કૉંગ્રેસમાં Rahul Gandhi ને હટાવવાનો બની રહ્યો છે માહોલ! જાણો કોણે કર્યો દાવો?
. ફડણવિસે દાવો કર્યો કેRahul Gandhi સતત હારને કારણે પોતાની પાર્ટીમાં અસ્તિત્વ ટકાવવા માટે લડી રહ્યા છે
. Rahul Gandhi એ ' કહ્યું કે ભાજપનો અસલી હેતુ આંબેડકરજીના બંધારણને મિટાવવાનો છે
. સંસદમાં જ્યોતિરાવ ફુલેની જયંતિ પ્રસંગે પીએમ મોદી અને રાહુલ ગાંધી વચ્ચે થયેલી એક મિનિટની વાતચીતની ચર્ચા
Rahul Gandhi vs Devendra Fadnavis : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી (Maharashtra CM) દેવેન્દ્ર ફડણવિસે (Devendra Fadanvis) લોકસભામાં વિપક્ષ (Leader of Opposition in loksabha) ના નેતા અને કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) પર નિશાન સાધ્યું છે.
તેમણે દાવો કર્યો છે કે કોંગ્રેસ (Congress) માં રાહુલ ગાંધી (Rahul Gandhi) ને હટાવવાનો માહોલ બનાવી રહ્યો છે, કારણ કે તેઓ પાર્ટીને જીતાડી શકતા નથી.
ફડણવિસે રવિવારે એક કાર્યક્રમમાં પત્રકારોને જણાવ્યુ કે ગાંધી માત્ર પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યા છે અને પોતાના નેતૃત્વને સતત મળી રહેલી હારથી બચાવવાની કોશિશ કરી રહ્યા છે.
ભાજપ (BJP) ના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસ (Devendra Fadanvis) નો દાવો છે કે કોંગ્રેસ (Congress) માં રાહુલ ગાંધી (Rahul Gandhi) ને હટાવવાનો માહોલ બની રહ્યા છે, કારણ કે તે પાર્ટી માટે ચૂંટણી જીત સુનિશ્ચિત કરવામાં અસમર્થ છે. તેમણે કહ્યુ છે કે ગાંધીએ પોતાની પાર્ટીની અંદર ચાલી રહેલા સંઘર્ષથી ધ્યાન હટાવવા માટે આવું નિવેદન આપ્યું છે.
આ પણ વાંચો: Extra Marital Affair: લગ્ન બાહ્ય સંબંધ માટે Gleeden App પર 40 લાખ ભારતીયો!, NHRC એ નોટિસ મોકલી
રાહુલ ગાંધી (Rahul Gandhi) નું નિવેદન
રાહુલ ગાંધી (Rahul Gandhi) એ આરોપ લગાવ્યો હતો કે ભાજપ (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (Rashtriya Swayamsevak Sangh - RSS) નો ઉદેશ્ય બંધારણ (Constitution) ને સમાપ્ત કરવાનો છે, કારણ કે તે ઈચ્છતા નથી કે ભારતમાં તમામને સમાન માનવામાં આવે. તેમણે મંડી હાઉસથી 14 એપ્રિલે ભીમરાવ આંબેડકરની જયંતીથી પહેલા અહીં રન ફોર આંબેડકર, રન ફોર કોન્સ્ટીટ્યૂશન (Run For Ambedkar, Run For Constitution) મેરાથન શરૂ થતા પહેલા એકઠા થયેલા લોકોને સંબોધિત કરતા કહ્યુ હતુ કે આંબેડકરજીનો મુખ્ય સંદેશ બંધારણ હતો. બંધારણ વગર જેને આપણે ભારત કહીએ છીએ, તે ન હોત.
તેમણે કહ્યુ હતુ કે આજે જે લોકો આરએસએસ-ભાજપ (RSS - BJP) ના વિચારના છે, તે બંધારણને સમાપ્ત કરવા ચાહે છે. તેઓ કંઈપણ કહે, તેમનો અસલી ઉદેશ્ય બંધારણને મિટાવવાનો છે, કારણ કે તેઓ ચાહતા નથી કે ભારત (India) માં તમામને સમાન માનવામાં આવે. તેમણે કહ્યુ છે કે તે (આરએસએસ-ભાજપ) ચાહે જે કરે, તે આંબેડકરજીની પ્રતિમા સામે માથું પણ ઝુકાવે છે, પરંતુ તેમનો ઉદેશ્ય બંધારણને સમાપ્ત કરવાનો છે. અમારો ઉદેશ્ય બંધારણની સુરક્ષા કરવાનો અને તેને મજબૂત કરવાનો છે.
આ પણ વાંચો: Jallianwala Bagh હત્યાકાંડ: ભગતસિંહને ક્રાંતિકારી બનવાની પ્રેરણા આપી, 21 વર્ષે કોણે વેર વાળ્યું?
પીએમ મોદી (PM Modi) સાથે કરી હતી વાતચીત
શનિવારે સમાજ સુધારક જ્યોતિરાવ ફુલે (Jyotirao Phule) ની સ્મૃતિમાં આયોજીત સમારંભ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની સંસદ પરિસર ખાતે ટૂંકી મુલાકાત થઈ હતી. અહીં બંને વચ્ચે થયેલી ટૂંકી વાતચીત એટલા માટે ખાસ છે, કારણ કે જાહેર કાર્યક્રમોમાં બંને નેતાઓના શિષ્ટાચાર આદાન-પ્રદાન કરવા સિવાય ભાગ્યે જ ક્યારેક તેઓ એકબીજા સાથે વાતચીત કરતા જોવા મળે છે.
વડાપ્રધાન જ્યારે જ્યોતિરાવ ફુલેની જયંતિ પ્રસંગે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવા માટે પહોંચ્યા, તો લોકસભામાં વિરોધ પક્ષના નેતા સહીત ઘણાં ગણમાન્ય વ્યક્તિ એક કતારમાં ઉભા હતા. તમામને નમસ્કાર મુદ્રામાં અભિવાદન કર્યા બાદ પીએમ મોદી, રાહુલ ગાંધી પાસે રોકાયા અને તેમની સાથે ટૂંકી વાતચીત કરી હતી.
જો કે એ તાત્કાલિક જાણી શકાયું નથી કે એક મિનિટની આ વાતચીત દરમિયાન તેમણે શેના સંદર્ભે વાત કરી હતી.
આ પણ વાંચો: PM Modi - Rahul Gandhi: સંસદ પરિસરમાં પીએમ મોદી-રાહુલ ગાંધીએ કરી વાતચીત, જુઓ Video


