ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મોંઘવારીનું સાચું ચિત્ર બતાવતા રાહુલ ગાંધી પહોંચ્યા શાકમાર્કેટ

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી શાકમાર્કેટ પહોંચીને શાકભાજીના ભાવ જાણવા માટે દુકાનદારો સાથે વાતચીત કરી હતી. તેમણે લસણ, ટામેટા, સલગમ સહિતના શાકભાજીના ભાવ વિશે પૂછપરછ કરી, જ્યાં દુકાનદારે જણાવ્યું કે લસણનો ભાવ 400 રૂપિયા પ્રતિ કિલો છે.
03:04 PM Dec 24, 2024 IST | Hardik Shah
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી શાકમાર્કેટ પહોંચીને શાકભાજીના ભાવ જાણવા માટે દુકાનદારો સાથે વાતચીત કરી હતી. તેમણે લસણ, ટામેટા, સલગમ સહિતના શાકભાજીના ભાવ વિશે પૂછપરછ કરી, જ્યાં દુકાનદારે જણાવ્યું કે લસણનો ભાવ 400 રૂપિયા પ્રતિ કિલો છે.
Rahul Gandhi reaches vegetable market show true picture inflation

Rahul Gandhi : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી શાકમાર્કેટ પહોંચીને શાકભાજીના ભાવ જાણવા માટે દુકાનદારો સાથે વાતચીત કરી હતી. તેમણે લસણ, ટામેટા, સલગમ સહિતના શાકભાજીના ભાવ વિશે પૂછપરછ કરી, જ્યાં દુકાનદારે જણાવ્યું કે લસણનો ભાવ 400 રૂપિયા પ્રતિ કિલો છે. રાહુલ ગાંધીએ આ મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતાં લખ્યું કે લસણ એક સમયે 40 રૂપિયાનું હતું, જે હવે 400 રૂપિયા સુધી પહોંચી ગયું છે. મોંઘવારીના કારણે સામાન્ય લોકોના રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે, જ્યારે સરકાર આ મુદ્દે કુંભકરણની જેમ સૂઈ રહી છે.

મોંઘવારીના કારણે રોષ: મહિલાઓ અને વિક્રેતાની વ્યથા

વીડિયોમાં રાહુલ ગાંધીએ મહિલાઓ સાથે વાતચીત કરી હતી, જેઓ મોંઘવારીને કારણે મુશ્કેલીમાં છે. મહિલાઓએ તેમને ચા માટે આમંત્રણ આપીને મોંઘવારીના અસરકારક પ્રભાવ અંગે ચર્ચા કરી હતી. કેટલીક મહિલાઓએ જણાવ્યું કે મોંઘવારી ખૂબ વધી ગઇ છે, જેના કારણે અમારું બજેટ ઘણુ બગડી રહ્યું છે. રાહુલ ગાંધી સાથે મુલાકાત કરતી મહિલાઓ કહેતી જોવા મળે છે કે, અમારામાંથી કોઇનો પગાર વધ્યો નથી, પણ મોંઘવારી વધી અને તે ઘટવાના કોઇ સંકેત નથી. તેમાં હજું વધારો થશે. મહિલાઓએ કહ્યું કે આજકાલ 40-50 રૂપિયાની નીચે કંઈ પણ ખરીદી શકાતું નથી. શાકભાજી વિક્રેતાએ પણ મોંઘવારીના મુદ્દે પોતાની વ્યથા વ્યક્ત કરી અને કહ્યું કે, આ વખતે મોંઘવારી વધારે છે. આટલી મોંઘવારી અગાઉ ક્યારેય જોવા મળી નથી. રાહુલ ગાંધીએ શાકભાજી વેચનારને પૂછ્યું કે લસણ કેટલું છે? તેના પર શાકભાજી વિક્રેતા જણાવે છે કે લસણનો ભાવ 400 રૂપિયા પ્રતિ કિલો છે.

500 રૂપિયાના શાકભાજી હવે 1000 રૂપિયામાં મળી રહ્યા છે

મહિલાઓએ જણાવ્યું કે, મોંઘવારીને કારણે લોકોના જીવન જીવવાના ખર્ચમાં ભારે વધારો થયો છે. કોઈનાથી ઘરના ખર્ચમાં કાપ મુકવાનું ટાળવું મુશ્કેલ બની રહ્યું છે. 500 રૂપિયાના શાકભાજી માટે હવે 1000 રૂપિયા ખર્ચવા પડે છે. એક મહિલાએ આક્ષેપ કર્યો કે સરકાર સામાન્ય લોકોની ચિંતાઓને અવગણીને માત્ર પોતાના ભાષણ પર ધ્યાન આપી રહી છે.

આ પણ વાંચો:  કુમાર વિશ્વાસને કોંગ્રેસ નેતાનો જડબાતોડ જવાબ, સોનાક્ષી સિંહાના લગ્ન પર કરી હતી ટીકા

Tags :
CongressGarlicGarlic price 400 rupees per kiloGarlic price hikeGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahRahul Gandhi interacts with vendorsRahul Gandhi on inflationRahul Gandhi social media videoRahul Gandhi vegetable market visitrahul-gandhiRising vegetable prices IndiatomatoesturnipsVegetable Market
Next Article