Rahul Gandhi એ પત્ર લખીને PM મોદી પાસે કરી આ મોટી માંગ, જાણો
- Rahul Gandhi એ PM મોદીને લખ્યો પત્ર
- સંસદનું સત્ર તાત્કાલિક બોલાવવા કરી માંગ
- કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ આપી કરી
Rahul Gandhi Letter to PM Modi: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ (indiapakistanconflict)બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi )અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Kharge)સરકાર પાસેથી મોટી માંગણી કરી છે. તેમણે પીએમ મોદીને પત્ર લખીને અપીલ કરી છે કે સરકારે પહેલગામ હુમલો, ઓપરેશન સિંદૂર અને યુદ્ધવિરામ અંગે સંસદનું વિશેષ સત્ર બોલલાવામાં આવે.
સંસદનું ખાસ સત્ર તાત્કાલિક બોલાવવામાં આવે : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ લખ્યું, "હું વિપક્ષની સર્વસંમતિથી અપીલને પુનરાવર્તિત કરું છું કે સંસદનું ખાસ સત્ર તાત્કાલિક બોલાવવામાં આવે. લોકો અને તેમના પ્રતિનિધિઓ માટે પહેલગામ આતંકવાદી હુમલો, ઓપરેશન સિંદૂર અને યુદ્ધવિરામની ચર્ચા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેની જાહેરાત સૌપ્રથમ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી હતી."આ આવનારા પડકારોનો સામનો કરવા માટે આપણા સામૂહિક સંકલ્પને દર્શાવવાની પણ તક હશે." રાહુલ ગાંધીએ પીએમ મોદીને કહ્યું કે મને વિશ્વાસ છે કે તમે આ માંગણી પર ગંભીરતાથી વિચાર કરશો અને ટૂંક સમયમાં તેના પર પહેલ કરશો.
આ પણ વાંચો -India-Pakistan War : વડાપ્રધાન મોદીની વોર સ્ટ્રેટેજીના પી. ચિદમ્બરમે કર્યા વખાણ
મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને પત્ર પણ લખ્યો હતો
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ પીએમ મોદીને પત્ર લખ્યો છે. તેમણે પીએમ મોદીને કહ્યું, "તમને યાદ હશે કે 28 એપ્રિલ 2025 ના રોજ, લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષી નેતાઓએ મળીને પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને સંસદનું વિશેષ સત્ર બોલાવવા માટે તમને અપીલ કરી હતી. હવે જ્યારે ઓપરેશન સિંદૂર અને યુદ્ધવિરામની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે તમામ વિપક્ષી પક્ષોએ સર્વાનુમતે સંસદનું ખાસ સત્ર ફરીથી બોલાવવાની વિનંતી કરી છે. રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે, હું તમને આ અપીલ પહોંચાડી રહ્યો છું."
My letter to PM Shri @narendramodi requesting to convene a special session of the Parliament to discuss the Pahalgam Terror Attack, Operation Sindoor and the Ceasefire announcements first from Washington DC and later by the Governments of India and Pakistan. pic.twitter.com/bhHf3euTkk
— Mallikarjun Kharge (@kharge) May 11, 2025
આ પણ વાંચો -BSF અને પંજાબ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં હથિયાર-વિસ્ફોટક જપ્ત
તમને જણાવી દઈએ કે વરિષ્ઠ વકીલ અને કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે પણ પીએમ મોદીને ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂર અને યુદ્ધવિરામ અંગે સર્વપક્ષીય બેઠક બોલાવવા અને સંપૂર્ણ માહિતી આપવા અપીલ કરી હતી. આ સાથે તેમણે કહ્યું કે 12 મેના રોજ બંને દેશોના ડીજીએમઓ શું વાત કરશે,અમને પણ આ વિશે ખબર નથી.