Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maharashtra Election: મેચ ફિક્સિંગના આરોપ મુદ્દે રાહુલ ગાંધીને ECનો જવાબ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મેચ ફિક્સિંગનો મામલો રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રની ચૂંટણીમાં ફિક્સીંગના આરોપો લગાવ્યા મેચ ફિક્સિંગના આરોપ મુદ્દે રાહુલ ગાંધીને ECનો વળતો જવાબ   Rahul Gandhi On Maharashtra Elections 2024: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi)મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મેચ...
maharashtra election  મેચ ફિક્સિંગના આરોપ મુદ્દે રાહુલ ગાંધીને ecનો જવાબ
Advertisement
  • મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મેચ ફિક્સિંગનો મામલો
  • રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રની ચૂંટણીમાં ફિક્સીંગના આરોપો લગાવ્યા
  • મેચ ફિક્સિંગના આરોપ મુદ્દે રાહુલ ગાંધીને ECનો વળતો જવાબ

Rahul Gandhi On Maharashtra Elections 2024: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi)મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મેચ ફિક્સિંગનો(Match Fixing Claims) દાવો કર્યો હતો.જેને લઈને ચૂંટણી પંચે શનિવારે (સાતમી જૂન) જવાબ આપ્યો હતો.ચૂંટણી પંચનું કહેવું છે કે મહારાષ્ટ્રની મતદાર યાદી પર લગાવવામાં આવેલા આરોપ પાયાવિહોણા છે.નોંધનીય છે કે,રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું છે કે ચૂંટણીમાં કેવી રીતે ચોરી કરવી? વર્ષ 2024માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લોકશાહીમાં ગોટાળા કરવાની બ્લુપ્રિન્ટ હતી.

Advertisement

ચૂંટણી પંચે કોંગ્રેસને આપેલા જવાબમાં તમામ તથ્યો રજૂ કર્યા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના દાવા અંગે ચૂંટણી પંચે કહ્યું,'ચૂંટણી પંચે 24મી ડિસેમ્બર 2024ના રોજ કોંગ્રેસને આપેલા જવાબમાં આ તમામ તથ્યો રજૂ કર્યા હતા, જે ચૂંટણી પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. એવું લાગે છે કે વારંવાર આવા મુદ્દાઓ ઉઠાવીને આ તમામ તથ્યોને સંપૂર્ણપણે અવગણવામાં આવી રહ્યા છે.

Advertisement

ચૂંટણી પંચને બદનામ કરવાનો પ્રયાસ

ચૂંટણી પંચે વધુમાં કહ્યું કે કોઈપણ વ્યક્તિ દ્વારા ફેલાવવામાં આવતી ખોટી માહિતી માત્ર કાયદાના અનાદરની નિશાની નથી, પરંતુ તે પોતાના રાજકીય પક્ષ દ્વારા નિયુક્ત કરાયેલા હજારો પ્રતિનિધિઓને પણ બદનામ કરે છે અને ચૂંટણી દરમિયાન અથાક અને પારદર્શક રીતે કામ કરતા લાખો ચૂંટણી કર્મચારીઓનું મનોબળ પણ નીચું કરે છે. મતદારોના કોઈપણ પ્રતિકૂળ નિર્ણય પછી, તે કરવામાં આવશે એમ કહીને ચૂંટણી પંચને બદનામ કરવાનો પ્રયાસ કરવો એ સંપૂર્ણપણે નકામી છે.

આ પણ  વાંચો -Mumbai Rains : મુંબઈમાં ધોધમાર વરસાદ,આગામી 3 કલાક માટે વરસાદનું રેડ એલર્ટ

ભાજપે વળતો પ્રહાર કર્યો

રાહુલની પોસ્ટને બીજેપી નેતા અમિત માલવિયા (AMIT MALVIYA - BJP) એ ફરીથી પોસ્ટ કરી અને લખ્યું, એવું નથી કે રાહુલ ગાંધીને ખબર નથી કે ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે કાર્ય કરે છે. તે ખૂબ સારી રીતે જાણે છે. પરંતુ તેમનો ઉદ્દેશ્ય સ્પષ્ટતા લાવવાનો નથી પણ અરાજકતા ફેલાવવાનો છે. તેઓ વારંવાર અને જાણી જોઈને મતદારોના મનમાં આપણા સંસ્થાકીય માળખા વિશે શંકા અને મૂંઝવણના બીજ વાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ ચૂંટણી જીતે છે, પછી તે તેલંગાણા હોય કે કર્ણાટક, ત્યારે આ વ્યવસ્થા ન્યાયી કહેવાય છે. પણ જ્યારે હારી જાય છે, હરિયાણાથી મહારાષ્ટ્ર સુધી, ત્યારે ફરિયાદો અને કાવતરાની શંકાઓ દર વખતે શરૂ થાય છે.

આ પણ  વાંચો -Missing Indore Couple : સોનમ-રાજા મામલે ગાઇડે કર્યા ખુલાસા, આવ્યુ નવુ અપડેટ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પર ઉઠાવ્યા સવાલો

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ વિધાનસભા ચૂંટણી પર ભાજપ પર નિશાન સાધ્યું અને કહ્યું કે, 'મહારાષ્ટ્રમાં ભાજપ એટલી હતાશ કેમ હતી તે સમજવુ મુશ્કેલ નથી. પરંતુ ચૂંટણીમાં ગોટાળા મેચ ફિક્સિંગ જેવું છે, જે પક્ષ છેતરપિંડી કરે છે તે મેચ જીતી શકે છે. પરંતુ આનાથી લોકશાહી સંસ્થાઓ નબળી પડે છે અને જનતા પરિણામોમાંથી વિશ્વાસ ગુમાવે છે

Tags :
Advertisement

.

×