ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાહુલ ગાંધીએ કર્યું એવું કે લોકો થયા સ્તબ્ધ, કોંગ્રેસ પાર્ટીએ કર્યું ટ્વિટ

છેલ્લા કેટલાય સમયથી અલગ અંદાજમાં દેખાતા રાહુલ ગાંધીએ ફરી એક વાર કર્યું એવું કે લોકોને સ્તબ્ધ કરી દીધા છે. તેઓ દિલ્હીમાં સ્ટ્રીટ ફૂડ ખાવાનો આનંદ માણવા પહોંચ્યા હતા. તેમણે બંગાળી માર્કેટમાં પાણીપુરી અને ચાટ ખાધું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં...
11:40 AM Apr 19, 2023 IST | Viral Joshi
છેલ્લા કેટલાય સમયથી અલગ અંદાજમાં દેખાતા રાહુલ ગાંધીએ ફરી એક વાર કર્યું એવું કે લોકોને સ્તબ્ધ કરી દીધા છે. તેઓ દિલ્હીમાં સ્ટ્રીટ ફૂડ ખાવાનો આનંદ માણવા પહોંચ્યા હતા. તેમણે બંગાળી માર્કેટમાં પાણીપુરી અને ચાટ ખાધું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં...

છેલ્લા કેટલાય સમયથી અલગ અંદાજમાં દેખાતા રાહુલ ગાંધીએ ફરી એક વાર કર્યું એવું કે લોકોને સ્તબ્ધ કરી દીધા છે. તેઓ દિલ્હીમાં સ્ટ્રીટ ફૂડ ખાવાનો આનંદ માણવા પહોંચ્યા હતા. તેમણે બંગાળી માર્કેટમાં પાણીપુરી અને ચાટ ખાધું હતું.

આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો તેની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. બંગાળી માર્કેટ બાદ રાહુલ જૂની દિલ્હીના જામા મસ્જિદ વિસ્તારમાં પહોંચ્યા અને રમઝાન નિમિત્તે મસાલેદાર ચાટની મજા માણી. જામા મસ્જિદ વિસ્તારમાં રાહુલ ગાંધી મોહબ્બત કા શરબત બનાવતી દુકાનની પણ મુલાકાત લીધી હતી. આ સિવાય તેણે અલ જવાહર હોટલમાં લોકો સાથે બેસીને ભોજન પણ કર્યું હતું.

કોંગ્રેસ પાર્ટીએ રાહુલ ગાંધીની બંગાળી માર્કેટ અને મતિયા મહેલ માર્કેટની મુલાકાતને લઈને એક ટ્વિટ પણ કર્યું છે. આ ટ્વિટમાં પાર્ટી તરફથી મોહબ્બત કયા શરબત લખવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે રાહુલ ગાંધી દિલ્હીમાં એવા ઘણા સ્થળોની મુલાકાત લઈ ચૂક્યા છે જ્યાં લોકો વધુ સારા સ્વાદની શોધમાં આવે છે.

Tags :
Bangali marketCongressDelhiIndiaPoliticsrahul-gandhi
Next Article