Radhika Yadav Case : મૃતક મારા માટે માત્ર એક અભિનેત્રી હતી, ઈનામ-ઉલ-હકનો ખુલાસો
- Radhika Yadav Murder Case માં ઈનામ-ઉલ-હકે ખુલાસો કર્યો
- રાધિકા મારા માટે માત્ર એક અભિનેત્રી હતી - ઈનામ
- આ કેસમાં હિન્દુ-મુસ્લિમ એન્ગલ આપવો યોગ્ય નથી - ઈનામ
Radhika Yadav Case : ગુરુગ્રામમાં સ્ટેટ લેવલની ટેનિસ ખેલાડી રાધિકા યાદવ (Radhika Yadav) ની હત્યામાં તપાસનો ધમધમાટ વધી છે. આ તપાસમાં ઈનામ-ઉલ-હકનું નામ પણ સામે આવી રહ્યું છે. ઈનામ-ઉલ-હક સાથે રાધિકાએ એક મ્યુઝિક આલ્બમમાં કામ કર્યુ હતું. જો કે ઈનામ-ઉલ-હક (Inam-ul-Haq) કહે છે કે, બંને ટેનિસ પ્રીમિયર લીગ દરમિયાન મળ્યા હતા. આ મુલાકાતમાં રાધિકાએ અભિનેત્રી તરીકે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યાર બાદમાં રાધિકા અને ઈનામ-ઉલ-હકનો એક મ્યુઝિક આલ્બમ પણ શૂટ કરવામાં આવ્યો હતો.
પહેલી મુલાકાત ટેનિસ પ્રીમિયર લીગમાં થઈ હતી
ગયા વર્ષે Radhika Yadav એક વીડિયો આલ્બમમાં જોવા મળી હતી. આ વીડિયોમાં ઈનામ-ઉલ-હકે રાધિકા સાથે સહ-અભિનેતા તરીકે કામ કર્યુ હતું. આ મ્યુઝિક આલ્બમ બાદ રાધિકા અને ઈનામ વચ્ચે અફેર થયાની અફવાઓ પણ ઉડી હતી. અત્યારે પોલીસ રાધિકા યાદવની હત્યા પાછળ આ અફેર કારણભૂત છે કે નહિ તે દિશામાં તપાસ કરી રહી છે. જો કે ઈનામ-ઉલ-હક (Inam-ul-Haq) એ રાધિકા યાદવની હત્યા બાદ સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા આપીને બંને વચ્ચેના સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો.
આ પણ વાંચોઃ Bihar Election 2025 : 12 IPS અધિકારીઓની ટ્રાન્સફર પાછળ નીતિશ કુમારનો માસ્ટર સ્ટ્રોક કે પછી... ?
મારા માટે માત્ર એક અભિનેત્રી હતી - ઈનામ હક
અત્યંત ચકચારી એવા રાધિકા યાદવ હત્યા કેસમાં હવે ઈનામ-ઉલ-હકે ખુલાસો કર્યો છે. ઈનામ-ઉલ-હક રાધિકા યાદવ સાથે એક વીડિયોમાં જોવા મળ્યો હતો. હવે રાધિકા હત્યા કેસમાં પોલીસ તપાસમાં ઈનામનું નામ સામે આવતા તેણે ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, મારે રાધિકા યાદવની હત્યા સાથે કોઈ લેવાદેવા નથી. રાધિકા મારા માટે એક અભિનેત્રી માત્ર હતી. આ હત્યાને હિન્દુ-મુસ્લિમ સાથે જોડવામાં આવી રહી છે, જેનો કોઈ અર્થ નથી. ઉલ્લેખનીય છે કે, રાધિકાનું કોઈ સોશિયલ મીડિયા કોન્ટેન્ટ અવાઈલેબલ નથી. યુટ્યુબ પર માત્ર એક વીડિયો ક્લિપ છે. જેને મીડિયા વારંવાર પ્રદર્શિત કરી રહી છે.
આ પણ વાંચોઃ તારક મહેતા સીરીયલની ભૂતનીએ પોપટલાલનું જ પોપટ કરી નાખ્યું, જાણો કેવી રીતે