Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bihar News : "તાકાત હોય તો ફોર્સ મોકલો!" બંગલો ખાલી કરાવવાના આદેશ પર રાબડી દેવી નીતીશ સરકાર પર ભડક્યા

બિહારની નીતીશ-સમ્રાટ સરકારે પૂર્વ સીએમ રાબડી દેવીને પટના સ્થિત 10-સર્ક્યુલર રોડ વાળો સરકારી બંગલો તાત્કાલિક ખાલી કરવા આદેશ આપ્યો છે, જે હવે મંત્રી નંદકિશોર રામને ફાળવાયો છે. આ મુદ્દે રાબડી દેવીએ આક્રોશ વ્યક્ત કરતા સરકારને ખુલ્લો પડકાર આપ્યો છે કે, "ભલે પોલીસ ફોર્સ બોલાવી લો, પણ અમે આ સરકારી આવાસ જાતે ખાલી કરવાના નથી."
bihar news    તાકાત હોય તો ફોર્સ મોકલો   બંગલો ખાલી કરાવવાના આદેશ પર રાબડી દેવી નીતીશ સરકાર પર ભડક્યા
Advertisement

Rabri Devi quarters Dispute : બિહારના રાજકારણમાં સરકારી આવાસને (Government Quarters) લઈને ફરી એકવાર મોટો ગરમાવો આવી ગયો છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી (Former Chief Minister) અને વિધાન પરિષદમાં વિપક્ષના નેતા (Leader of Opposition) રાબડી દેવીને ફાળવવામાં આવેલા 10-સર્ક્યુલર રોડ સ્થિત સરકારી બંગલાને ખાલી કરાવવા માટે સરકારે આદેશ આપતા જ મામલો બિચક્યો છે. નીતીશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની (Deputy CM Samrat Choudhary) નેતૃત્વવાળી બિહાર સરકારના આ આદેશ સામે લાલુ પરિવાર આરપારના મૂડમાં આવી ગયો છે. શનિવારે પટના એરપોર્ટ (Patna Airport) પર પત્રકારો સાથે વાતચીત કરતા રાબડી દેવીએ અત્યંત તીખી પ્રતિક્રિયા આપતા સરકારને ખુલ્લી ચેતવણી આપી દીધી છે.

Rabri Devi quarters Dispute : ફોર્સ બોલાવવી હોય તો બોલાવી લો"

રાબડી દેવીએ (Rabri Devi) મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા કહ્યું કે, "અમે તો કહીએ છીએ કે સરકારે જો જગ્યા ખાલી કરાવી હોય તો વહીવટીતંત્ર અને પોલીસ ફોર્સ (Police Force) બોલાવીને ખાલી કરાવી લે, પણ અમે જાતે આ આવાસ ખાલી કરવાના નથી." નોંધનીય છે કે, રાષ્ટ્રીય જનતા દળના (RJD) સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav) પણ પોતાના પરિવાર સાથે હાલ આ જ 10-સર્ક્યુલર રોડ સ્થિત આવાસમાં રહે છે, જે વર્ષોથી બિહારના રાજકારણનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે.

Advertisement

મંત્રી નંદકિશોર રામને બંગલો એલોટ

બિહારના ભવન નિર્માણ વિભાગ (Building Construction Department) દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી છે કે 25 નવેમ્બર 2025ના રોજ જાહેર કરાયેલા આદેશ મુજબ, વિપક્ષના નેતા માટે હાર્ડિંગ રોડ પર આવેલો બંગલા નંબર-39 ફાળવવામાં આવ્યો હતો. નવું આવાસ ઉપલબ્ધ કરાવી દેવા છતાં લાલુ પરિવારે જુનો બંગલો ખાલી કર્યો નથી.

Advertisement

પટનાથી લઈને દિલ્હી સુધી વ્યાપીઓ ગરમવા

વિભાગીય પત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે 27 મે 2026 ના રોજ જાહેર થયેલા નવા આદેશ અનુસાર, આ10-સર્ક્યુલર રોડવાળો બંગલો હવે ડેરી, મત્સ્ય ઉદ્યોગ અને પશુ સંસાધન વિભાગના કેબિનેટ મંત્રી (Cabinet Minister) નંદકિશોર રામને એલોટ કરી દેવાયો છે. આવી સ્થિતિમાં નવા મંત્રી માટે આ સરકારી બંગલો સત્વરે ખાલી કરાવવો જરૂરી બન્યો છે, જેના કારણે પટનાથી લઈને દિલ્હી સુધી રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

આ પણ વાંચો : LPG Gas Cylinder Rules : એક એડ્રેસ પર LPG-PNG બંને રાખવા પર પ્રતિબંધ, 1 જૂનથી બદલાશે આ કડક નિયમો!

Tags :
Advertisement

.

×