ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rahul Gandhi એ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ

રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી મહારાષ્ટ્રમાં ચૂંટણીને લઈ કર્યો ખુલાસો મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ Rahul Gandhi: લોકસભામાં વિપક્ષના નેતા અને રાયબરેલીના કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી MVA નેતાઓ સાથે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમની સાથે શિવસેના UBTતરફથી સંજય...
01:51 PM Feb 07, 2025 IST | Hiren Dave
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી મહારાષ્ટ્રમાં ચૂંટણીને લઈ કર્યો ખુલાસો મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ Rahul Gandhi: લોકસભામાં વિપક્ષના નેતા અને રાયબરેલીના કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી MVA નેતાઓ સાથે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમની સાથે શિવસેના UBTતરફથી સંજય...
Rahul Gandhi PC

Rahul Gandhi: લોકસભામાં વિપક્ષના નેતા અને રાયબરેલીના કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી MVA નેતાઓ સાથે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમની સાથે શિવસેના UBTતરફથી સંજય રાઉત અને NCP તરફથી સુપ્રિયા સુલે શરદ પવાર છે. પત્રકાર પરિષદની શરૂઆત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે મહા વિકાસ આઘાડી (MVA) એ મહારાષ્ટ્રમાં છેલ્લી ચૂંટણી લડી હતી અને આ સંગઠન મહારાષ્ટ્ર સરકારનો વિરોધ પક્ષ છે. કોંગ્રેસ તે જૂથનું પ્રતિનિધિત્વ કરી રહી છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી પર શું કહ્યું

રાહુલ ગાંધીએ કહ્યું કે મહારાષ્ટ્રની જેમ, અમે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 વિશે માહિતી એકત્રિત કરી રહ્યા છીએ. મતદાતા અને મતદાનના ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો છે. અમારી ટીમો કામ કરી રહી છે અને અમને યાદીઓમાં ઘણી અનિયમિતતાઓ મળી છે. તમને જણાવી દઈએ કે મહા વિકાસ આઘાડીના નેતાઓની પ્રેસ કોન્ફરન્સ એવા સમયે થઈ રહી છે જ્યારે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવાના છે. દિલ્હીમાં ચૂંટણીની ગણતરી આવતીકાલે 8 ફેબ્રુઆરી શનિવારે થશે.

આ પણ  વાંચો -Mahakumbh માં ફરી એકવાર લાગી આગ, ટેંટમાંથી ઉઠવા લાગી ઉંચી આગની જ્વાળાઓ

ચૂંટણી પંચ પાસેથી મતદાર યાદીઓ માંગી

રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ચૂંટણી પંચને કહી રહ્યા છીએ કે અમને વિસંગતતાઓ મળી રહી છે. અમને મહારાષ્ટ્રના મતદારોની મતદાર યાદી, નામ અને સરનામાની જરૂર છે. લોકસભાની ચૂંટણી માટે આપણને મતદાર યાદીની જરૂર છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે અમને મતદાર યાદીની જરૂર છે. કારણ કે આપણે ખરેખર સમજવા માંગીએ છીએ કે આ નવા ઉમેરાયેલા લોકો કોણ છે? ઘણા બધા મતદારો છે જેમના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. એક બૂથ પર રહેલા મતદારોને બીજા બૂથ પર ખસેડવામાં આવ્યા છે. આમાંના મોટાભાગના મતદારો દલિત સમુદાયના છે, પરંતુ ચૂંટણી પંચે અમને કોઈ પ્રતિભાવ આપ્યો નથી.

આ પણ  વાંચો -મુશ્કેલીમાં SONU SOOD, અભિનેતાની ગમે તે ઘડીએ થઇ શકે છે ધરપકડ

વિધાનસભા ચૂંટણી પહેલા 39 લાખ મતદારો ઉમેરાયા હતા

રાહુલ ગાંધીએ કહ્યું કે 2019 ની વિધાનસભા ચૂંટણી અને 2024 ની લોકસભા ચૂંટણી વચ્ચેના 5 વર્ષમાં 32 લાખ મતદારો ઉમેરાયા. કોંગ્રેસ, એનસીપી શરદ પવાર, શિવસેના (યુબીટી) એ જે વિસ્તારોમાં ચૂંટણી જીતી હતી ત્યાં વિધાનસભા ચૂંટણી પહેલા 39 લાખ મતદારો ઉમેરાયા હતા. પ્રશ્ન એ છે કે આ 39 લાખ મતદારો કોણ છે? આ હિમાચલ પ્રદેશના કુલ મતદારોની સંખ્યા જેટલી છે. બીજો મુદ્દો એ છે કે મહારાષ્ટ્રમાં રાજ્યની કુલ મતદાન વસ્તી કરતા વધુ મતદારો કેમ છે? મહારાષ્ટ્રમાં મતદારો અચાનક ઉભરી આવ્યા છે.

Tags :
#BadassRaviKumarCongressconstitution club of indiaDelhiElection CommissionGujarat Firstmaharashtra voter listNCPrahul-gandhiSanjay RautShivSenasupriya sulevoter list
Next Article