બિહારના પૂર્વ CM રાબડી દેવીનો સરકારી બંગલો ખાલી કરાવવા પોલીસ પહોંચી! રાજકીય ઘમાસાન
Rabri Devi Bungalow : બિહારના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે. બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના નેતા રાબડી દેવીના પટના સ્થિત 10 સર્ક્યુલર રોડ (10 Circular Road) નિવાસસ્થાને શનિવારે પટના પોલીસ (Patna Police) અને પ્રશાસનની ટીમ પહોંચતા ભારે ઉત્તેજના ફેલાઈ હતી. આ ઘટનાક્રમ બાદ બિહારનું રાજકારણ ગરમાયું છે.
Rabri Devi Bungalow : સરકારી નોટિસ અને વહીવટીતંત્રની કાર્યવાહી
રાજ્ય સરકારે બિહાર વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા રાબડી દેવીને ૩૯ હાર્ડિંગ રોડ (39 Harding Road) પર નવું સરકારી નિવાસસ્થાન ફાળવ્યું છે. જોકે, રાબડી દેવીએ ૧૦ સર્ક્યુલર રોડનો બંગલો ખાલી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. છેલ્લા બે દાયકાથી લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav) નો પરિવાર આ બંગલામાં રહે છે. વહીવટીતંત્ર દ્વારા વારંવાર આપવામાં આવેલી નોટિસો છતાં સ્થિતિ જૈસે-થે છે. શનિવારે સચિવાલયના SDPO અનુ કુમારીની આગેવાની હેઠળની પોલીસ ટીમ અને મકાન બાંધકામ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા, જેનો મુખ્ય હેતુ બંગલો ખાલી કરવા અંગે દબાણ લાવવાનો હતો.
રાબડી દેવી અને ભાજપ વચ્ચેનો ઘર્ષણ
રાબડી દેવીએ આ મામલે આકરા તેવર અપનાવ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, "સમ્રાટ ચૌધરી (Samrat Chaudhary) ભલે ફોર્સ મોકલે, પરંતુ હું આ બંગલો ખાલી કરવાની નથી." બીજી તરફ, ભાજપના પ્રદેશ પ્રમુખ સંજય સરાવગીએ (Sanjay Sarawagi) આક્રમક વલણ અપનાવતા કહ્યું છે કે સરકારી આવાસ કોઈની ખાનગી મિલકત નથી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે બિહારમાં કાયદાનું શાસન છે અને કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી.
RJD નો વિરોધ અને રાજકીય સમીકરણો
આ સમગ્ર મામલે રાષ્ટ્રીય જનતા દળના પ્રવક્તા ચિત્તરંજન ગગને (Chittaranjan Gagan) સરકારના આ પગલાને લોકશાહી શિષ્ટાચાર અને વ્યવસ્થાનો ભંગ ગણાવ્યો છે. હાલમાં લાલુ પ્રસાદ યાદવ સ્વાસ્થ્ય તપાસ માટે સિંગાપોર (Singapore) ગયા છે, ત્યારે પરિવારની ગેરહાજરીમાં આ પ્રકારની કાર્યવાહીને આરજેડીએ રાજકીય કિન્નાખોરી ગણાવી છે.
આ પણ વાંચો: બંગાળમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની જાહેરાત, આ તારીખથી રાજ્યમાં શરૂ થશે વસ્તી ગણતરી


