Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

રાષ્ટ્રપતિને મળ્યા બાદ Raghav Chadha નો વિસ્ફોટ: "AAP ને ગણાવી ટોક્સિક પાર્ટી"

શું રાઘવ ચઢ્ઢાનું આમ આદમી પાર્ટી છોડવું એ માત્ર એક રાજીનામું છે કે પછી કોઈ મોટા રાજકીય પરિવર્તનનો સંકેત? રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત બાદ તેમણે જે રીતે પાર્ટીને 'ટોક્સિક' કહીને 'કટ્ટર ઈમાનદારી'ના મુખૌટાને ઉતાર્યો છે, તેનાથી દિલ્હીના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ચઢ્ઢાના આ આકરા પ્રહાર પાછળનું અસલી કારણ અને તેમની આગામી ચાલ જાણવા માટે આ વિશ્લેષણ અત્યંત મહત્વનું છે.
રાષ્ટ્રપતિને મળ્યા બાદ raghav chadha નો વિસ્ફોટ   aap ને ગણાવી ટોક્સિક પાર્ટી
Advertisement
  • આમ આદમી પાર્ટી છોડતા જ રાઘવ ચઢ્ઢાનો 'આપ' પર મોટો હુમલો (Raghav Chadha App Remarks)
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત બાદ પાર્ટીને 'ટોક્સિક' ગણાવી
  • સાથે હોય તો સંસ્કારી અને અલગ થાય તો ભ્રષ્ટાચારી કહેવાની નીતિને વખોડી
  • 'કટ્ટર ઈમાનદારી' ના નામે લૂંટફાટ થતી હોવાનો લગાવ્યો ગંભીર આક્ષેપ
  • પાર્ટી પોતાની મૂળ વિચારધારાથી ભટકી ગઈ હોવાનું રાઘવનું નિવેદન
  • રાજીનામા બાદ રાઘવ ચઢ્ઢાની નવી રાજકીય ઈનિંગને લઈને અટકળો તેજ

Raghav Chadha Aap Remarks : ભારતીય રાજકારણમાં અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી (Raghav Chadha Quits AAP) ના દિગ્ગજ નેતા અને સાંસદ રાઘવ ચઢ્ઢાએ પાર્ટી છોડતાની સાથે જ નેતૃત્વ સામે મોરચો ખોલી દીધો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Droupadi Murmu) સાથેની મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા ચઢ્ઢાએ પોતાની જૂની પાર્ટીને 'ટોક્સિક' (Toxic) ગણાવીને ગંભીર આક્ષેપો કર્યા છે.

Raghav Chadha App Remarks : 'અલગ થઈએ તો ભ્રષ્ટાચારી'

રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટીની બેવડી નીતિ પર પ્રહાર કરતા કહ્યું કે, "જ્યાં સુધી કોઈ વ્યક્તિ પાર્ટી સાથે જોડાયેલો રહે છે, ત્યાં સુધી તેને 'સંસ્કારી' ગણવામાં આવે છે, પરંતુ જેવો તે છેડો ફાડે કે તરત જ તેને 'ભ્રષ્ટાચારી' (Corrupt) જાહેર કરી દેવામાં આવે છે." તેમણે વધુમાં ઉમેર્યું કે પાર્ટી હવે એક એવા નારાજ સાથી જેવો વ્યવહાર કરી રહી છે જે માત્ર એક જ વાત પર અટકી ગયો હોય.

Advertisement

Advertisement

Raghav Chadha App Remarks : મૂળ વિચારધારાથી ભટકી પાર્ટી

રાજકીય હલચલ (Political Turmoil) વચ્ચે ચઢ્ઢાએ આકરા શબ્દોમાં કહ્યું કે, જે સંગઠન લૂંટફાટને 'કટ્ટર ઈમાનદારી' (Kattar Imandari) ગણાવતું હોય તેની સાથે લાંબો સમય દોસ્તી નિભાવી શક્ય નથી. તેમના મતે, પાર્ટીની અંદર હવે એવું વાતાવરણ રહ્યું નથી જે સ્થાપના સમયે હતું. આમ આદમી પાર્ટી હવે તેની મૂળ વિચારધારા (Core Ideology) થી ભટકી ગઈ છે અને આંતરિક મતભેદો ચરમસીમાએ પહોંચ્યા છે.

આગામી રણનીતિ અંગે સેવ્યું મૌન

રાષ્ટ્રપતિ સાથેની આ મુલાકાત બાદ રાઘવ ચઢ્ઢાની આગામી રણનીતિ (Future Strategy) શું હશે તે અંગે તેમણે મૌન સેવ્યું છે, પરંતુ તેમના તેવર જોતા સ્પષ્ટ લાગે છે કે આગામી દિવસોમાં AAP માટે મુશ્કેલીઓ વધી શકે છે. રાજકીય વિશ્લેષકો આ હુમલાને પાર્ટીના અસ્તિત્વ માટે મોટો પડકાર માની રહ્યા છે.

આ પણ વાંચો : 75 વર્ષનો લાંબો વનવાસ ખતમ: શ્યામા પ્રસાદ મુખર્જીના જન્મસ્થળ બંગાળમાં પહેલીવાર ખીલ્યું ‘કમળ’

Tags :
Advertisement

.

×