રાહુલ ગાંધીએ PM મોદી પર નિશાન સાધ્યું, પૂછ્યા આ 3 સવાલ
- રાહુલ ગાંધીએ PM મોદી પર નિશાન સાધ્યું
- રાહુલ ગાંધીએ PM મોદીને 3 પ્રશ્નો પૂછ્યા
- રાહુલે PM મોદીના ભાષણનો વીડિયો શેર કર્યો
Modi Vs Rahul: કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે PM મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે PM મોદીના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો અને તેમને 3 પ્રશ્નો પૂછ્યા. તેમણે એમ પણ કહ્યું કે, PM મોદી, ખોખલા ભાષણ આપવાનું બંધ કરી દે.
રાહુલ ગાંધીએ પૂછ્યા આ 3 સવાલ
રાયબરેલીના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરીને PM નરેન્દ્ર મોદીને પ્રશ્નો પૂછ્યા. તેમણે PM ને પૂછ્યું કે તેઓ ફક્ત એટલુ કહે - તમે આતંકવાદ પર પાકિસ્તાનની વાત પર ભરોસો કેમ કર્યો? ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઝૂકીને તમે ભારતના હિતોનું બલિદાન કેમ આપ્યું? તમારું લોહી ફક્ત કેમેરા સામે જ કેમ ઉકળે છે? તેમણે વધુમાં કહ્યું કે તમે ભારતના સન્માન સાથે સોદો કર્યો છે.
मोदी जी, खोखले भाषण देना बंद कीजिए।
सिर्फ इतना बताइए:
1. आतंकवाद पर आपने पाकिस्तान की बात पर भरोसा क्यों किया?
2. ट्रंप के सामने झुककर आपने भारत के हितों की कुर्बानी क्यों दी?
3. आपका ख़ून सिर्फ़ कैमरों के सामने ही क्यों गरम होता है?आपने भारत के सम्मान से समझौता कर लिया! pic.twitter.com/HhjqbjDsaB
— Rahul Gandhi (@RahulGandhi) May 22, 2025
આ પણ વાંચો : CBI : પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક સામે CBIની સખ્ત કાર્યવાહી, ભ્રષ્ટાચાર મામલે ચાર્જશીટ દાખલ કરી
રાહુલ ગાંધીએ PMનો વીડિયો શેર કર્યો
રાહુલ ગાંધીએ શેર કરેલા વીડિયોમાં PM મોદી કહી રહ્યા છે કે પાકિસ્તાન તરફથી જ્યારે કહેવામાં આવ્યુ કે તે કોઈ આતંકવાદી પ્રવૃત્તિ કે સૈન્ય હિંમત નહીં બતાવે. તો તેના પર ભારતે પણ વિચાર કર્યો.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો હતો. પાકિસ્તાને નાપાક હુમલો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ભારતે તેના ડ્રોન અને મિસાઈલોને આકાશમાં જ તોડી પાડ્યા. ચારે બાજુથી ઘેરાયા બાદ પાકિસ્તાન ઘૂંટણિયે આવી ગયું. '
આ પણ વાંચો : J-K :કિશ્તવાડમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ,એક જવાન શહીદ,બે આતંકી ઠાર