડીજીપી (Additional DGP) અરુણ બોથરાએ (Arun Bothra) આ મુદ્દે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરેલી પોસ્ટમાં તેમણે જણાવ્યું કે વિદેશમાં પોતાના વર્તનથી દેશની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનાર લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે સૂચન કર્યું કે, ગંભીર કિસ્સાઓમાં આવા લોકો પર અમુક સમય માટે વિદેશ પ્રવાસ (Foreign Travel) પર પ્રતિબંધ મૂકવા અંગે પણ વિચાર કરવામાં આવવો જોઈએ. અરુણ બોથરાના જણાવ્યા અનુસાર ભારતીય પાસપોર્ટ (Indian Passport) માત્ર અધિકાર નથી, પરંતુ તેની સાથે જવાબદારી (Responsibility) પણ જોડાયેલી છે. દરેક ભારતીયે વિદેશમાં સ્થાનિક કાયદાઓ (Local Laws) અને સંસ્કૃતિ (Culture)નું સન્માન કરવું જોઈએ.
People whose behaviour abroad brings a bad name to the country should face some consequences. In serious cases, restrictions on foreign travel for some years can also be considered.
Having an Indian passport is not just a right. It also comes with the responsibility to respect…
— Arun Bothra 🇮🇳 (@arunbothra) May 31, 2026
મુદ્દો માત્ર દેશની છબીનો નથી (Civic Sense)
અરુણ બોથરાની પોસ્ટ પર એક યુઝરે ટિપ્પણી કરી હતી કે વિદેશીઓ ભારત વિશે શું વિચારે છે તેની ચિંતા કરવાની જરૂર નથી. તેના જવાબમાં IPS અધિકારીએ જણાવ્યું કે આ મુદ્દો માત્ર દેશની છબી સુધી મર્યાદિત નથી. કેટલાક લોકોના બેજવાબદાર વર્તનને કારણે સામાન્ય ભારતીયોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમણે ઉદાહરણ આપતાં જણાવ્યું કે અનેક દેશો ભારતીયો માટે વિઝા નિયમો (Visa Rules) વધુ કડક બનાવી રહ્યા છે. તેમણે થાઇલેન્ડ (Thailand)નું ઉદાહરણ આપ્યું, જ્યાં તાજેતરમાં ભારત સહિત 93 દેશો માટેની 60 દિવસની વિઝા-મુક્ત યોજના (Visa-Free Scheme)માં ફેરફાર કરવામાં આવ્યો હતો.
હર્ષ ગોયેન્કાએ પણ વ્યક્ત કરી નારાજગી
આ પહેલાં જાણીતા ઉદ્યોગપતિ (Industrialist) હર્ષ ગોયેન્કા (Harsh Goenka) પણ આ મુદ્દે પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. તેમણે સ્વિટ્ઝર્લૅન્ડ (Switzerland)ની એક હોટલમાં માત્ર ભારતીયો માટે લગાવવામાં આવેલી સૂચનાઓ (Guidelines)નો ઉલ્લેખ કર્યો હતો. આ સૂચનાઓમાં ભારતીય મહેમાનોને સભ્ય અને શિસ્તબદ્ધ વર્તન જાળવવાનું કહેવામાં આવ્યું હતું. હર્ષ ગોયેન્કાએ જણાવ્યું હતું કે, એરપોર્ટ પર ગરબા કરતા લોકો, રેસ્ટોરાંમાં હોબાળો મચાવતા લોકો અને વિમાન (Aircraft)ને પિકનિક સ્પોટ (Picnic Spot)માં ફેરવી દેતા મુસાફરોના વીડિયો હવે સામાન્ય બની ગયા છે. તેમણે જાપાન (Japan)ના નાગરિકોની શિસ્તનું ઉદાહરણ આપતાં કહ્યું કે ભારતના લોકોએ તેમની પાસેથી શીખવાની જરૂર છે.
A Swiss hotel once displayed a list of special rules exclusively for Indian guests which I personally saw and was appalled.
Today, videos of garba in restaurants, loud conversations in airports, and turning aircraft cabins into picnic spots keep doing the rounds. Even in Davos,… pic.twitter.com/ccljdLmDfk
— Harsh Goenka (@hvgoenka) May 31, 2026
ભારતને નાગરિક શિસ્તમાં સુધારાની જરૂર
નિષ્ણાતોનું માનવું છે કે, વિદેશમાં ભારતીયોની વધતી હાજરી સાથે તેમની જવાબદારીઓ પણ વધી રહી છે. વ્યક્તિગત વર્તન માત્ર વ્યક્તિનું નહીં પરંતુ સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી જાહેર સ્થળોએ શિસ્તબદ્ધ વર્તન, સ્થાનિક નિયમોનું પાલન અને અન્ય લોકો પ્રત્યે સન્માન જાળવવું અત્યંત જરૂરી બની ગયું છે. ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા (Global Reputation) વધુ મજબૂત બનાવવા માટે નાગરિક શિસ્ત અને જવાબદારીની ભાવનામાં સુધારો સમયની માંગ બની ગયો છે.
આ પણ વાંચો : Rules for Only Indians : સ્વિસ હોટેલે ભારતીયો માટે બનાવ્યા ખાસ નિયમો, જાણીને ગુસ્સો આવી જશે


