'ધક્કામુક્કી' બાદ ઘાયલ BJP સાંસદ તરફ જતા રાહુલ ગાંધી કેમેરામાં કેદ, Video Viral
- રાહુલ ગાંધીએ ઘાયલ BJP સાંસદ માટે શું કર્યું?
- આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી
- કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે વીડિયો પોસ્ટ કર્યો
અનુરાગ ઠાકુર અને બાંસુરી સ્વરાજ સહિત NDA ના ત્રણ સાંસદોએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર સંસદમાં 'ધક્કામુક્કી' દરમિયાન 'શારીરિક હુમલો અને ઉશ્કેરણી' કરવાનો આરોપ લગાવીને પોલીસ ફરિયાદ નોંધાવી છે. તમને જણાવી દઈએ કે, બંધારણના નિર્માતા ભીમ રાવ આંબેડકરના કથિત અપમાનને લઈને સંસદ પરિસરમાં વિપક્ષ અને NDA સાંસદો વચ્ચે થયેલી મારામારીમાં પૂર્વ મંત્રી પ્રતાપચંદ્ર સારંગી અને BJP સાંસદ મુકેશ રાજપૂત ઘાયલ થયા હતા. બાદમાં એક વીડિયોમાં રાહુલ ગાંધી પણ ઘાયલ પૂર્વ મંત્રી સારંગી તરફ જતા જોવા મળે છે.
કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે વીડિયો પોસ્ટ કર્યો...
કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં રાહુલ ગાંધી BJP નેતા સારંગી તરફ જતા જોવા મળી રહ્યા છે. વીડિયો પોસ્ટ કરતા ભૂપેન્દ્ર યાદવે કહ્યું, 'ગાંધી પરિવારના વંશજનો ઘમંડ જુઓ. ભાજપના વરિષ્ઠ સાંસદ શ્રી પ્રતાપ સારંગીને ઇજા પહોંચાડવા બદલ માફી માંગવાને બદલે રાહુલ ગાંધી આક્ષેપો કરીને ભાગી જાય છે. પ્રેમની દુકાન માટે આટલું જ પૂરતું છે. કોંગ્રેસ લોકશાહી પર એક ડાઘ છે. સૂત્રોએ જણાવ્યું કે, સંસદ સંકુલમાં સારંગી અને રાજપૂત ઘાયલ થયા બાદ PM નરેન્દ્ર મોદીએ બંને સાંસદોને ફોન કરીને તેમની તબિયત પૂછી હતી.
આ પણ વાંચો : Mumbai : આંબેડકર અપમાનના મુદ્દે કોંગ્રેસ અને BJP વચ્ચે ટકરાવ, કાર્યાલયમાં તોડફોડ
રાહુલ ગાંધીએ કહ્યું, આ ધ્યાન ભટકાવવાનો પ્રયાસ...
તે જ સમયે, રાહુલ ગાંધીએ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે તે આંબેડકર સંબંધિત ગૃહમંત્રી અમિત શાહના નિવેદનના મુદ્દા પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે, આજે સંસદ સંકુલમાં જે કંઈ થયું તે શાહના નિવેદન પરથી ધ્યાન હટાવવા માટે કરવામાં આવ્યું હતું. રાહુલે કહ્યું કે, ભાજપ અને RSS ની વિચારસરણી બંધારણ વિરોધી અને આંબેડકર વિરોધી છે, તેઓ આંબેડકરની યાદ અને યોગદાનને ભૂંસી નાખવા માંગે છે. તેમણે ફરી એકવાર શાહની માફી અને રાજીનામાની માંગ કરી અને આરોપ લગાવ્યો કે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારસરણી બંધારણ અને બાબાસાહેબ આંબેડકરની વિરુદ્ધ છે.
આ પણ વાંચો : 'Rahul Gandhi એ માફી માગવી જોઈએ, શિવરાજ સિંહની Congress ને તીખી ટકોર'